Home /News /business /બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બની શકે છે આરબીઆઈના પૂર્વ પ્રમુખ રઘુરામ રાજન

બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બની શકે છે આરબીઆઈના પૂર્વ પ્રમુખ રઘુરામ રાજન

    રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના રિઝ્યુમમાં એક મોટી ઉપલબ્ધી જોડાઈ શકે છે. તે બ્રિટનની સેંટ્રલ બેંક - બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રમુખ બની શકે છે. આવું બન્યા બાદ બીઓઈના વર્તમાન ગવર્નર માર્ક કાનીની જગ્યા લઈ શકે છે. ફાયનાન્સિયલ ટાઈમમાં છપાયેલ એક લરિપોર્ટમાં બ્રિટનના નાણામંત્રી ફિલિપ હેમંડના હવાલે કહેવામાં આવ્યું છે કે, કાર્નીના ઉત્તરાધિકારીની તપાસ ચાલુ છે, અને સંભવીત ઉમેદવારો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ લિસ્ટમાં રાજનનું નામ પ્રમુખતાથી લેવામાં આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, આ ટોપ કક્ષાની જોબ માટે તૈયાર લીસ્ટમાં 6 લોકો છે, જેમાં રઘુરામ રાજન પણ શામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ સાથે જ સેંટ્રલ બેંકના પ્રમુખના રૂપમાં રાજનનો રેકોર્ડ અને અનુભવ છે. આરબીઆઈના ગવર્નરના રૂપમાં તેમના નામે ઘણી ઉપલબ્ધીઓ છે.

    જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજને બેંક ઓફ ઈંગ્લેન્ડની આ ટોપ કક્ષાની જોબ માટે પોતાની તરફથી કોઈ સંકેત નથી આપ્યા. એવામાં હજુ સુધી એ નક્કી નથી કે, જો આ જોબ રાજનને આપવામાં આવે તો, તે તેને સ્વીકારશે કે નહીં.

    ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ પ્રમુખ તરીકે રાજનનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો. આમ તો તેમણે પોતાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ પદ છોડ્યું હતું, પરંતુ સરકાર સાથે તેમના મતભેદના સમાચાર વારંવાર મીડિયામાં આવતા હતા. એટલું જ નહીં તેમણે નોટબંધીની પણ જબરદસ્ત ખુલ્લેઆમ નીંદા કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Race, રઘુરામ રાજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन