નવી દિલ્હી: દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ધીરાણકર્તા પંજાબ નેશનલ બેન્ક (PNB )એ રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં વધારો (PNB Hikes FD Interest Rates) કર્યો છે. બેંકે આજે 14 જૂન 2022ના રોજ આ જાહેરાત જારી કરી છે અને આ ફેરફારના પરિણામ સ્વરુપે બેંકે એક વર્ષથી દસ વર્ષમાં પાકતી જમા રકમ પર વ્યાજ દર વધારી દીધા છે.
PNB એફડીના દરો
બેંક 7થી 45 દિવસમાં પાકતી ફિક્સ ડિપોઝિટ (PNB Fixed Deposit Rates) પર 3 ટકા વ્યાજ અને 46થી 90 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.25 ટકા વ્યાજ આપશે. 91થી 179 દિવસમાં મેયોર થતી ટર્મ ડિપોઝિટ પર 4.00 ટકા વ્યાજ મળતું રહેશે. જ્યારે 180 દિવસથી એક વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ફિક્સ્ડ ડિપોઝિટ પર 4.50 ટકા વ્યાજ ચૂકવાશે. પીએનબી હવે એક વર્ષ અને બે વર્ષ સુધીની ડિપોઝિટ પર 5.20 ટકા વ્યાજ આપશે, જે અગાઉ 5.10 ટકા હતું.
કેટલું વ્યાજ મળશે?
બેંક હવે બે વર્ષથી વધુ સમય અને ત્રણ વર્ષ સુધી મેચ્યોર થનારી ડિપોઝિટ પર 5.30 ટકા વ્યાજ દર આપશે. જે અગાઉ 5.10 ટકા હતો. જે 20 બેસિસ પોઇન્ટનો વધારો દર્શાવે છે. પીએનબી હવે ત્રણ વર્ષથી વધુ અને પાંચ વર્ષ સુધીની થાપણો પર 5.50 ટકા વ્યાજ દર આપશે, જે અગાઉ 5.25 ટકા હતું, જે 25 બેસિસ પોઇન્ટનો વધારો દર્શાવે છે. પીએનબી હવે 5.60 ટકા વ્યાજ દર આપશે, જે અગાઉ 5.25 ટકા હતો. 5 વર્ષ કે તેથી વધુ અને 10 વર્ષ સુધીની ડિપોઝિટ પર 35 બીપીએસનો વધારો દર્શાવે છે. બેંકે નિયમિત ગ્રાહકો માટે 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6 ટકાના દર સાથે 1111 દિવસની નવી મુદત લાગુ કરી છે.
વરિષ્ઠ નાગરિકોના વધારાના વ્યાજદરના લાભ માટે પીએનબીએ તેની વેબસાઇટ પર ઉલ્લેખ કર્યો છે કે, "વરિષ્ઠ નાગરિકોને રૂ. 2 કરોડથી ઓછી સ્થાનિક થાપણો પરની તમામ મેચ્યોરીટી માટે લાગુ કાર્ડ દરો કરતાં 50 બીપીએસનો વધારાનો વ્યાજ દર મળશે. સ્ટાફના સભ્યો તેમજ નિવૃત્ત સ્ટાફ મેમ્બર્સ કે જેઓ સિનિયર સિટિઝન પણ છે, તેમના કિસ્સામાં લાગુ પડતા કાર્ડ રેટ પર મહત્તમ વ્યાજ દર 150 બીપીએસની મંજૂરી હોવી જોઈએ. સિવાય કે પીએનબી ટેક્સ સેવર ફિક્સ્ડ ડેપોસ્ટ સ્કીમના કિસ્સામાં જ્યાં લાગુ પડતા કાર્ડ રેટ પર મહત્તમ 100 બીપીએસ વ્યાજ દરની મંજૂરી આપવામાં આવશે. બેંકે તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે, "સુધારેલા વ્યાજ દરો નવી થાપણો અને હાલની થાપણોના નવીકરણ માટે 14.06.2022થી લાગુ થશે."
બીજી તરફ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પણ 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં વધારો કર્યો છે. બેંકે 211 દિવસથી ૩ વર્ષથી ઓછી રકમની થાપણો પર વ્યાજ દરોમાં 15થી 20 બીપીએસનો વધારો કર્યો છે. એસબીઆઈ ફિક્સ્ડ ડિપોઝિટના નવા વ્યાજ દરો 14 જૂન 2022 થી અમલમાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર