ન્યૂઝ18 ગુજરાતી: હોમ અને કાર લોન લેનારાને પંજાબ નેશનલ બેંકે રાહત આપી છે. પીએનબીએ વ્યાજ દર 0.10 ટકા ઘટાડવાનું નક્કી કર્યું છે. આ ઘટાડો જુદી-જુદી સમયમર્યાદાના દેવા માટે કરવામાં આવ્યો છે. પીએનબીએ શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે, આ ઘટાડો 1લી માર્ચથી લાગુ થશે.
પંજાબ નેશનલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મેહતાએ જણાવ્યું કે, અત્યાર સુધી વ્યાજનું દર 8.55 ટકા હતું, જને ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યું છે. ત્યાં જ ત્રણ વર્ષ માટેના દેવા માટે વ્યાજ દર ઘટાડી 8.65 ટકા કરવામાં આવ્યું છે.
Sunil Mehta, Managing Director of Punjab National Bank: PNB to reduce interest rate by 10 basis point by today evening. New rate will be effective from 1st of March. (File pic) pic.twitter.com/EBQTp79EEA
આ પહેલાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 0.05 ટકા સુધી ઘટાડ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઘટાડવામાં આવેલા રેપો રેટ બાદ બેંકો દ્વારા આ અંગે નિર્ણય લેવાયા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર