Radhakishan Damani Portfolio: દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીએ આ કંપનીમાં વધાર્યો હિસ્સો, આ કંપનીમાં ઘટાડ્યો
Radhakishan Damani Portfolio: દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીએ આ કંપનીમાં વધાર્યો હિસ્સો, આ કંપનીમાં ઘટાડ્યો
રાધાકિશન દામાણી
Radhakishan Damani Portfolio: વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં દામાણીની ભાગીદારી 32.34 ટકા છે. ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન તેમની કંપનીમાં 32.26 ટકા ભાગીદારી હતી. તેમની પાસે વીટીએસ ઇન્ડસ્ટ્રીઝના 49,81,177 શેર હતા.
નવી દિલ્હી: શેર બજારના દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયો પર અનેક લોકોની નજર રહેતી હોય છે. તેઓ જ્યારે તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરતા હોય છે ત્યારે અનેક લોકો તેમને અનુસરતા હોય છે. કરોડપતિ રોકાણકાર રાધાકિશન દામાણી (Radhakishan Damani)એ વીએસટી ઇન્ડસ્ટ્રીઝ (VST Industries)માં પોતાનો હિસ્સો વધાર્યો છે. બીજી તરફ તેમણે બ્લૂ ડાર્ટ (Blue Dart)માં પોતાની ભાગીદારી ઓછી કરી છે. માર્ચ ત્રિમાસિક (March Quarter) દરમિયાન તેમણે આવું કર્યું છે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ હૈદરાબાદની કંપની છે, જે સિગારેટ બનાવે છે.
વીએસટી ઇન્ડસ્ટ્રીઝના રેગ્યુલેટરી ફાઇલિંગ પ્રમાણે દામાણીએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કંપનીના આશરે 12,000 શેર ખરીદ્યા છે. અંગ્રેજી બિઝનેસ વર્તમાનપત્ર ઇકોનૉમિક ટાઇમ્સમાં આ સમાચાર છપાયા છે. અખબાર પ્રમાણે આ ટ્રાન્ઝેક્શન ડેરાઇવ ટ્રેડિંગ એન્ડ રિસોર્ટ્સ તરફથી કરવામાં આવ્યું છે.
વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં દામાણીની ભાગીદારી
રાધાકિશન દામાણી સુપરમાર્કેટ ચેઇન ડીમાર્ટના સ્થાપક છે. પોતાની ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સ અને ડેરાઇવ ટ્રેડિંગ મારફતે તેમણે વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં મોટું રોકાણ કર્યું છે. ઈટીના રિપોર્ટ પ્રમાણે દામાણી અને તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસે 31 માર્ચ, 2022 સુધી સિગારેટ કંપનીના 49,93,204 શેર હતા.
વીએસટી ઇન્ડસ્ટ્રીઝમાં દામાણીની ભાગીદારી 32.34 ટકા છે. ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન તેમની કંપનીમાં 32.26 ટકા ભાગીદારી હતી. તેમની પાસે વીટીએસ ઇન્ડસ્ટ્રીઝના 49,81,177 શેર હતા. સિગારેટનું ઉત્પાદન અને વેચાણ કરતી વીટીએસ ઇન્ડસ્ટ્રીઝન નફો ગત વર્ષે સારો રહ્યો ન હતો.
બ્લૂ ડાર્ટમાં દામાણીની ભાગીદારી
બીજી તરફ દામાણીની કંપની બ્રાઇટ સ્ટારે માર્ચ ત્રિમાસિક દરમિયાન બ્લૂ ડાર્ટના આશરે 17,000 શેર વેચ્યા છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે કંપની પાસે બ્લૂ ડાર્ટના 3,48,770 શેર હતા. આ કંપનીમાં તેની ભાગીદારી 1.47 ટકા હતી. માર્ચ ત્રિમાસિક દરમિયાન તે ઘટીને 1.40 ટકા પર આવી ગઈ છે. તેમની પાસે બ્લૂ ડાર્ટ કંપનીના 3,31,770 શેર છે.
શુક્રવારે વીએસટી ઇન્ડસ્ટ્રીઝનો શેર 0.20 ટકા એટલે કે 6.20 રૂપિયા ઘટીને 3125 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. શેરનો 52 અઠવાડિયાનો હાઇ 3,895 રૂપિયા અને 52 અઠવાડિયાનો લૉ 2,794 રૂપિયા છે. બીજી તરફ બ્લૂ ડાર્ટનો શેર 1.70 ટકા એટલે કે 108.55 ટકા વધીને 6,501.10 રૂપિયા પર બંધ રહ્યો હતો.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય રોકાણ અંગે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર