RailTel IPO Share Allocation: ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારી કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation of India)ના IPOને ગુરુવારે અંતિમ દિવસે 42.39 ગણી બોલીઓ મળી. કંપનીના IPOને લગભગ દરેક શ્રેણીમાં વધુ Subscription પ્રાપ્ત થયું છે. RailTel IPOના હેઠળ શેરોમાં એલોટમેન્ટ 23 ફેબ્રુઆરી 2021ના રોજ થશે. RailTelના IPO માટે જો આપે પણ અરજી કરી હતી તો આપને એ જ દિવસે ખબર પડશે કે આપને અલોટમેન્ટ મળ્યું છે કે નહીં. જો આપને શેર લાગે છે તો આપના ખાતામાં 24 ફેબ્રુઆરીએ આવી જશે. પરંતુ જો આપને શેર નહીં લાગે તો આપના નાણા 24 ફેબ્રુઆરીએ પરત મળવાનું શરૂ થઈ જશે. શેરોનું લિસ્ટિંગ 26 ફેબ્રુઆરીએ થશે. ત્યારબાદ આ શેરોનું ટ્રેડિંગ કરી શકાશે.
આવી રીત ચેક કરો અલોટમેન્ટ સ્ટેટસ...
રોકાણકારો KFin Technologies કે પછી BSEની વેબસાઇટ પર પોતાની અરજીની સ્થિતિ જોઈ શકો છો.
>> KFin Technologies પર આ રીતે કરો ચેક – તેના માટે આપ આ લિંક https://kcas.kfintech.com/ipostatus પર જઈ શકો છો. >> ત્યારબાદ અહીં આપને RailTel Corporation of India IPO સિલેક્ટ કરવાનું રહેશે. >> ત્યારબાદ આપ આપનો એપ્લીકેશન નંબર એન્ટર કરો. >> ત્યારબાદ DPID/Client ID, Select NSDL/CDSL, and Enter DPID and Client ID,In case of PAN, Enter PAN Number એન્ટર કરો. >> ત્યારબાદ અહીં આપવામાં આવેલા કેપ્ચાને એન્ટર કરો. >> કેપ્ચા સબમિટ કરતાં IPO share allocation સ્ટેટસ જોવા મળશે.
>> BSE Websiteના માધ્યમથી તમે શેર અલોટમેન્ટ ચેક કરી શકો છો. >> સૌથી પહેલા તમે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જાઓ. ત્યારબાદ આપ ત્યાં Equityને સિલેક્ટ કરો. >> ત્યારબાદ RailTel Corporation of India સિલેક્ટ કરો. >> Application Number, PAN Number એન્ટર કર્યા બાદ આપને Click કરવાનું રહેશે. ત્યારબાદ તમે આપનું IPO allotment status જોઈ શકશો.
નોંધનીય છે કે, રેલટેલનો IPO 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે ખુલ્યો હતો. આ દરમિયાન 42 ગણું વધારે સબ્સક્રિપ્શન મળ્યું છે. આ આઇપીઓના માધ્યમી રેલટેલ લગભગ 819.24 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. રેલટેલ આઇપીઓની પ્રાઇઝ રેન્જ 93-94 રૂપિયા પ્રતિ શેર હતી. આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, આઇડીબીઆઇ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યુરિટીઝ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ ઓફરના પ્રબંધક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર