અમદાવાદ: દિવાળીના તહેવારો (Diwali Festival) નજીક આવી રહ્યા છે, ત્યારે આપણ દેશમાં ધનતેરસ જેવા શુભ પ્રસંગોએ સોનાની ખરીદી (Buying Gold on Dhanteras) વિશેષ મહત્વ અને ભાવનાત્મક જોડાણ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા રસ્તાઓ ખુલ્યા છે, જે બુલિયન ગોલ્ડ ખરીદવા ઉપરાંત સોનામાં રોકાણ (Invest Money in Gold) અંગે સારો સંકેત આપે છે. આમાંના કેટલાક વિકલ્પોમાં ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ, ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB)નો સમાવેશ થાય છે, જે ઓનલાઇન રોકાણ (Online Investment Options)ના વિકલ્પો પર સારી રીતે નેતૃત્વ કરે છે. જો તમે આ ધનતેરસે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં તમારા માટે રોકાણના કેટલાક રસપ્રદ વિકલ્પો (Dhanteras investment options) છે.
ગોલ્ડ ઇટીએફ (Gold ETF)
રોકાણકારો પાસે સ્ટોક એક્સચેંજ પર ગોલ્ડ ઇટીએફના એકમોની ખરીદી અને વેચાણનો વિકલ્પ છે. છેલ્લાં 10 વર્ષમાં ગોલ્ડ ઇટીએફે વાર્ષિક ધોરણે સારું વળતર આપ્યું છે, કારણ કે ગોલ્ડ ઇટીએફ સોનાના ભાવોને ટ્રેક કરે છે અને તે મીડિયમ ટર્મ માટે સારું રોકાણ છે. ગોલ્ડ ઇટીએફના એકમોમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું આવશ્યક છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ્સ
રોકાણમાં લાંબાગાળાનો દૃષ્ટિકોણ ધરાવતા લોકો માટે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એક બેસ્ટ વિકલ્પ છે. ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એસજીબી જારી કરવામાં આવે છે, જે તેને રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ બનાવે છે. એસજીબીનો કાર્યકાળ આઠ વર્ષનો છે. જો કે, પાંચમા વર્ષના અંત પછી તેને સરકારને પાછો વેચવાનો વિકલ્પ પણ છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે અને તે એક ગ્રામ સોનાની કિંમતને ટ્રેક કરે છે. મેચ્યોરિટી સમયે રોકાણકારોને 1 ગ્રામ સોનાની વર્તમાન કિંમત પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે.
ડિજીટલ ગોલ્ડ
જે લોકો શુદ્ધતા અને સુરક્ષિત રોકાણની ખાતરી સાથે સોનું ખરીદવા માંગે છે. તેમના માટે ડિજિટલ સોનું શ્રેષ્ઠ વિકલ્પ છે. કેટલાક પ્લેટફોર્મ ડિજિટલ ગોલ્ડમાં રોકાણને મંજૂરી આપે છે, જ્યાં ગ્રાહકો સોનું ખરીદી શકે છે અને ઓનલાઇન ચુકવણી કરી શકે છે. ત્યાર બાદ વેચનાર ગ્રાહક તરફથી સિક્યોર્ડ વોલ્ટમાં સોનું સ્ટોર કરે છે. ડિજિટલ સોનું 24 કેરેટ, 999.9 સૌથી શુદ્ધ સોનાના સિક્કા અને સોનાના બારના રૂપમાં રિડીમેબલ છે. જો કે, ડિજિટલ ગોલ્ડની ખરીદી, રિડેમ્પ્શન અને સ્ટોરેજ સંબંધિત નિયમો અને શરતો સેલરથી સેલર સુધી અલગ અલગ હોય છે. સોના ઉપરાંત, ધનતેરસ માટે કેટલાક અન્ય રોકાણ વિકલ્પો છે.
ઊંચા વળતરની આશા રાખનાર રોકાણકારો માટે ઇક્વિટીમાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઇક્વિટીમાં રોકાણ કરવા અને મહત્તમ વળતર મેળવવા માટે વ્યક્તિએ ખૂબ જ પૂર્વાયોજીત રોકાણ સ્ટ્રેટેજી અનુસરવાની જરૂર છે.
એસઆઈપી
ધનતેરસ એસઆઈપી શરૂ કરવાની એક સારી તક પણ લાવે છે જે સ્પષ્ટ રીતે નક્કી ટાઇમ ફાઇનાન્શિયલ ટાર્ગેટ પ્રદાન કરશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર