Home /News /business /Bank Strike: બેંક કર્મચારીઓએ જાહેર કરી હડતાલ, આટલા દિવસ નહિ થાય કોઈ બેંકિંગ કામ
Bank Strike: બેંક કર્મચારીઓએ જાહેર કરી હડતાલ, આટલા દિવસ નહિ થાય કોઈ બેંકિંગ કામ
આટલા દિવસ બેંક બંધ રહેશે
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરતા પહેલા બેંકોમાં સતત ચાર દિવસ સુઘી કામકાજ નહિ થાય. આવું એટલા માટે કારણ કે, યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયંસે 30 અને 31 જાન્યુઆરીએ બેંક કર્મચારીઓને હડતાલ પર જવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરતા પહેલા બેંકોમાં સતત ચાર દિવસ સુઘી કામકાજ નહિ થાય. આવું એટલા માટે કારણ કે, યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયંસે 30 અને 31 જાન્યુઆરીએ બેંક કર્મચારીઓને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહિનાના ચોથા શનિવાર અને રવિવારે પણ બેંક બંધ રહેશે. આ રીતે સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમે પણ આ મહિનાના અંતમાં બેંક સાથે જોડાયેલું કામ બેંક કામ કરવા માંગો છો, તો આ પહેલા પતાવી લો.
સતત 4 દિવસ બેંક બંધ
સતત 4 દિવસ બેંક બંધ હોવાથી ગ્રાહકોને ઘણી મુશ્કેલી થઈ શકે છે. એટીએમમાં મૂડી ખત્મ થવા અને ચેક ક્લીયરેન્સ જેવી મુશ્કેલી પણ થઈ શકે છે. બેંકોની ઓનલાઈન સેવા ચાલુ રહેશે. યૂએફબીયુંનો દાવો છે કે, આ હડતાલમાં દેશભરની બધી જ બેંકોના કર્મચારીઓ ભાગ લેશે.
સરકાર દ્વારા આ માંગ પૂરી ન કરવા પર હવે કર્મચારીઓ પર દબાવ બનાવવા માટે 30 જાન્યુથી બે દિવસો હડતાલ પર જઈ રહ્યા છે. UFBUએ 13 જાન્યુએ હડતાલ પર જવાની જાહેરાત કરી છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંધનું કહેવું છે કે, તેમણે તેમની માંગ પત્રો દ્વારા ભારતીય બેંક સંઘને મોકલી આપી છે. પરંતુ આ પર બેંક એસોસિએશન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હવે પોતાની માંગો પૂરી કરવા માટે કર્મચારીઓની પાસે હડતાલનો રસ્તો જ બચ્યો છે.
AIBEA ના મહાસચિલ સી એચ વેન્કટચલમે જણાવ્યું કે, બેંક કર્મચારીઓની 5 માંગ છે. બેંક યૂનિયનોની માંગ છે કે, બેંકિંદ કામકાજને 5 દિવસ કરવામાં આવે. તેની સાથે જ પેન્શનને પણ અપડેટ કરવામાં આવે. સાથે જ કર્મચારીઓની માંગ છે, કે એનપીએસને ખત્મ કરી દેવામાં આવે. પગારમાં પણ વધારા માટે વાતચીત કરવામાં આવશે. ઉપરાંત બઘા જ કૈડરોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર