Home /News /business /Queen Elizabeth II Net Worth: જાણો કેટલી છે ક્વીન એલિઝાબેથ IIની સંપત્તિ, આવકના સ્ત્રોત અને ખર્ચ વિશે અજાણી વાતો
Queen Elizabeth II Net Worth: જાણો કેટલી છે ક્વીન એલિઝાબેથ IIની સંપત્તિ, આવકના સ્ત્રોત અને ખર્ચ વિશે અજાણી વાતો
જાણો કેટલી છે ક્વીન એલિઝાબેથ IIની સંપત્તિ, તેમની આવકના સ્ત્રોત અને ખર્ચ વિશે અજાણી વાતો
Queen Elizabeth II Net worth: બ્રિટિશ રાજવી પરિવારના વડા ક્વીન એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે અવસાન થયું. ત્યારે તેમની નેટવર્થ, આવક અને ખર્ચ અંગે વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ મુજબ, ક્વીન એલિઝાબેથ IIની નેટવર્થ 600 મિલિયન ડોલર જેટલી હતી. બ્રિટિશ રાજવી પરિવારને બ્રિટન સરકાર દ્વારા સોવરેન ગ્રાન્ટ આપવામાં આવે છે. જે મુજબ 2020માં રાણી એલિઝાબેથને વાર્ષિક ધોરણે 86.3 મિલિયન પાઉન્ડની રકમ મળી હતી.
બ્રિટિશ રાજવી પરિવારે ગત વર્ષે નાણાંકીય વર્ષ 2020-21 માટે તેના વાર્ષિક હિસાબો પ્રકાશિત કર્યા હતા, જે અંગ્રેજ રાજવી પરિવારોના શાહી જીવન વિશે રસપ્રદ જાણકારી આપે છે. સેલિબ્રિટી નેટ વર્થ મુજબ, ક્વીન એલિઝાબેથ IIની નેટવર્થ 600 મિલિયન ડોલર(net worth of Queen Elizabeth II is $600 million) છે. પરંતુ પ્રશ્ન એ છે કે તેમને પૈસા ક્યાંથી મળે છે?
રાણી એલિઝાબેથ (Queen Elizabeth)ને વાર્ષિક લમ્પસમ રકમ મળે છે, જે સરકાર દ્વારા સોવરેન ગ્રાન્ટ કહેવાય છે. લેટેસ્ટ એકાઉન્ટ ડિસ્ક્લોઝર મુજબ, વર્ષ 2020માં આ રકમ 86.3 મિલિયન પાઉન્ડ હતી. જેમાંથી 51 મિલિયન પાઉન્ડ મુસાફરી, મિલકતની જાળવણી અને રાણીના પરિવારના સંચાલન ખર્ચ માટે ભંડોળના મુખ્ય તરીકે આરક્ષિત કરાયા હતા, જ્યારે બાકીની રકમ બકિંગહામ પેલેસના નવીનીકરણ માટે આરક્ષિત કરાયા છે. અહેવાલમાં એ પણ જાણવા મળે છે કે, યુકેમાં રાજવી પરિવાર સામાન્ય માણસના ખિસ્સા પર ભારે બોજ નથી નાંખતું. એકાઉન્ટ્સ મુજબ, મુખ્ય રકમ યુકેના પ્રતિ વ્યક્તિ માત્ર 77 પેન્સ જેટલી જ થાય છે. જો રિ-સર્વિસિંગ ખર્ચ પણ ઉમેરવામાં આવે તો આંકડો 1.29 પાઉન્ડ સુધી જ પહોંચે છે.
ક્રાઉન એસ્ટેટમાંથી મળેલી આવકમાં રાણીના સત્તાવાર ખર્ચને પહોંચી વળવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે નથી જાણતા કે ક્રાઉન એસ્ટેટ શું છે? તેમાં લંડનની રીજન્ટ સ્ટ્રીટ, યુકેના દરિયા કિનારાઓ સહિતનો સમાવેશ થાય છે. સમગ્ર યુકેમાં 14.1 બિલિયન પાઉન્ડની રિયલ એસ્ટેટનું સંચાલન ક્રાઉન એસ્ટેટ તેના શાસનકાળ દરમિયાન ક્વીન પાસે રહે છે. જો કે, તે રાણીની ખાનગી મિલકત નથી.
વર્ષ 2010 સુધી સિવિલ લિસ્ટ તરીકે ઓળખાતી સોવરેન ગ્રાન્ટ એ હકીકતમાં સરકાર અને કિંગ જ્યોર્જ 3 વચ્ચેનો ઔપચારિક કરાર છે. જેમાં તેઓ 1730માં પોતાના અને પોતાના અનુગામીઓ માટે વાર્ષિક આવક મેળવવા માટે બદલામાં ક્રાઉન એસ્ટેટમાંથી પોતાની આવક આપવા સંમત થયા હતા.
વર્ષ 2018-19 માટે એસ્ટેટ સરપ્લસ 343.5 મિલિયન પાઉન્ડ હતી. તો મુખ્ય સોવરેન ગ્રાન્ટ બે વર્ષ અગાઉના ક્રાઉન એસ્ટેટના આવક ખાતામાંથી ચોખ્ખી સરપ્લસના 15 ટકાના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે રોગચાળાના કારણે મુસાફરી અને પર્યટન પર અસર કરી છે, જેના કારણે ક્રાઉન એસ્ટેટમાંથી થતી આવકમાં ઘટાડો થયો હોવા છતાં ક્વીનને ગ્રાન્ટ મળવાનું ચાલુ રહેશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય.
આ ઉપરાંત, ક્વીન તેની ડચી ઓફ લેન્કેસ્ટરની ખાનગી મિલકતમાંથી પણ પૈસા કમાય છે. આ મિલકત 18,000 હેક્ટરથી વધુ જમીનમાં ફેલાયેલ છે અને વર્ષ 2020માં લગભગ 23 મિલિયન પાઉન્ડ જેટલી તેની કિંમત હતી. પ્રિન્સ ઑફ વેલ્સની ખાનગી અને જાહેર પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતું ડચી ઓફ કોર્નવોલ પણ ખૂબ જ વ્યાપક છે. જેમાં 23 અંગ્રેજ કાઉન્ટીઓની જમીનનો સમાવેશ થાય છે અને જે એક મજબૂત રોકાણનો પોર્ટફોલિયો છે. પ્રિન્સ ચાર્લ્સ, કેમિલા પાર્કર બાઉલ્સ, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની આવકનો આ મુખ્ય સ્ત્રોત છે.
સન્ડે ટાઇમ્સ અનુસાર, વર્ષ 2020માં રાણીની નેટવર્થને પણ 20 મિલિયન પાઉન્ડનો મોટો ફટકો પડ્યો હતો, જેના કારણે તેની વર્તમાન નેટવર્થ લગભગ 350 મિલિયન પાઉન્ડ થઈ ગઈ હતી. વર્ષ 2020-21ના સોવરેન ગ્રાન્ટ રિપોર્ટ મુજબ, કોવિડ-19 રોગચાળાની અસર કેટલાંક વર્ષો સુધી સોવરેન ગ્રાન્ટના નાણાં પર પડશે." તેમાં એમ પણ જણાવાયું છે કે, "ગ્રાન્ટ ઘટી શકતી નથી અને ભવિષ્યમાં તેમાં વૃદ્ધિની ખાતરી આપવામાં આવતી નથી અને કોવિડ-19 રોગચાળો નિઃશંકપણે ટૂંકાગાળામાં ક્રાઉન એસ્ટેટના પરિણામો પર અસર કરશે."
આવકનો સૌથી મોટો સ્ત્રોત ધ રોયલ કલેક્શન ટ્રસ્ટમાંથી આવે છે, જેમાં કોઈ જાહેર ભંડોળ મેળતું નથી અને તેની આવક મુલાકાતીઓના પ્રવેશ અને સંબંધિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "કોવિડ -19ના પરિણામે મોટાભાગના રોયલ પેલેસ બંધ થવાથી અસ્થાયી રૂપે તેની આવકનો મુખ્ય સ્ત્રોત દૂર થઈ ગયો છે." જોકે, આવકમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે.
કેટલાક લોકો દલીલ કરે છે કે શાહી જાળવણીનો વાસ્તવિક ખર્ચ વધુ છે, કારણ કે ગ્રાન્ટ સુરક્ષાને આવરી લેતી નથી, જે મેટ્રોપોલિટન પોલીસ દ્વારા સાંભળવામાં આવે છે. ક્વીન બ્રિટનને વૈશ્વિક નકશા પર પ્રકાશિત કરવા અને પ્રવાસનને વેગ આપવા ઉપરાંત, વર્ષ 1992થી તેની ખાનગી આવક પર સ્વૈચ્છિક આવકવેરો અને કેપિટલ ગેન્સ ટેક્સ પેયર છે. જોકે, ઘણા લોકો એવું માને છે કે બલ્મોરલ અને સેન્ડ્રિંગહામની મિલકતો, તેમજ તેના વ્યાપક કલા સંગ્રહ હોવા છતાં શાહી પરિવાર અબજોપતિ બનવાથી હજી દૂર છે.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર