રઘુરામ રાજને કહ્યું - મોટા રિફોર્મ્સ માટે સરકારમાં દમ, ઉઠાવવા પડશે જરુરી પગલાં

News18 Gujarati
Updated: October 31, 2019, 7:45 PM IST
રઘુરામ રાજને કહ્યું - મોટા રિફોર્મ્સ માટે સરકારમાં દમ, ઉઠાવવા પડશે જરુરી પગલાં
પૂર્વ ગર્વનર રઘુરામ રાજન

રાજને કહ્યું - ભારતને આના કરતા પણ વધારે ગ્રોથની જરુર છે પણ આ નાના-નાના પગલાંથી આવશે નહીં

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બૅન્કના (Reserve Bank of India)પૂર્વ ગર્વનર રઘુરામ રાજને (Raghuram Rajan)ફેડ રિઝર્વ (Fed Reserve) દ્વારા આગામી બેઠકમાં નીતિગત વ્યાજદરોને સ્થિર રાખવાના સંકેતને યોગ્ય ગણાવ્યું છે. ગુરુવારે CNBC TV18 સાથે વાતચીતમાં રઘુરામ રાજને કહ્યું હતું કે આર્થિક ગ્રોથ માટે ભારતમાં નવા જેનરેશનના રિફોર્મ્સની જરુર છે. ભારત વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે દેશમાં આર્થિક સુસ્તી જોવા મળી છે.

રાજને કહ્યું હતું કે ભારતને આના કરતા પણ વધારે ગ્રોથની જરુર છે. પણ આ નાના-નાના પગલાંથી આવશે નહીં. આ માટે જેનરેશન રિફોર્મ્સની જરુર છે. સારી વાત છે કે સરકારમાં રાજનીતિક ક્ષમતા છે અને આ પ્રકારના રિફોર્મ્સ લાવવાની તાકાત છે. જોકે ખરાબ વાત એ છે કે સરકારે હજુ સુધી એવું કોઈ પગલું ભર્યું નથી.

આ પણ વાંચો - 1 નવેમ્બરથી બૅન્કમાં બદલાઇ જશે આ નિયમ

તેમણે આગળ કહ્યું હતું કે રાજનીતિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સરકારે સિસ્ટમમાં સફાઇ શરુ કરી હતી, જે અત્યાર સુધી ચાલી રહી છે તેને ઝડપથી પુરી કરવાની જરુર છે. રિકૈપિટલાઇઝેશન થયું છે પણ હવે ગૈર બેન્કિંગ વિત્તીય સંકટમાં પણ તેની જરુર છે. જો તમારે ઝડપી ગ્રોથ જોતો હોય તો વિત્તીય સિસ્ટમને ઠીક કરવી પડશે.

બુધવારે અમેરિકી ફેડરલ રિઝર્વે આ વર્ષે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જેથી અમેરિકી અર્થવ્યવસ્થામાં ઝડપ લાવી શકાય. ગ્લોબલ ટ્રેડ વોરની માર ઝેલી રહેલા અમેરિકાને લઈને ફેડે આગામી બેઠકમાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સંકેત આપ્યો છે. આ મુદ્દે રાજને કહ્યું હતું કે હવે લાગે છે કે તેણે મંદીથી બચવા માટે પુરતા પગલા ઉઠાવી લીધા છે. તે હવે સ્થિતિ પારખી રહ્યા છે. આવા સમયે વર્તમાન સમયમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવો શાનદાર રહેશે.
First published: October 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading