જાણો માત્ર ભંગાર વેચીને રેલવેએ કેટલા કરોડ રૂપિયાની કરી કમાણી

News18 Gujarati
Updated: October 10, 2019, 6:14 PM IST
જાણો માત્ર ભંગાર વેચીને રેલવેએ કેટલા કરોડ રૂપિયાની કરી કમાણી
પાટા બદલતા રેલવે કર્મચારીઓની તસવીર

વર્ષ 2009-10થી 2018-19ના સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારના ભંગારને (scrap) વેચીને વિભાગે રૂ.35,073 કરોડની કમાણી કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભારતીય રેલવે ભંગાર વેચીને પોતાના ખજાનામાં એક મોટી રકમ ઉમેરી છે. રેલવે તરફથી એક આરટીઆઇ (RTI) અરજીના જવાબમાં વિભાગે જણાવ્યું હતું કે 10 વર્ષમાં ભંગારથી રૂ.35,073 કરોડ રૂપિયાની આવક કરી છે. રેલવે મંત્રાલયે ગત વર્ષમાં વેચાયેલા ભંગારને લઇને જે રિપોર્ટ રજૂ કર્યો છે તેનાથી જાણવા મળ્યું છે કે, વર્ષ 2009-10થી 2018-19ના સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારના ભંગારને (scrap) વેચીને વિભાગે રૂ.35,073 કરોડની કમાણી કરી છે. રેલવે વિભાગે (Railway Department)કોચ, વેગન્સ અને પાટા સહિતનો ભંગાર વેચ્યો હતો.

મધ્ય પ્રદેશના માલવા નિંમાડ અંચલના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા જિતેન્દ્ર સુરાનાને આરટીઆઇ અંતર્ગત રેલવે બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. દસ વર્ષમાં વર્ષ 2011-12ના સમયગાળા દરમિયાન 4409 કરોડ રૂપિયાનો સૌથી વધારે ભંગાર વેચ્યો હતો. અને વર્ષ 2016-17માં સૌથી ઓછો 2,718 કરોડનો સૌથી ઓછો ભંગાર વેચ્યો હતો.

આ પણ વાંચોઃ-અડધી રાત્રે મહિલાનું ગળું કાપીને રસ્તા પર ફેંકી, facebookથી આરોપી ઝડપાયો

રેલવે બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર વેચેલા ભંગારમાં રેલવેના પાટાનો સૌથી વધારે સમાવેશ થાય છે. વર્ષ 2009-10થી 2013-14 વચ્ચે 6885 કરોડ રૂપિયાનો ભંગાર વેચ્યો હતો. જ્યારે વર્ષ 2015-16થી 2018-19ના સમયગાળા દરમિયાન 5053 કરોડ રૂપિયાનો ભંગાર વેચ્યો છે. કુલ મળીને 10 વર્ષમાં રેલવને પાટનો ભંગાર વેચવાથી રૂ.11,938 કરોડ રૂપિયાની આવક થઇ છે.

આ પણ વાંચોઃ-માતા-પિતાના ઝઘડામાં ભૂલથી પાંચ મહિનાના બાળકનું થયું મોત

સુરાનાના જણાવ્યા પ્રમાણે રેલવે પાટાઓના ભંગારથી એક વાત તો નક્કી છે કે વર્ષ 2009-10થી 2013-14 વચ્ચે પાંચ વર્ષના સમયની તુલનામાં વર્ષ 2014-15થી 2018-19માં રેલવેએ પાટાનો ભંગાર ઓછો કાઢ્યો હતો.આ પણ વાંચોઃ-બાળસિંહે પોતાની માતા ઉપર કર્યો હુમલો, પછી સિંહણે શું કર્યું જુઓ video

આનાથી એવું લાગે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવે રેલવેના પાટાઓમાં ઓછો ફેરફાર થયો છે. જો રેલવે પાટાઓમાં નિયમિત રીતે બદલવામાં આવે તો જૂના પાટાઓનો ભંગાર નીકળે છે.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading