Home /News /business /આ સરકારી કંપનીનો શેર હજુ ફક્ત રુ.70માં મળે છે, એક્સપર્ટે કહ્યું ખરીદાય એટલા ખરીદો
આ સરકારી કંપનીનો શેર હજુ ફક્ત રુ.70માં મળે છે, એક્સપર્ટે કહ્યું ખરીદાય એટલા ખરીદો
આ દિગ્ગજ સરકારી કંપનીના શેર મળી રહ્યા છે રૂ. 70માં, એક્સપર્ટ્સે કરી 100 ટકા તેજીની આગાહી
Rail Vikas Nigam Ltdના શેરમાં પાછલા એક વર્ષમાં રોકાણકારોને તગડી કમાણી થઈ છે. આ મિની રત્ન કંપનીના શેરે રોકાણકારોના રુપિયા લગભગ ડબલ કરી દીધા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ કંપનીના શેરમાં ભારે તેજી જોવા મળી શકે છે.
ગત વર્ષે સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરો (Rail Vikas Nigam Limited Stocks)એ બંપર રીટર્ન (Bumper Return) આપીને શેર ધારકોને માલામાલ કરી દીધા છે. RVNLનો શેર વર્ષ 2022ના મલ્ટીબેગર સ્ટોક્સ (Multibeggar Stock) પૈકી એક છે. છેલ્લા 6 મહિનામાં આ કંપનીના શેર્સ 125 ટકાથી વધ્યા છે. તો છેલ્લા એક વર્ષમાં આ મિની રત્ન પીએસયૂ કંપનીના શેરોએ રોકાણકારોને પૈસા લગભગ બમણા કરી દીધા છે અને લગભગ 95 ટકા રીટર્ન આપ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર RVNLના શેરો (RVNL Stock Prices)માં આવનાર સમયમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.
બ્રોકરેજ હાઉસ IIFL સિક્યોરિટીઝના રીપોર્ટ અનુસાર, RVNLના શેર વર્ષ 2023ના મલ્ટીબેગર સ્ટોક્સમાંથી એક સ્ટોક તરીકે ઊભરી શકે છે. IIFL સિક્યોરિટીઝનું કહેવું છે કે, આગામી એક વર્ષમાં RVNLના શેર 130 રૂપિયા સુધી પહોંચી શકે છે. સોમવારે RVNLના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રૂ. 68.55ના સ્તરે બંધ થયા હતા. આ સરકારી કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઇ લેવલ 84.15 રૂપિયા છે.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરોમાં મંથલી ચાર્ટ પર મજબૂત રેલી જોવા મળી છે. 40 રૂપિયાના લેવલ પર બ્રેકઆઉટ આપ્યા બાદ ગત મહિનામાં સરકારી કંપનીના શેર લગભગ 97 ટકા વધ્યા છે. એક વર્ષથી પણ વધુ સમયગાળાથી કંપનીના શેરોમાં સારું વોલ્યૂમ યથાવત છે, જેના પરથી સંકેત મળે છે કે કંપનીના શેરોમાં બુલ ટ્રેન્ડ યથાવત રહેશે.
રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરો માટે પોઝીશનલ ઇન્વેસ્ટર્સને સલાહ આપતા IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તા જણાવે છે કે કંપનીના શેરોમાં ઘટાડા પર ખરીદવાની સ્ટ્રેટેજી જાળવી રાખવી જોઇએ. કંપનીના શેરોને 40 રૂપિયાના સ્તર પર મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. આ શેરોએ ચાર્ટ પેટર્ન પર 58-60 રૂપિયાના સ્તર પર સારો બાયિંગ ઝોન બનાવ્યો છે અને વન ટાઇમ ઇન્વેસ્ટર્સે કરેક્શન માટે રાહ જોવી જોઇએ અને આપેલા લેવલ્સની નજીક 120-130 રૂપિયાના ટાર્ગેટ સાથે શેર્સમાં એન્ટ્રી કરવી જોઇએ. જેથી કોઇ પણ પ્રકારના રીસ્કથી પણ બચી શકાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર