Home /News /business /

Railway Budget 2021: બજેટમાં રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી, વાંચો નવી જાહેરાતો

Railway Budget 2021: બજેટમાં રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી, વાંચો નવી જાહેરાતો

પ્રતિકાત્મક તસવીર

Rail Budget 2021 : નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવે માટે અનેક મોટી જાહેરાત કરી. એક ક્લિકમાં વાંચો શું મળ્યું વિશ્વની સૌથી મોટું નેટવર્ક ધરાવતી રેલવેને

    Rail Budget 2021 : નાણામંત્રી (finance Minister) નિર્મલા સીતારમણે (FM Nirmala sitharaman) આજે બજેટમાં રેલવેને 1,10,055 કરોડ રૂપિયાની રાશી ફાળવી છે. જેમાંથી એક 1,07,100 કરોડ રૂપિયાની રકમ કેપિટલ એકસપેન્ડીચર માટે છે. નાણામંત્રીએ બજેટમાં ઝણાવ્યું હતું કે 46 હજાર કિલોમીટર રેલવે લાઇ પર ટ્રેનનું વીજળીકરણ કરાશે. આ ઉપરાંત નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપથી કામ કરવામાં આવશે. દેશમાં એક માત્ર નિર્માણાધીન બુલેટ ટ્રેન યોજા છે. જે મુંબઈ અને અમદાવાદને જોડશે.

    રેલવે અને મેટ્રો માટે મોટી જાહેરાતો

    નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રેલ યોજના 2023 તૈયાર થઈ ગઈ છે. ભારતીય રેલવે ઉપરાંત મેટ્રો સિટી બસ સેવા વધારવા માટે ભાર આપવામાં આવ્યો છે. આ યોજના માટે 18 હજાર કરોડ રૂપિયાન જોગડાઈ કરવામાં આવી છે. મેટ્રોલ લાઇટ માટે પણ ભાર આપવામાં આવશે. કોચી, બેંગ્લુરું, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો યોજનાનો વિસ્તાર કરાશે.

    >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

    - 46 હજાર કિલોમીટર ટ્રેક પર વીજળી સંચાલિત રેલ દોડશે
    - પર્યટન વાળા સ્થળો પર આધુનિક કોચ જેવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જાય છે તેવા આધુનિક કોચીસ દોડશે.
    - ચેન્નાઇ મેટ્રોના બીજા ચરણ માટે 63 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

    ઉદ્યોગોના પરિવહન માટે રેલ ભાડો ઓછું કરવાના અનેક ઉપાયો અજમાવવામાં આવશે. જુન 2022 સુધી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અને ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર લાગુ કરવામાં આવશે. વર્ષ 2021-22મા ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં 263 કિલોમીટર લાંબો ટ્રેક પીપીપી મોડમાં શરૂ કરવામાં આવશે.

    નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું' આ બજેટ આમ આદમીની અપેક્ષા પૂરી કરશે'

    ઠાકુરે કહ્યું કે 'આ બજેટ સૌનો સાથ સૌનો વિકાસ, અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારા કરવાની દિશામાં એક મીલનો પથ્થર સાબિત થશે. આ બજેટ સામાન્ય માણસની અપેક્ષા મુજબ સાર્થક થશે.' ઠાકુરે ઉમેર્યુ કે 'મોદી સરકારે કોવિડની મહામારી દરમિયાન આત્મનિર્ભર પેકેજ આપી અને દેશને નવી દિશા આપી અને દેશને બચાવી લીધો હતો. સરકારે દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપી છે. અમને વિશ્વાસ છે કે આ બજેટ જનતાની ઉમ્મીદો પર પાર ઉતરશે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Budget 2021, Budget News, FM MOS anurag Thakur કેન્દ્રીય બજેટ 2021, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union Budget 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ, રેલવે બજેટ 2021m Budget Glossary

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन