Home /News /business /Radhakishan Damaniના આ શેરમાં એક વર્ષમાં રુપિયા ડબલ, શું હજુ પણ કમાણીની તક છે?
Radhakishan Damaniના આ શેરમાં એક વર્ષમાં રુપિયા ડબલ, શું હજુ પણ કમાણીની તક છે?
ઝુનઝુનવાલાના ગુરુ કહેવાતા રાધાકિશન દામાણીના આ શેરમાં એક જ વર્ષમાં રુપિયા ડબલ થયા.
Multibagger Stock: શેરમાર્કેટમાં બિગબુલ ઝુનઝુનવાલાના ગુરુ કહેવાતા રાધાકિશન દામાણીના રોકાણવાળા શેરમાં રોકાણકારોના રુપિયા એક વર્ષમાં ડબલ થઈ ગયા છે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની આ કંપની Astra Microwave Products નો શેર મંગળવારે માર્કેટમાં ભારે ઘટાડા વચ્ચે પણ ઇન્ટ્રાડેમાં 6 ટકા મજબૂતી સાથે 321 રુપિયા પર પહોંચી ગયો હતો. જે તેનો ઓલ ટાઈમ હાઈ ભાવ છે.
મુંબઈઃ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની કંપની એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડક્ટ્સ લિ. (Astra Microwave Products) નો શેર મંગળવારે 23 ઓગસ્ટના રોજ શેરબજારમાં ભારે ઉતારચઢાવ વચ્ચે પણ ઇન્ટ્રાડે સેશનમાં 6 ટકાની મજબૂતી સાથે 321 રુપિયાના સ્તરે પહોંચ્યો હતો, જે તેનો ઓલટાઈમ હાઈ છે. જોકે આ તેજી કેટલોક સમય જ રહી હતી અને પછી શેર 4.40 ટકાના વધારા સાથે 315.35 રુપિયા પર બંધ થયો હતો. આ શેરમાં રોકાણકારોના રુપિયા એક વર્ષમાં ડબલ થઈ ગયા છે ત્યારે હવે આગામી સમયમાં આ શેરમાં કમાણીના કેટલા ચાન્સ છે આવો સમજીએ.
દેશના દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીના પોર્ટફોલિયોનો આ શેર પાછલા એક વર્ષમાં લગભગ બે ગણો થઈ ગયો છે. તેમાં પણ પાછલા બે મહિનામાં આ શેરમાં 66 ટકાનું તગડું રિટર્ન જોવા મળ્યું છે. જ્યારે એસ એન્ડ પી સેન્સેક્સ (S&P BSE sensex) આ સમયગાળામાં ફક્ત 2.6 ટકા જેટલો જ વધ્યો છે. એક વર્ષમાં શેરમાં 111 ટકાની મજબૂતી જોવા મળી છે, જ્યારે આ સમયગાળામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 5.7 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ સ્મોલકેપ સ્ટોક ફેબ્રુઆરી 2022માં લગભગ 175 રુપિયાના નીચલા સ્તરે સ્પર્શીને શાનદાર તેજીમાં જોવા મળી રહ્યો છે. 2600 કરોડ રુપિયાના માર્કેટ કેપવાળા આ સ્ટોકમાં આ પહેલા 19 ઓગસ્ટ 2022 ના 313 રુપિયાનો હાઈ બનાવ્યો હતો. માર્કટના જાણીતા એનાલિસ્ટો મુજબ આ શેર 5, 10, 30, 50, 100 અને 200 દિવસના મુખ્ય શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેજીના ખેલાડીઓ માટે એક સારા સંકેત છે.
Astra Microwave Products નો જૂન 2022ના ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિ આધારે પ્રોફિટ 33.44 ટકા ઘટીને 8.10 કરોડ રુપિયા થઈ યો છે. જોકે વેચાણ 25.83 ટકા વધીને 162.08 કરોડ રુપિયાના સ્તરે પહોંચી ગયું છે.
HDFC સિક્યોરિટીઝ દ્વારા રોકાણકારોને આ સ્મોલકેપ કંપનીના શેરમાં 'બાય' રેટિંગ આપવામાં આવ્યું છે. પાછલા સપ્તાહમાં કેટલાક કારોબારી સેશનમાં ઘટાડા બાદ આ શેરને હાઈવોલ્યુમ સાથે બ્રેકઆઉટ મળ્યું છે. સ્ટોકે ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ પાર કરી લીધો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે ડૈલી અને વીકલી આધાર પર શેર બુલિશ પેટર્ન બનાવી ચૂક્યું છે. આ ઉપરાંત RSI અને MACD જેવા ફેક્ટર્સ બુલિશ હોવાના સંકેત આપી રહ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર