રઘુરામ રાજને કહ્યું, ઉર્જિત પટેલના રાજીનામાનું કારણ જાણવું જરૂરી છે

રઘુરામ રાજન (ફાઈલ ફોટો)

મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, ડો. ઉર્જિત પટેલ પોતાના કામમાં ખુબ પ્રોફેશનલ હતા. તેમણે પોતાની પાછળ એક મહાન વિરાસત છોડી છે. અમને તેમની ખોટ જરૂર અનુભવાશે.

 • Share this:
  આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધુ છે. રાજીનામા પાછળ તેમણે પોતાના પર્સનલ કારણને જવાબદાર બતાવ્યું છે. પરંતુ તેમના રાજીનામાને લઈ નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે, આરબીઆઈ અને સરકાર વચ્ચે ઘણા લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. એવામાં તેમના રાજીનામાને વિરોધ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઉર્જિત પટેલે કેમ પદ છોડ્યું તેનું કારણ શોધવાની જરૂર છે.

  ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું કે, તેમના દ્વારા રાજીનામું આપવું અર્થવ્યવસ્થા, સરકાર અને આરબીઆઈ માટે સારૂ નથી. મારી સલાહ છે કે, પીએમ મોદીએ તેમને બોલાવીને પૂછવું જોઈએ. તેમણે નવી સરકાર બને ત્યાં સુધી આ પદ પર રહેવું જોઈએ.

  પીએમ મોદીએ કહ્યું કે, આરબીઆઈમાં ઉર્જિત પટેલની અછત પડશે. ઉર્જિત પટેલે નાણાકિય સ્થિરતા ટકાવી રાખી છે. પટેલે બેન્કોની અરાજકતાને અનુશાસનમાં બદલી છે.

  મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, ડો. ઉર્જિત પટેલ પોતાના કામમાં ખુબ પ્રોફેશનલ હતા. તે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયામાં લગભગ 6 વર્ષથી ઉપ ગવર્નર તરીકે રહ્યા છે. તેમણે પોતાની પાછળ એક મહાન વિરાસત છોડી છે. તેમની ખોટ જરૂર અનુભવાશે.

  પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનું કહેવું છે કે, ઉર્જિત પટેલના રાજીનામાથી દુખી નથી પણ હેરાન છું. પટેલે રાજીનામું તો 19 ડિસેમ્બરે જ આપવું જોઈતું હતું. અગામી બેઠક પહેલા રાજીનામું આપ્યું તે સારૂ છે.

  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉર્જિત પટેલના રાજીનામાને લઈ તમામ વિપક્ષ પાર્ટી રાષ્ટ્રપતિને મળશે. આ મુદ્દે વિપક્ષ પાર્ટીઓ વાતચીત કરી નિર્ણય લેશે.
  Published by:kiran mehta
  First published: