Home /News /business /Rail Budget 2023: બદલાતી રેલવે હશે બજેટનો 'બાદશાહ', સુરક્ષા અને સુવિધા સાથે દોડવા લાગશે

Rail Budget 2023: બદલાતી રેલવે હશે બજેટનો 'બાદશાહ', સુરક્ષા અને સુવિધા સાથે દોડવા લાગશે

rail budget 2023

રેલ્વેને વિસ્તાર આપવા માટે સ્વાભાવિક છે કે, ઈન્ફ્રા પર વધારે ખર્ચ કરવો પડશે. ફ્રેટ કોરિડોર માટે વીજળીની વપરાશ પણ વધશે. કારણ કે લાંબા અંતરની માલગાડીને તેલ પર ચલાવવા માટે ખોટનો ધંધો થશે.

નવી દિલ્હી: મોદી સરકાર આજે જ્યારે પોતાના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરશે, તો તેનો ઉદ્દેશ્ય એક સાથે સમગ્ર દેશને સાધવાનો રહેશે. દેશના દરેક વર્ગ અને જિલ્લા સુધી પહોંચ ધરાવતી એક જ વસ્તું છે, તે છે ટ્રેન અને સરકાર આ વખતે બજેટમાં રેલવેમાં મોટુ મહત્વ આપવા જઈ રહી છે. રેલ્વે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તે સતત ઈમ્પ્રુવ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Budget 2023 LIVE: નાણા મંત્રાલય પહોંચ્યા નિર્મલા સીતારમણ, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સંસદ જશે

દેશમાં હવે ટ્રેનને મોડુ પડવા માટે ઉદાહરણ સ્વરુપ અપાતો દાખલો, જો કે હવે તેની સ્પિડ પર ભાર આપવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. પણ હજૂ પણ સરકારનું વધારે ફોકસ વંદેભારત ટ્રેન દેશના દરેક મુખ્ય રુટ પર પહોંચાડવાનો છે. આ ઉપરાંત રોડ માર્ગથી માલની અવરજવર થઈ રહી છે, તેને પણ ઘટાડવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેના માટે ફ્રેટ કોરિડોરનું કામ ઝડપથી થઈ રહ્યું છે. તેના માટે દેશના કેટલાય મુખ્ય રાજ્યોમાં માલગાડીઓ દોડાવવા માટે પાટા નાખવા પડશે.

હળવા વૈગન કોચ બનાવવા પર ભાર


રેલ્વેને વિસ્તાર આપવા માટે સ્વાભાવિક છે કે, ઈન્ફ્રા પર વધારે ખર્ચ કરવો પડશે. ફ્રેટ કોરિડોર માટે વીજળીની વપરાશ પણ વધશે. કારણ કે લાંબા અંતરની માલગાડીને તેલ પર ચલાવવા માટે ખોટનો ધંધો થશે. એટલે કે, રેલવે માટે વીજળીના ઈન્ફ્રાને પણ તૈયાર કરવું પડશે. એલ્યુમીનિયમના કોચ બનાવવા પર પણ વધારે ફોકસ થઈ શકે છે. કારણ કે તે લોખંડના કોચથી વધારે હળવા હોય છે અને વધારે વજન પણ સહન કરી શકે છે. ઈન્ફ્રા પર આ વખતે 20 ટકા સુધી પૈસા વધારવાની માગ કરી હતી.

બજેટના 20 ટકા રૂપિયા લઈ જશે


બજેટ એક્સપર્ટનું કહેવું છે કે, આ વખતે રેલ્વેને મોટી રકમ મળવાની આશા છે. અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, ઈન્ફ્રા પર વધારે ખર્ચ માટે બજેટનો 20 ટકા ભાગ એકલો રેલવેને આપવામા આવશે. ચાલૂ નાણાકીય વર્ષમાં બજેટમાં રેલવેને 1,40,367 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
First published:

Tags: Budget 2023, Indian railways