નવી દિલ્હી. જો આપનું પણ અકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં (Punjab National Bank) છે તો બેંક આપને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. મૂળે, પંજાબ નેશનલ બેંક (PNB) પોતાના ગ્રાહકોને બે લાખ રૂપિયા સુધીનો મફત વીમો (Free Insurance) આપી રહી છે. બેંક આ સુવિધા જન ધન એકાઉન્ટના (Jan Dhan Accounts) ખાતાધારકોને આપી રહી છે. આ ઉપરાંત, ગ્રાહક બેંકની બીજી અનેક સુવિધાઓનો પણ લાભ લઈ શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે બધું જ...
મફતમાં મળશે 2 લાખનો ફાયદો
નોંધનીય છે કે, બેંક તરફથી જન ધન ગ્રાહકોને PNB Rupay Jandhan Cardની સુવિધા આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધી એક્સીડેન્ટલ ઇન્યોધશરન્સ કવરની સુવિધા આપી રહી છે. રુપે કાર્ડની (Rupay Card) મદદથી તમે ખાતાથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
PMJJBY માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો ફાયદો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) માટે વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને લાઇફ કવર મળે છે. જો વીમાધારક વ્યક્તિનું મોત થઈ જાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક હપ્તાની રકમ આપના બેંક ખાતાથી ઇસીએસના માધ્યમથી લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana- PMSBY ) હેઠળ ઘણા ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, કેન્ર્ી સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જેમાં માત્ર 12 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનું વીમા કવર (Insurance Cover) મળે છે.
કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શન ગેરંટી માટે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 1000થી લઈને 5000 રૂપિયા મન્થલી પેન્શનની ગેરંટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર