Home /News /business /Rakesh Jhunjhunwala: રાધાકિશન દામાણી સંભાળશે રાકેશ ઝુનઝુનવાલાનું ટ્રસ્ટ

Rakesh Jhunjhunwala: રાધાકિશન દામાણી સંભાળશે રાકેશ ઝુનઝુનવાલાનું ટ્રસ્ટ

ઝુનઝુનવાલાએ જાહેર રૂપે કરેલ લિસ્ટેડ રોકાણમાં ટ્રસ્ટી રાધાકિશન દામાણીનો ફાઈનલ નિર્ણય લઈ શકશે.

લિજેન્ડરી સ્ટોક માર્કેટ ટ્રેડરમાંથી આંત્રપ્રિન્યોર બનેલ રાધાકિશ દામાણી પોતાની રિટેઈલ કંપની એવન્યૂ સુપરમાર્ટ સાથે લીગમાં શામેલ થઈ ગયા છે, જે D માર્ટ ચલાવી રહ્યા છે.

    વિશ્વાસપાત્ર મિત્ર, ગુરુ અને આંત્રપ્રિન્યોર રાધાકિશન દામાણીને રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિના મુખ્ય ટ્રસ્ટી માનવામાં આવે છે. અન્ય બે ટ્રસ્ટીઓમાં કલ્પરાજ ધર્મશી અને અમલ પરીખ શામેલ છે, જેઓ રાકેશ ઝુનઝુનવાલાના વિશ્વાસપાત્ર વ્યક્તિ છે.

    વિશ્વાસપાત્ર લેફ્ટનન્ટ ઉત્પલ શેઠ અને અમિત ગોયલ ઝુનઝુનવાલાની ફર્મ રેર એન્ટરપ્રાઈઝ મેનેજ કરશે. ઉત્પલ શેઠ ઝુનઝુનવાલાની મદદ કરી રહ્યા હતા અને છેલ્લા કેટલાક વર્ષથી પ્રાઈવેટ ઈક્વિટી રોકાણ પર ધ્યાન આપી રહ્યા હતા. ટ્રેડીંગમાં અમિત ગોયલ રાકેશ ઝુનઝુનવાલાની વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા અને સ્વતંત્રરૂપે ફર્મ માટે ટ્રેડિંગ બુક મેનેજ કરી રહ્યા હતા.

    14 ઓગસ્ટના રોજ રાકેશ ઝુનઝુનવાલાનું મૃત્યુ થઈ ગયું અને તેઓ પોતાની સંપત્તિ પાછળ છોડી ગયા છે. લિસ્ટેડ અને અનલિસ્ટેડ ફર્મમાં રોકાણ સહિત તમામ સંપત્તિ મુખ્યરૂપે તેમણે પોતાના સંતાન અને પત્નીને નામે કરી છે. સાગર એસોસિએટ્સના પૂર્વ મેનેજિંગ પાર્ટનર બર્જિસ દેસાઈએ આ વસિયતનામું તૈયાર કર્યું હતું.

    આ પણ વાંચો- જોર્ડનના ક્રાઉન્સ પ્રિન્સનું દિલ ચોરનાર સુંદર મહિલા કોણ છે? અમેરિકામાં કર્યો છે અભ્યાસ

    રાકેશ ઝુનઝુનવાલાના અંગત લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, છેલ્લા 8 મહિનાથી તેઓ બિમાર હતા, આ કારણોસર તેમણે સાવધાનીપૂર્વક યોજના બનાવી હતી. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા એક બિઝનેસ પરિવારમાંથી આવે છે અને નાણાંકીય બાબતોને સારી રીતે સમજે છે. ત્યારે હવે રેખા ઝુનઝુનવાલા અને તેમના ભાઈ ફર્મ મેનેજ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    ઝુનઝુનવાલા ઘણા સમયથી સ્ટોક માર્કેટમાં એક્ટીવ નહોતા અને ટ્રેડિંગ બુકમાં તેમની કોઈ ખાસ અપડેટ જોવા મળી નથી.

    ફોર્બ્સ અનુસાર ઝુનઝુનવાલા પાસે 5.8 બિલિયનની સંપત્તિ હતી. આ કારણોસર તેઓ ભારતના 48માં નંબરના સૌથી અમીર વ્યક્તિ હતા. હાલની કિંમત અનુસાર લિસ્ટેડ હોલ્ડિંગનું મૂલ્ય રૂ. 30,000 કરોડ છે.

    સૂત્રો અનુસાર ઝુનઝુનવાલાએ જાહેર રૂપે કરેલ લિસ્ટેડ રોકાણમાં ટ્રસ્ટી રાધાકિશન દામાણીનો ફાઈનલ નિર્ણય લઈ શકશે.

    આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    ઝુનઝુનવાલાએ ટાઈટન (રૂ. 10,946 કરોડ), સ્ટાર હેલ્થ (7,056 કરોડ), મેટો બ્રાન્ડ્સ (રૂ. 3,166 કરોડ), ટાટા મોટર્સ (રૂ. 1,707 કરોડ) અને ક્રિસિલ (રૂ. 1,308 કરોડ)માં રોકાણ કર્યું છે. ઝુનઝુનવાલાએ અકાસા એરલાઈનની મૂડીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે વિનય દુબે અને આદિત્ય ઘોષ સાથે આ એરલાઈન કંપનીની સ્થાપના કરી હતી.

    લિજેન્ડરી સ્ટોક માર્કેટ ટ્રેડરમાંથી આંત્રપ્રિન્યોર બનેલ રાધાકિશ દામાણી પોતાની રિટેઈલ કંપની એવન્યૂ સુપરમાર્ટ સાથે લીગમાં શામેલ થઈ ગયા છે, જે D માર્ટ ચલાવી રહ્યા છે. આ એવન્યૂમાં તેમના હોલ્ડિંગ સહિત જૂન 2022માં તેમની કુલ સંપત્તિ રૂ. 1,80,000 કરોડથી વધુ હતી.

    ભારતના ઈક્વિટી માર્કેટમાં ઝુનઝુનવાલાએ સેન્સેશનલ સફળતા મેળવી છે. વર્ષ 1986માં તેમણે રૂ. 5,000નું રોકાણ કર્યું હતું, જે હવે વર્ષ 2022માં 5 અરબ ડોલરથી વધુ થઈ ગયું છે.
    First published:

    Tags: Business news, Rakesh jhunjhunwala, રાકેશ ઝુનઝુનવાલા

    विज्ञापन
    विज्ञापन