Home /News /business /Radhakishan Damani Portfolio: રાધાકિશન દામાણીએ ચેન્નાઈની આ બે કંપનીમાં લાંબા સમય માટે કર્યું રોકાણ! શું તમારી પાસે આ કંપનીઓના શેર છે?
Radhakishan Damani Portfolio: રાધાકિશન દામાણીએ ચેન્નાઈની આ બે કંપનીમાં લાંબા સમય માટે કર્યું રોકાણ! શું તમારી પાસે આ કંપનીઓના શેર છે?
રાધાકિશન દામાણી
Radhakishan Damani Portfolio: 31 ડિસેમ્બરના આંકડા પ્રમાણે દામાણી બંધુઓ પાસે SFLના 26,30,434 શેર હતા. તેમણે આ શેર બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી ખરીદ્યા હતા, જે તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની છે.
મુંબઈ: એવું લાગી રહ્યું છે કે અબજોપતિ રોકાણકાર રાધાકિશન દામાણી (Radhakishan Damani)એ ચેન્નાઈના બે કોર્પોરેટ ઘરાનામાં લાંબા સમય માટે પૈસા લગાવ્યા છે. રાધાકિશન દામાણીએ એન શ્રીનિવાસનની આગેવાની વાળી ધ ઇન્ડિયા સીમેન્ટ્સ લિમિટેડ (ICL)માં પોતાનો હિસ્સો વધાર્યો છે. સાથે જ દેશના ખૂબ જ પ્રતિષ્ઠિત નૉન-બેન્કિંગ કંપનીઓમાંની એક એવી સુંદરમ ફાઇનાન્સ લિમિટેડ (SFL)માં પૈસા લગાવ્યા છે.
આ ઉપરાંત તેમની પાસે સુંદરમ ફાઇનાન્સ હૉલ્ડિંગ્સ લિમિટેડ (SF હોલ્ડિંગ્સ)માં ઇક્વિટી ભાગીદારી છે, જે ટીએસ સંથાનમ વિંગ વાળી TVS ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. ઉલ્લેખનીય છે કે ટીવીએસ ગ્રુપના ચલાવનારા ચાર પરિવાર હાલમાં જ કાયદાકીય રીતે અલગ થઈ ગયા છે. તમામ લોકોએ પોતાના અલગ અલગ રસ્તા પસંદ કર્યા છે.
ICLમાં દામાણીની ભાગીદારી
31 ડિસેમ્બર સુધીના આંકડા પ્રમાણે દામાણી બંધુઓ- રાધાકિશન દામાણી, શિવકિશન દામાણી અને ગોપીકિશન દામાણી પાસે ઈન્ડિયા સીમેન્ટ્સમાં કુલ 31 ટકા ભાગીદારી અથવા 6,54,98,190 શેર છે.
દામાણી બંધુઓએ ચૂપચાપ પોતાની ભાગીદારી વધારી છે. જોકે, દક્ષિણ ભારતની અગ્રણી સીમેન્ટ કંપની તેમના રોકાણને ખૂબ જ સકારાત્મક રીતે જોઈ રહી છે. ધ ઇન્ડિયા સીમેન્ટ્સમાં પોતાની ભાગીદારીના આધારે દામણી બંધુઓને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં પણ અમુક ભાગીદારી મળી હશે, જેને ધ ઇન્ડિયા સીમેન્ટ્સે તાજેતરમાં જ એક અલગ કંપનીનું રૂપ આપ્યું છે.
31 ડિસેમ્બરના આંકડા પ્રમાણે દામાણી બંધુઓ પાસે SFLના 26,30,434 શેર હતા. તેમણે આ શેર બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી ખરીદ્યા હતા, જે તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની છે.
ઉલ્લેખનીય છે કે દામાણીએ ટીએસ સંથાનમ વિંગની લિસ્ટેડ હોલ્ડિંગ કંપની એટલે કે SF હોલ્ડિંગ્સમાં પણ પૈસા લગાવ્યા છે. SF હોલ્ડિંગમાં પણ દામાણીએ બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી રોકાણ કર્યું છે. ડિસેમ્બર 2021ના અંત સુધીમાં તેમની ભાગીદારી વધીને 1.88 ટકા થઈ હતી. જ્યારે માર્ચ 2021માં તેમની ભાગીદારી 1.74 ટકા હતી.
SFLનો શેર મંગળવારે BSE પર 2096.40 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે SF હોલ્ડિંગ્સનો શેર NSE પર 75.15 રૂપિયા પર બંધ થયો હતો. ધ ઇન્ડિયા સીમેન્ટ્સનો શેર મંગળવારે BSE પર 225.05 રૂપિયા પર બંધ થયો હતો. એવા સંકેત મળી રહ્યા છે કે દામાણીએ લાંબી અવધિ માટે ચેન્નાઈમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપનીઓમાં રોકાણ કર્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર