નોબેલ વિજેતા યૂનુસે રાહુલને કહ્યું, ગરીબોની મદદ કરી અર્થવ્યવસ્થાને બેઠી કરી શકાશે

નોબેલ વિજેતા યૂનુસે રાહુલને કહ્યું, ગરીબોની મદદ કરી અર્થવ્યવસ્થાને બેઠી કરી શકાશે
મુહમ્મદ યૂનુસે પૂછ્યું કે આપણે ગામમાં જ ઇકોનોમી ઊભી કેમ નથી કરતા?

મુહમ્મદ યૂનુસે પૂછ્યું કે આપણે ગામમાં જ ઇકોનોમી ઊભી કેમ નથી કરતા?

 • Share this:
  નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) સંકટના કારણે ધીમી પડેલી અર્થવ્યવસ્થાને ગતિ અને ભારત પર તેની અસરને લઈ વાતચીતની શ્રૃંખલામાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શુક્રવારે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસ (Mohammad Yunus) સાથે વાત કરી. નોંધનીય છે કે, યૂનુસ બાંગ્લાદેશ ગ્રામીણ બેન્ક (Bagladesh Rural Bank)ના સંસ્થાપક અને જાણીતા અર્થશાસ્ત્રી છે.

  શુક્રવારે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલે યૂનુસને કોરોનાએ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર અસર સહિત અનેક અન્ય સવાલ કર્યા. રાહુલે કહ્યું કે, તમે ગરીબોની ઇકોનોમી સમજો છો. કોરોના સંકટથી તેને કેટલું નુકસાન પહોંચ્યું છે. તેના જવાબમાં યૂનુસે કહ્યું કે, હું પહેલાથી જ કહી રહ્યો છું કે કોરોના સંકટે સમાજના કુરિવાજોને સપાટી પર લાવી દીધા છે. ગરીબ, પ્રવાસી શ્રમિક આપણા સમાજનો હિસ્સો છે અને કોરોના સંકટે તમામને સામે લાવી દીધા. તેમણે અનૌપચારિક ક્ષેત્રના હિસ્સો માનવામાં આવતો હતો જે આપણી અર્થવ્યવસ્થાનો હિસ્સો નથી. જો આપણે તેમની મદદ કરીએ તો તેમની સાથે અર્થવ્યવસ્થાને પણ આગળ લાવી શકીએ છીએ, પરંતુ આપણે એવું નથી કરી રહ્યા. જો મહિલાઓના સંદર્ભમાં વાત કરીએ તો તેમને સમાજમાં નિમ્ન માનવામાં આવે છે. ઇકોનોમિક સેક્ટરમાં તેમને કોઈ મહત્ત્વ નથી આપતું પરંતુ મહિલાઓએ પોતાને સાબિત કરી છે.
  આ પણ વાંચો, ચિંતા! કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, 8 લાખ લોકો પર સંકટ

  નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં લોકો લૉકડાઉનની અસર અને બાદમાં તેનાથી થનારા પરિણામોને લઇ રાહુલ ગાંધી દુનિયાભરના દિગ્ગજો સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે કૉંગ્રેસ નેતા પ્રવાસી શ્રમિકોને પોતાના ગૃહ રાજ્યમાં પરત ફરવા અન ગ્રામ્ય વિસ્તારોમાં એક આર્થિક ક્રાંતિને પ્રોત્સાહન આપવાને લઈ ઉદ્યોગોની ભૂમિકા પર ચર્ચા કરી.

  આ પણ વાંચો, ઘરમાં રાખેલા સોનાની આપવી પડશે જાણકારી! મોદી સરકાર લાવી રહી છે નવી સ્કીમ

  યૂનુસે પૂછ્યું, આપણે ગામમાં જ ઇકોનોમી ઊભી કેમ નથી કરતા?

  આ દરમિયાન રાહુલે કહ્યું કે, ભારત-બાંગ્લાદેશ જેવા દેશો માટે મુશ્કેલ એ છે કે નાના વેપાર જ ભવિષ્ય છે પરંતુ સિસ્ટમ નથી જોવા મળતી. તેની પર યૂનુસે કહ્યું કે આર્થિક મામલામાં આપણે પશ્ચિમી દેશોની જેમ ચાલીએ છીએ. તેથી ગરીબ અને નાના વેપારીઓને પર ધ્યાન નથી આપવામાં આવતું. તેમની પાસે ઘણી ઉર્જા છે પરંતુ સરકારો તેમને ઇકોનોમીનો હિસ્સો જ નથી માનતા. પશ્ચિમી દેશોમાં ગામના લોકોને નોકરી માટે શહેર મોકલવામાં આવે છે. આવું જ ભારતમાં થઈ રહ્યું છે. આપણે એક ગામમાં જ ઇકોનોમીને કેમ ઊભી ન કરી શકીએ?
  Published by:Mrunal Bhojak
  First published:July 31, 2020, 11:11 am

  ટૉપ ન્યૂઝ