Home /News /business /

PNBની ખાસ ઑફર! 250 રૂપિયામાં ખોલાવો આ ખાતું, 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે?

PNBની ખાસ ઑફર! 250 રૂપિયામાં ખોલાવો આ ખાતું, 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે?

ફાઇલ તસવીર.

Sukanya Samriddhi Yojana- SSY: સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમે કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની કૉમર્શિયલ બ્રાંચમાં ખોલાવી શકો છો.

  નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY) લઈને આવી છે. આ યોજના મારફતે તમે દીકરીઓની આવતીકાલને સુરક્ષિત કરી શકો છો. આ યોજના અંતર્ગત માતા-પિતા કે પછી તેના પાલક દીકરીના નામ પર ખાતું ખોલાવી શકે છે.

  કેટલી ડિપૉઝિટ રાખવી પડશે

  આ ખાતામાં મિનિમમ ડિપૉઝિટ 250 રૂપિયા કરવી પડશે. આ ઉપરાંત તમે મહત્તમ 1,50,000 રૂપિયા સુધી ડિપૉઝિટ કરી શકો છો. આ ખાતું ખોલાવવાથી દીકરીના અભ્યાસ અને ભવિષ્યમાં થનારા ખર્ચમાં ખૂબ રાહત થાય છે. જેમાં એક દીકરીના નામે ફક્ત એક જ ખાતું ખોલાવી શકાય છે. બે દીકરી હોય તે બંનેના નામે અલગ અલગ ખાતું ખોલાવવું પડશે. તો જાણીએ તેની સાથે જોડાયેલી અન્ય માહિતી...

  પાકતી મુદતે મળશે 15 લાખથી વધુ રકમ

  જો તમે આ સ્કીમમાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક 36 હજાર રકમ થશે. જે 14 વર્ષ બાદ 7.6 ટકાના કમ્પાઉન્ડ વ્યાજ સાથે 9,11,574 રૂપિયા તશે. 21 વર્ષ એટલે કે પાકતી મુદત સુધી આ રકમ 15,22,221 રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે કન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વ્યાજ આપવામાં આવે છે, જે ઇન્કમ ટેક્સ છૂટ સાથે છે.

  આ પણ વાંચો: UPSCની પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાંથી બહાર થતાં યુવક-યુવતીનો આપઘાત, ચાર કલાકના અંતરાલમાં લટકતાં મળ્યાં

  ક્યાં ખોલાવી શકાય ખાતું?

  સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકની કોમર્શિયલ બ્રાંચમાં ખાતું ખોલાવી શકો છો.

  આટલા પુરાવા આપવા પડશે

  સુકન્યા સમૃદધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં દીકરીના જન્મનું પ્રમાણપત્ર પણ આપવું પડશે. આ ઉપરાંત બાળકીના માતાપિતાના ઓળખપત્ર (પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ) અને જ્યાં રહેતા હોય તેનું પ્રમાણપત્ર (પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલીફોન બિલ, પાણી બીલ) જમા કરાવવું પડશે.

  આ પણ વાંચો: 18મી ઓગસ્ટ સુધી રોકાણની સારી તક, ઓછા સમયમાં કરો મોટી કમાણી- જાણો વિગત

  HDFC બેંકના ગ્રાહકો ધ્યાન આપે!

  જો તમે HDFC બેંકના ગ્રાહકો છો તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે. ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી HDFC બેંકના ગ્રાહકોને આ અઠવાડિયાના અંતમાં થોડી પરેશાની ભોગવવી પડી શકે છે. બેંક તરફથી સૂચના આપવામાં આવી છે કે અમુક સેવા શનિવાર સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે. બેંક તરફથી પોતાના ગ્રાહકોને ઇ-મેલ (E-Mail) મારફતે આ જાણકારી આપવામાં આવી છે. હકીકતમાં ડિજિટલ બેન્કિંગ (Ditigal banking) સુવિધાને વધારે સારી કરવા માટે બેંક મેઇન્ટેન્સ (Scheduled Maintenance on NetBanking and MobileBanking App) કામ કરી રહી છે.

  આ પણ વાંચો: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો બંગલો અને ત્રણ રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  HDFC Bank નેટબેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ એપ પર ઉપલબ્ધ સર્વિસ વ્યૂ/ડાઉનલોડ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (View/Download Credit Card statements) સેવા 7 ઓગસ્ટ, 2021ના 06:00 PMથી 8 ઓગસ્ટ, 2021 10.00 PM સુધી બંધ રહેશે. આ ઉપરાંત 11 ઓગસ્ટના રોજ એટલે કે બુધવારે 12:30 AMથી 06:30 AM સુધી બેન્કની Debit & Credit Card સંબંધીત સેવા પ્રભાવિત રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, PNB, Sukanya samriddhi yojana, દીકરી, પંજાબ નેશનલ બેંક

  આગામી સમાચાર