Home /News /business /Railway Budget 2023: ભારતીય રેલવેને મળશે 2.40 કરોડ રૂપિયા, પહેલીવાર સૌથી વધુ, 2013 કરતા 9 ઘણું વધારે
Railway Budget 2023: ભારતીય રેલવેને મળશે 2.40 કરોડ રૂપિયા, પહેલીવાર સૌથી વધુ, 2013 કરતા 9 ઘણું વધારે
રેલવેનું 2023-24નું બજેટ વધારાયું
Railway Budget 2023 India: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2023-24નું બજેટ જાહેર કરી દીધું છે. આ સામાન્ય બજેટમાં ભારતીય રેલવેના બજેટમાં 2.4 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
Railway Budget 2023: નાણામંત્રી નિર્મલ સીતારમણે આજે વર્ષ 2023-24નું બજેટ જાહેર કરી દીધું છે. આ સામાન્ય બજેટમાં રેલવે માટે 2.4 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રેલવેનું અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી ખર્ચ કરવામાં આવી છે. આ પહેલાના 2013-14ના રેલવે માટે કરતા 9 ગણું મોટું છે. આ નરેન્દ્ર મોદીની 2.0 સરકારનું અંતિમ પૂર્ણ બજેટ છે. જેને ધ્યાનમાં રાખીને 2023-24ની બજેટની જાહેરાતથી મધ્યવર્ગના મોટા વર્ગના લોકોને લાભ થવાની સંભાવના છે, જોકે, રેલવે દ્વારા પ્રવાસી ટિકિટ કે ભાડામાં વૃદ્ધીની સંભાવના નથી.
નાણામંત્રીએ પાછલા વર્ષે ભારતીય રેલવે માટે 1,40,367.13 કરોડ રૂપિયાનું બજેટની જોગવાઈ કરી હતી. આ બજેટ પાછલા 2021-22થી લગભગ 20,311 કરોડ રૂપિયા વધારે હતું. બજેટમાં પીએસયુ, જોઈન્ટ વેન્ચર અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં રોકાણ માટે 38,686.59 કરોડ રૂપિયા પણ રાખ્યા છે. નાણામંત્રીએ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર (DFC) માટે 15,710.44 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેની સંપત્તિ રેલવે દ્વારા સંચાલન અને સંભાળ માટે મુદ્રીકૃત કરવામાં આવશે.
ફાસ્ટ ટ્રેનો પર રહેશે ફોકસ
આર્થિક સમીક્ષા 2022-23 મુજબ રેલવેના મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વૃદ્ધીનું એક મોટું કારણ સરકાર દ્વારા ભંડોળની ફાળવણીમાં પર્યાપ્ત વધારો છે. આ સાથે જ સમીક્ષામાં કોવિડ મહામારી બાદ યાત્રી અને ગૂડ્સ ટ્રેન બન્ને ક્ષેત્રોમાં સુધાર માટે રેલવે દ્વારા પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવ્યા છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં વધી રહેલી ગતિશીલતા અને ઝડપી ટ્રેનની માંગના કારણે આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
કોવિડ મહામારી પહેલા (2019-20) ભારતીય રેલવેની યાત્રા સેવાઓથી પ્રાપ્ત થયેલી આવક 809 કરોડ રૂપિયા હતી, જે 2020-21માં ઘટીને 125 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ આંકડો 2021-22માં વધીને 351.9 કરોડ રૂપિયા રહી હતી. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મુસાફરોની સંખ્યામાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. આ રીતે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 વચ્ચે ગૂડ્સ ટ્રેનમાં ઝડપી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં નવેમ્બર સુધી ગૂડ્સ ટ્રેન વાર્ષિક આધાર પર 8.3 ટકાનો વધારો થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર