RailTel IPO: 16મી ફેબ્રુઆરીએ આવી રહી છે કમાણીની તક, રેલવેની આ કંપની રોકાણકારોને બનાવશે માલામાલ!

RailTel IPO: 16મી ફેબ્રુઆરીએ આવી રહી છે કમાણીની તક, રેલવેની આ કંપની રોકાણકારોને બનાવશે માલામાલ!
પ્રતિકાત્મક તસવીર

આજકાલ ભારતીય શેરબજારમાં આઈપીઓની વણઝાર છે. વેલેન્ટાઈન સપ્તાહ બાદ વધુ એક IPO બજારમાં આવી રહ્યો છે

  • Share this:
    નવી દિલ્હી : આજકાલ ભારતીય શેરબજારમાં આઈપીઓની વણઝાર છે. વેલેન્ટાઈન સપ્તાહ બાદ વધુ એક IPO બજારમાં આવી રહ્યો છે. સરકારી કંપની રેલટેલનો આઇપીઓ 16મી ફેબ્રુઆરીના રોજ ખુલશે. રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel)નો આઈપીઓ 16મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી ખુલ્લો રહેશે. બંને એક્સચેન્જ બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર શેરનું લિસ્ટિંગ કરવામાં આવશે.

    ફાઈનાન્શિયલ પરફોર્મન્સ પર એક નજર



    કંપનીની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ સંપત્તિ 2482 કરોડ આસપાસ હતી. આ સિવાય કંપનીની આવક 554 કરોડ રૂપિયા હતી અને કંપનીને 46 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

    કંપની વિશે વધુ માહિતી

    રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતીય રેલવેનું એક સાહસ છે. તે ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા પૂરી પાડે છે. તે ભારતની સૌથી મોટી ન્યુટ્રલ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર છે. વર્ષ 2000માં કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય દેશભરમાં ટ્રેનોના નિયંત્રણની કામગીરી, ટ્રેનોની સલામતી અને બ્રોડબેન્ડ અને મલ્ટિ-મીડિયા નેટવર્ક સુવિધાઓ પ્રદાન કરીને વધારાની આવક મેળવવાનો છે. કંપની રેલ્વે મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે.

    આ પણ વાંચો - 50 વર્ષની ઉંમરવાળા લોકોએ તેમના આહારમાં ઉમેરવી જોઈએ આ ચીજવસ્તુઓ

    આ વર્ષનો છઠ્ઠો IPO

    વર્ષ 2021નો આ છઠ્ઠો આઈપીઓ હશે. IRFC, ઈન્ડિગો પેઇન્ટ્સ, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, સ્ટવ ક્રાફ્ટ અને બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટના આઈપીઓ અત્યાર સુધીમાં આવી ગયા છે. ત્યારબાદ હવે RailTel છઠ્ઠો આઈપીઓ હશે. 15 ફેબ્રુઆરીએ ન્યુરેકા લિમિટેડનો આઈપીઓ પણ આવવાનો છે.

    RailTelના IPOની વિગતો

    - આઈપીઓની પ્રાઈસ બેન્ડ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

    - સરકાર આઈપીઓમાં કુલ 8,71,369 શેર ઓફર ફોર સેલ થકી વેચશે.

    - આઈપીઓ થકી સરકારની 819.24 કરોડ એકત્ર કરવાની યોજના.

    - IPOની લોટ સાઈઝ 155 ઈક્વિટી શેરની છે.

    - ઓછામાં ઓછું રોકાણ 14,570 રુપિયાનું કરવાનું રહેશે.

    - મહત્તમ 13 લોટ માટે રોકાણકારો એપ્લિકેશન કરી શકશે.

    આઇપીઓ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ઇશ્યૂના લીડ બુક મેનેજર છે.
    Published by:Ashish Goyal
    First published:February 11, 2021, 19:03 pm

    ટૉપ ન્યૂઝ