Home /News /business /

ફાયદાની વાત : 100 રેલ્વે સ્ટેશનો પર PM-WANI Wi-Fi યોજના શરૂ, આ રીતે કરો ઉપયોગ

ફાયદાની વાત : 100 રેલ્વે સ્ટેશનો પર PM-WANI Wi-Fi યોજના શરૂ, આ રીતે કરો ઉપયોગ

100 રેલ્વે સ્ટેશનો પર PM-WANI Wi-Fi યોજના શરૂ

રેલટેલના આ વાઇ-ફાઇ નેટવર્કને એન્ડ્રોઇડ મોબાઇલ એપ Wi-DOTનો ઉપયોગ કરીને એક્સેસ કરી શકાય છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ C-DOTના સહયોગથી બનાવવામાં આવી છે.

    મુસાફરો હવે પહેલા કરતા વધુ સારી રીતે રેલ્વે સ્ટેશનો પર ફ્રી વાઈ-ફાઈનો (Free Wifi Railways) ઉપયોગ કરી શકશે. રેલટેલે (Railtel) પ્રાઇમ મિનિસ્ટર વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ (Prime Minister Wi-Fi Access Network Interface -PM-WANI) યોજના હેઠળ સાર્વજનિક વાઇ-ફાઇ સેવા શરૂ કરી છે. હાલમાં દેશભરના 100 રેલવે સ્ટેશનો પર તેની શરૂઆત થઈ ગઈ છે.

    રેલટેલ દ્વારા જાહેર એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. કહેવાય છે કે 22 રાજ્યોના 100 રેલવે સ્ટેશનો પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે. તેમાંથી 71 સ્ટેશન A1 શ્રેણીના છે. જ્યારે A શ્રેણીના 29 રેલવે સ્ટેશન છે.

    રેલટેલના આ વાઇ-ફાઇ નેટવર્કને એન્ડ્રોઇડ મોબાઇલ એપ Wi-DOTનો ઉપયોગ કરીને એક્સેસ કરી શકાય છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ C-DOTના સહયોગથી બનાવવામાં આવી છે. આ સિવાય રેલ્વે સ્ટેશનો પર રેલવાયર સર્વિસ સેટ આઈડેન્ટિફાયર (RailWire Service Set Identifier) પસંદ કરીને પણ આ વાઈ-ફાઈનો ઉપયોગ કરી શકાય છે. PM-વાણી સેવા જૂન, 2022 ના અંત સુધીમાં તમામ 6,102 રેલ્વે સ્ટેશનો પર વિસ્તરણ કરવામાં આવશે. આ સુવિધા 10 જૂન સુધીમાં 1,000 રેલવે સ્ટેશનો પર અને 20 જૂન સુધીમાં 3,000 રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. જ્યારે આ સેવા 30 જૂન, 2022 સુધી તમામ 6,102 સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે.

    આ પણ વાંચો -Stamp duty: મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટીનો ચાર્જ કઈ રીતે ગણાય છે? કઈ બાબતોને ધ્યાનમાં લેવાય છે?

    સામાન્ય લોકોમાં બ્રોડબેન્ડના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, ટેલિકોમ વિભાગે PM-WANI યોજના શરૂ કરી છે. તેનો મુખ્ય હેતુ તમામ જાહેર સ્થળોએ વાઈ-ફાઈ સુવિધા આપવાનો છે. આ સ્કીમ દ્વારા દેશભરના નાગરિકો ઈન્ટરનેટથી કનેક્ટ થઈ શકશે. C-DOT એ તેનું માળખું ડિઝાઇન કરીને વિકસાવ્યું છે

    આ પણ વાંચો -Stock Market : ટ્રેડરોનો હોટફેવરિટ શેર 52 સપ્તાહના હાઈથી 50% તૂટ્યો : રોકાણ કરવું, જાળવી રાખવું કે બહાર નીકળી જવું?

    આ સેવાથી નાના દુકાનદારો પબ્લિક ડેટા ઓફિસની સ્થાપના કરી શકે છે અને દેશના છેડા સુધી તેમની સેવા પૂરી પાડી શકે છે. આનાથી તેમના માટે વેપાર અને વૃદ્ધિ કરવામાં સરળતા રહેશે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian railways, Mobile and Technology

    આગામી સમાચાર