Railway Budget 2020: સરકારની જાહેરાત, તેજસ જેવી 150 પ્રાઇવેટ ટ્રેન દોડાવાશે

Railway Budget 2020: સરકારની જાહેરાત, તેજસ જેવી 150 પ્રાઇવેટ ટ્રેન દોડાવાશે
તેજસ એક્સપ્રેસ

India Union Budget 2020: નાણા મંત્રીએ બજેટ સ્પીચમાં કહ્યું કે સરકારે 27 હજાર કિલોમીટરના રેલનેટવર્કને વીજળી સંચાલિત કરવાનો લક્ષ્યાંક, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કામની ઝડપ વધશે.

  • Share this:
    નવી દિલ્હી : નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે બજેટમાં રેલવેને લગતી મોટી જાહેરાતો કરી છે. નાણા મંત્રીએ બજેટ સ્પીટ દરમિયાન કહ્યું કે સરકારે 27 હજાર કિલોમીટરના રેલનેટવર્કને વીજળી સંચાલિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે લાંબા અંતરની તેજસ ટ્રેનની (Tejas Train) સંખ્યા વધારવામાં આવશે. તેજસ નવા સ્થળો પર દોડાવવામાં આશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં ઝડપ લાવવામાં આવશે. PPP મૉડલ અંતર્ગત 150 પ્રાઇવેટ ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત બેંગલુરૂમાં 148 કિલોમીટરનું લોકલ ટ્રેનનું નેટવર્ક બનશે. કેન્દ્ર સરકાર બેંગલુરૂ લોકોલ માટે 25 ટકા નાણાકી સહાયતા આપશે જેનો ખર્ચો 18,600 કરોડ થશે.

    27 હજાર કિલોમીટરનું ઇલેક્ટ્રિફિકેશન



    સરકારનું લક્ષ્ય ભારતીય રેલનું 100 ટકા વીજળીકરણ કરવાનું છે. બજેટમાં નાણા મંત્રીએ જણાવ્યું કે સરકાર 27 હજાર કિલોમીટરના રેલનેટવર્કનું વિદ્યુતીકરણ કરશે. સોલર પાવર કેપેસિટી માટે રેલવે ટ્રેકના કિનારે પાવર ગ્રિડ તૈયાર કરવામાં આવશે. સોલાર પાવર ગ્રિડ રેલવેની જમીન પર બનશે

    સરકાર દેશમાં નવી પ્રાઇવેટ ટ્રેનોની સંખ્યા વઘારવા માટે કટીબદ્ધ છે.


    તેજસની સંખ્યામાં વધારો

    નાણા મંત્રીએ બજેટમાં કહ્યું કે સરકાર પ્રાઇવેટ ટ્રેનોની સંખ્યા વધારવા પર ભાર આપશે. તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે. સરકાર 150 નવી પ્રાઇવેટ ટ્રેન પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશીપ (PPP) મૉડલ પર તશરૂ કરશે. તેજસ લાંબા અંતરના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વચ્ચે દોડશે. સરકારે દેશના 550 રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઈની સુવિધા આપી છે.

    બેંગલુરૂ લોકલ ટ્રેન માટે નાણાની જોગાવાઈ

    સરકારે બેગલુરૂ લોકલ રેલવે ટ્રેનના પ્રોજેક્ટ માટે નાણાકીય જોગવાઈ કરી છે. સરકાર બેગલુરૂના પરા વિસ્તારમાં 148 કિલોમીટરના રેલવે પ્રોજેક્ટ માટે 25 ટકા નાણા ફાળવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 18,600 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો : બજેટ 2020 : નિર્મલા સીતારમણે બજેટના મુખ્ય અંશો, વિવિધ ક્ષેત્રો માટે કરી જાહેરાત

    આ પણ વાંચો : આમ આદમીને ઝટકો : લક્સ, લાઇફબૉય, લિરિક્સ અને રેક્સોના જેવા સાબુ મોંઘા થશે

    આ પણ વાંચો : બજેટ 2020 : 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનશે, તેજસ ટ્રેનની સંખ્યા વધારાશે

    આ પણ વાંચો : બજેટ 2020 : સ્વાસ્થ્ય યોજનાઓ માટે 70 હજાર કરોડની ફાળવણી, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ

    આ પણ વાંચો :   Budget 2020 Live: LICનો આઈપીઓ આવશે, IDBI બેંકનો બચેલો હિસ્સો સરકાર વેચશે
    Published by:Jay Mishra
    First published:February 01, 2020, 14:56 pm

    ટૉપ ન્યૂઝ