સરકારી બેંકે ગ્રાહકોને કર્યા એલર્ટ! આ SMS ખાલી કરી દેશે બેંક ખાતું

News18 Gujarati
Updated: May 3, 2019, 1:28 PM IST
સરકારી બેંકે ગ્રાહકોને કર્યા એલર્ટ! આ SMS ખાલી કરી દેશે બેંક ખાતું
આ SMS ખાલી કરી દેશે બેંક ખાતું

આજકાલ યુનિફાઇ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા લેવડ-દેવડ વધવાની સાથે UPI છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ યુનિફાઇ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા લેવડ-દેવડ વધવાની સાથે UPI છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. જેના પગલે દેશની સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે (PNB) તેના ગ્રાહકોને સાવચેત કર્યા છે. PNBએ ટ્વિટ કરી કહ્યું છે કે, ગ્રાહકોના એકાઉન્ટમાં UPI દ્વારા છેતરપિંડી વધી રહી છે. આથી બેંકે ગ્રાહકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. સાથે જ બેંકે સેફ બેન્કિંગની ટિપ્સ પણ આપી છે.

શું છે યુપીઆઇ- UPIમાં આઇએફએસસી કોડ, બેંક એકાઉન્ટ નંબર નાંખ્યા વગર જ ખાતાંમાંથી નાણાંની લેવડ-દેવડ કરી શકાય છે. આમાં માત્ર વ્યક્તિના વર્યુઅલ પેમેન્ટ એડ્રેસની જરૂર હોય છે. આ એનપીસીઆઇ અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઇન ચૂકવણીની રીત છે. મોબાઇલ પ્લેટફોર્મ પર બે બેંક ખાતાની વચ્ચે તરત નાણાં ટ્રાન્સફર કરી તે બેંક લેવડ-દેવડને વધુ સુવિદ્યાજનક બનાવે છે.



PNBએ કર્યા સાવચેત- પંજાબ નેશનલ બેંકે ટ્વિટ કરી ગ્રાહકોને સાવચેત કર્યા છે. બેંકે કહ્યું છે કે,સે જો તમે યુપીઆઇ માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું અથવા તમે યુપીઆઇ દ્વારા કોઇપણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું અને આના માટે મેસેજ આવી રહ્યાં ચે તો તમે સાવચેત થઇ જાવ. ગ્રાહક આવા મેસેજ મળતાં તરત યુપીઆઇને બ્લોક કરાવે.



અહીં કરો સંપર્ક- બેંકે કહ્યું છે કે, ગ્રાહક તેની યુપીઆઇ સર્વિસ બ્લોક કરવા માટે ક્સ્ટમર કેર નંબર પર કોન્ટેક્ટ કરે. ગ્રાહક ટોલ ફ્રી નંબર 1800 180 2222 या 1800 103 2222 અને 0120-2490000 પર ડાયલ કરી યુપીઆઇ સર્વિસ બ્લોક કરાવી શકે છે.આ પણ વાંચો: 12મા બાદ બાળકના અભ્યાસ માટે ઘરે બેસી આ રીતે કાઢો PFના પૈસા, જાણો - પુરી પ્રોસેસ

ફ્રોડથી બચવા માટે 10 ટિપ્સ

>> જો તમારી પાસે PNBની એપ ઇન્સ્ટોલ કરવા માટે કોઇ મેસેજ અથવા ઇમેલના માધ્યમથી કોઇ લિંક આવે તો તેની ચકાસણી કરો. કેમ કે કેટલીક ફ્રોડ કંપનીઓ પણ બેંકથી મળતી આવતી આવી લિંક મોકલે છે.
>> ઇન્ટરનેટ પર સર્ચ કરતાં ચેક કરો કે ઇન્ટરનેટ કનેક્શન સુરક્ષિત છે. એ જુઓ કે URL HTTPSથી શરૂ થાય છે નહીં કે HTTPથી.
>> કોઇપણ અજાણ વ્યક્તિની કાર્ડથી પેમેન્ટ કરતાં સમયે મદદ ન લો.
>> એ જરૂર ચેક કરો કે તમારું કાર્ડ પેમેન્ટ કરતાં જુદા-જુદા મશીન પર સ્વાઇપ ન કરાયું હોય.
>> બેંકથી કાર્ડ મળ્યા બાદ તરત તમારું પાસવર્ડ બદલો. સાથે જ સમયાંતરે તમારા ATM કાર્ડનું પાસવર્ડ બદલતા રહો.
>> બ્લુટૂથ અને વાઇફાઇનો ઉપયોગ કરવાથી ડિવાઇસ અને ડેટાને અનઓથોરાઇસ એક્સેસનો ખતરો છો. આથી અજાણી ડિવાઇસ સાથે તમારા ફોનને ક્યારેય કનેક્ટ ન કરો.
>> પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતાં સમયે ક્યારેય કોઇ પેમેન્ટ અથવા તમારી બેંક ડિટેઇલ્સ શેર ન કરો.
>> તમારા સિમકાર્ડને PINથી લોક કરી રાખો. જેથી ચોરી થાય તો પણ સીમનો ઉપયોગ ન કરી શકે.
>> તમારા મોબાઇલમાં કોઇ સિક્યોરિટી એપ ઇન્સ્ટોલ કરો જેથી તેનાથી બચી શકાય.
>> ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ ઇન્ટરનેટ બેન્કિંગથી તરત લોગઆઉટ ના કરો અને બ્રાઉઝર પણ બંધ ન કરો.
First published: May 3, 2019, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading