રિલાયન્સ શરૂ કરશે પોતાનો કોરોના વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaa

ફાઇલ ફોટો

રિલાયન્સના 18 વર્ષથી વધારે ઉંમરના બધા કર્મચારીઓ અને પરિવારના સભ્યોને 1 મે થી મફત વેક્સીન લગાવવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના ટિકાકરણનો ચોથો તબક્કો 1 મે થી શરુ થઇ રહ્યો છે. જે અંતર્ગત 18 વર્ષથી વધારે ઉંમરના બધા નાગરિકો વેક્સીનેશન કરાવી શકશે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries (RIL)કોરોના વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaaની જાહેરાત કરી છે. જે અંતર્ગત રિલાયન્સના 18 વર્ષથી વધારે ઉંમરના બધા કર્મચારીઓ અને પરિવારના સભ્યોને 1 મે થી મફત વેક્સીન લગાવવામાં આવશે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડેના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)અને નીતા અંબાણી દ્વારા રિલાયન્સ (Reliance) પરિવારના બધા કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે ભારત હાલના સમયે કોરોનાના ગંભીર સંકટ સામે ઝઝુમી રહ્યું છે. આ મહામારીના કારણે દેશના ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર દબાણ છે. કોરોના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. મુકેશ અંબાણીએ રિલાયન્સના કર્મયારીઓને આશ્વત કર્યા છે કે રિલાયન્સ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાન કર્મચારીઓના ભલા માટે તેમની સાથે છે.

  આ પણ વાંચો - ગરીબોને મફત અનાજ આપશે મોદી સરકાર, 80 કરોડ લોકોને મળશે ફાયદો

  મુકેશ અંબાણીએ કહ્યું કે કોવિડ વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત રિલાયન્સના ઘણા કર્મચારી વેક્સીનેશન કરાવી ચૂક્યા છે. રિલાયન્સ બધા કર્મચારીઓના વેક્સીનેશનનો ખર્ચ ઉઠાવી રહી છે અને આગળ પણ ઉઠાવશે. સરકાર દ્વારા જાહેર કરેલ કોરોના વેક્સીનેશનના નવા તબક્કાની સાથે રિલાયન્સ પોતાનો વેક્સીનેશન કાર્યક્રમ R-Surakshaaની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત રિલાયન્સના બધા લોકેશન્સ પર કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં રિલાયન્સના 18 વર્ષથી ઉંમરના બધા કર્મચારી સામેલ થઇ શકે છે.
  Published by:Ashish Goyal
  First published: