Home /News /business /ગેરેજ શેડમાં તૈયાર થયેલા પ્રથમ સ્કૂટરથી લઈને હમારા બજાજ સુધીની સફર, જાણો Rahul Bajaj ના જીવન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા

ગેરેજ શેડમાં તૈયાર થયેલા પ્રથમ સ્કૂટરથી લઈને હમારા બજાજ સુધીની સફર, જાણો Rahul Bajaj ના જીવન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા

કોલકાતામાં મારવાડી વેપારી કમલનયન બજાજના ઘરે 10 જૂન 1938ના રોજ જન્મેલા રાહુલ બજાજના નિધનથી વેપાર જગતથી લઈને સમાજના વિવિધ વર્ગોમાં હાલ શોકની લહેર પ્રસરી ગઈ છે

Rahul Bajaj News - ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક ગણાતા રાહુલ બજાજ (Rahul Bajaj)નું પૂણે ખાતે નિધન (Rahul Bajaj Passes Away)થયું છે. તેઓ 83 વર્ષના હતા

Rahul Bajaj News: ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક ગણાતા રાહુલ બજાજ (Rahul Bajaj)નું આજે પૂણે ખાતે નિધન (Rahul Bajaj Passes Away)થયું છે. તેઓ 83 વર્ષના હતા અને લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેઓ ચેતક સ્કૂટર બનાવનાર બજાજ ગ્રુપના (Bajaj group)ચેરમેન પણ હતા, જે એક સમયે ભારતનું હ્યદય હતું. રાહુલ બજાજને 2001માં ભારત સરકાર દ્વારા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1938માં જન્મેલા રાહુલ રાજ્યસભાના સદસ્ય અને દેશની અગ્રણી ટુ-વ્હીલર કંપની બજાજ ઓટોના ચેરમેન રહી ચૂક્યા છે. રાહુલ બજાજને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નાઈટ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લીજન ઓફ ઓનર'થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

કોલકાતામાં મારવાડી વેપારી કમલનયન બજાજના ઘરે 10 જૂન 1938ના રોજ જન્મેલા રાહુલ બજાજના નિધનથી વેપાર જગતથી લઈને સમાજના વિવિધ વર્ગોમાં હાલ શોકની લહેર પ્રસરી ગઈ છે. રાહુલ બજાજે 1960ના દાયકામાં બજાજ ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું અને 2005માં ચેરમેન પદ છોડી દીધું હતું. તેમના પછી તેમના પુત્ર રાજીવ બજાજે આ જવાબદારી સંભાળી. બજાજ ગ્રૂપને પાંચ દાયકામાં તેની ઊંચાઈઓ પર લઈ જવામાં રાહુલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

રાહુલ બજાજે 1958માં દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી પણ મેળવી. આ સાથે જ તેમણે યુએસએની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે.

આ પણ વાંચો - Rahul Bajaj Passes Away: ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન, લાંબા સમયથી કેન્સરથી હતા પીડિત

રાજનીતિના વર્તુળોમાં પણ હતી સારી ઓળખાણ

રાહુલ બજાજ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ સારી ઓળખ ધરાવતા હતા. રાહુલના પિતા કમલનયન બજાજ અને ઈન્દિરા ગાંધીએ થોડો સમય એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો. તેથી ગાંધી પરિવારના બજાજ પરિવાર સાથે સંબંધો સારા હતા.

જ્યારે સંભાળી બજાજ ગ્રુપની કમાન

રાહુલ બજાજે 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોએ સફળતાના ઘણા રેકોર્ડ બનાવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન કંપનીનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચી ગયું હતું અને ટૂંક સમયમાં બજાજ ઓટો સ્કૂટર વેચનારી દેશની સૌથી મોટી કંપની બની ગઈ હતી.

હમારા બજાજની કહાની છે ખૂબ જ રસપ્રદ

બજાજ ઓટોની શરૂઆતથી જ સફળતાની વાર્તા પણ ઘણી જ રસપ્રદ રહી. બજાજ ઓટો 1960માં અસ્તિત્વમાં આવી હતી. અગાઉ આ કંપની બચ્છરાજ ટ્રેડિંગ કોર્પોરેશન નામે ઓળખાતી હતી. જમનાલાલ બજાજ તેમના યુગના ખૂબ જ સ્થાપિત ઉદ્યોગપતિ હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો. 1926માં તેમણે વેપાર કરવા માટે એક પેઢી, બછરાજ એન્ડ કંપનીની સ્થાપના કરી હતી. તેમના મૃત્યુ પછી તેમના જમાઈ રામેશ્વર નેવટિયા અને બે પુત્રો કમલનયન અને રામકૃષ્ણ બજાજે બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનની સ્થાપના કરી.

આ પણ વાંચો - ઇન્વેન્ટરના કારનામા પર ખુશ થયા Anand Mahindra, માત્ર 20 મિનિટમાં સાઇકલને બનાવી નાખે છે ‘મોટરસાઇકલ’

1948માં આઝાદીના એક વર્ષ પછી બછરાજ ટ્રેડિંગે વિદેશમાંથી કોમ્પોનેન્ટની આયાત કરીને ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્ચ કર્યા હતા. એવું કહેવાય છે કે પ્રથમ બજાજ વેસ્પા સ્કૂટર ગુડગાંવના એક ગેરેજ શેડમાં બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશને પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. અહીં બજાજ પરિવારે ફિરોદિયાઝ સાથે ભાગીદારીમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર બનાવવા માટે અલગ-અલગ પ્લાન્ટ લગાવ્યા. ત્યારબાદ અસ્તિત્વમાં આવ્યું બજાજ ઓટો. થોડા સમય પછી વિવાદને કારણે ફિરોદિયાઝ અને રાહુલ બજાજે અલગ થવાનો નિર્ણય કર્યો. કાનૂની લડાઈ પછી ફિરોદિયાઝને બજાજ ટેમ્પો મળ્યો અને રાહુલ બજાજ બજાજ ઓટોના પ્રમુખ બન્યા.

મહિનાઓ નહીં પણ વર્ષોની થતી હતી બુકિંગ

આ ઘટના કદાચ 1985-86ની જ હશે. માસીના દીકરાએ બરેલીમાં બજાજ સ્કૂટર બુક કરાવ્યું હતું. જે બાદ તે ગાઝિયાબાદ શિફ્ટ થઈ ગયો અને જ્યારે તેના સ્કૂટરનો નંબર આવ્યો તો તે સ્કૂટર લેવા માટે તે બરેલી ગયો. એટલું જ નહી તેણે બરેલીથી ગાઝિયાબાદ સુધી સ્કૂટર દ્વારા મુસાફરી કરી હતી. મને યાદ છે કે જ્યારે તેઓ હાપુડમાં અમારી સાથે રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે આ સ્કૂટરનું બુકિંગ ઘણા સમય પહેલા થઈ ગયું હતું.

એવું પણ કહેવાય છે કે લોકો તેમની બુકિંગ સ્લિપ વેચીને જ કમાણી કરતા હતા. કારણ કે સ્કૂટર એટલું ડિમાન્ડમાં હતું કે તેની ડિલિવરીમાં ઘણા વર્ષો લાગી જતા હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Bajaj, Business, Rahul Bajaj

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन