લૉકડાઉન પર રાજીવ બજાજે કહ્યું, તમે વાયરસ નહીં GDPનો કર્વ ફ્લેટ કરી દીધો

News18 Gujarati
Updated: June 4, 2020, 11:20 AM IST
લૉકડાઉન પર રાજીવ બજાજે કહ્યું, તમે વાયરસ નહીં GDPનો કર્વ ફ્લેટ કરી દીધો
રાહુલ ગાંધી સાથે વાત કરતાં રાજીવ બજાજે કહ્યું, લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું, પરંતુ સાચું બોલવાથી લોકો ડરે છે

રાહુલ ગાંધી સાથે વાત કરતાં રાજીવ બજાજે કહ્યું, લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું, પરંતુ સાચું બોલવાથી લોકો ડરે છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે 24 માર્ચથી લૉકડાઉન (Lockdown) લાગુ છે. લૉકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા (Indian Economy) પાટા પરથી ઉતરી ગઈ છે. કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશમાં લૉકડાઉનની સમીક્ષા કરવા માટે છેલ્લા થોડાક સમયમાં જાણીતા વિશેષજ્ઞો સાથે વાત કરી રહ્યા છે. આ કડીમાં આજે રાહુલ ગાંધીએ જાણીતા ઉદ્યોગપતિ રાજીવ બજાજ (Rajiv Bajaj) સાથે વાત કરી.

આ દરમિયાન રાજીવ બજાજે કહ્યું કે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને ઘેરો આઘાત પહોંચ્યો છે અને લોકોમાં તેને લઈને ઘણો ડર ઊભો થયો છે. બીજી તરફ, રાહુલ ગાંધીએ કહ્યું કે હવે જ્યારે સ્થિતિ બગડી ગઈ છે તો કેન્દ્રએ રાજ્યોને તેમના હાલ પર છોડી દીધા છે.

સંક્રમણના કર્વને ફ્લેટર કરવાને બદલે GDPનો કર્વ સમતલ કરી દીધો

રાજીવ બજાજે વાતચીતમાં જણાવ્યું કે, આપણા દેશમાં એક આકરા લૉકડાઉન લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નબળું પડી ગયું. આપણે બંને વિકલ્પોના ખરાબ પરિણામોની વચ્ચે ફસાઈ ગયા. એક તરફ નબળું લૉકડાઉન એ કહે છે કે વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને તેમ હજુ સમસ્યાનો ઉકેલ નથી શોધ્યો. પરંતુ તમે ચોક્કસપણે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી. તમે સંક્રમણના કર્વને ફ્લેટર કરવાને બદલે GDPનો કર્વ સમતલ કરી દીધો. રાહુલ ગાંધી સાથે વાત કરતાં રાજીવ બજાજે કહ્યું, લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું, પરંતુ સાચું બોલવાથી લોકો ડરે છે.

આ પણ વાંચો, 1 મીટરનું અંતર રાખતાં કોરોના સંક્રમણનો ખતરો 82% ઓછો, 16 દેશમાં 172 રિસર્ચનું તારણ

રાજીવ બજાજ સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રવાસી શ્રમિકો એન ગરીબો માટે લૉકડાઉન ખૂબ જ ભયાનક રહ્યું. આ દરમિયા ન રાજીવ બજાજે કહ્યું કે દુનિયાના અનેક દેશોમાં મારા સગા-વહાલા અને દોસ્ત છે અને ત્યાં પણ લૉકડાઉન થયું પરંતુ આવું ક્યાંય નહોતું. તેઓ બહાર ફરવા જઈ શકતા હતા. સામાજિક અને ભાવનાત્મક મામલે તેઓ વધુ સારી સ્થિતિમાં છે.રાજીવ બજાજે કહ્યું કે, મેં એક સામાન્ય નાગરિક તરીકે જોયું કે આપણી સામે ચાર વિકલ્પ હતા. પહેલું કે એક હાર્ડ લૉકડાઉન હોય અને મારી જાણકારીમાં આવું ક્યાંય નથી થયું. બીજા તરફ હું કહીશ કે હંમેશાની જેમ વેપાર ચાલવા દો, જે થશે તે થશે. આવું કોઈ નથી કહેતું. દરેક લોકો વચ્ચેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારું માનવું છે કે ભારતે માત્ર પશ્ચિમના દેશો તરફ જોયું, પરંતુ તેમનાથી પણ આપણે આગળ નીકળી ગયા.

આ પણ વાંચો, ટ્રમ્પના પ્લેનને ટક્કર આપશે PM મોદીનું નવું બોઇંગ-777, જાણો શું છે ખૂબીઓ

POLL

First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading