PNBના કેશિયરને ઓનલાઇન ગેમનો લાગ્યો ચસ્કો, દેવું વધી જતાં અજમાવ્યો આવો કીમિયો

News18 Gujarati
Updated: June 4, 2020, 3:02 PM IST
PNBના કેશિયરને ઓનલાઇન ગેમનો લાગ્યો ચસ્કો, દેવું વધી જતાં અજમાવ્યો આવો કીમિયો
દેવામાં ડૂબેલા પંજાબ નેશનલ બેન્કના કેશિયરે ગ્રાહકોના રૂપિયા પર કર્યો હાથ સાફ, આવી રીતે ફુટ્યો ભાંડો

દેવામાં ડૂબેલા પંજાબ નેશનલ બેન્કના કેશિયરે ગ્રાહકોના રૂપિયા પર કર્યો હાથ સાફ, આવી રીતે ફુટ્યો ભાંડો

  • Share this:
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)ના એક કેશિયરને ઓનલાઇન ગેમ (Online Game)નો એવો ચસ્કો લાગી ગયો કે બેન્કાન દોઢ કરોડ રૂપિયા દાવ પર લગાવી બેઠો. ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં બેન્ક કેશિયરે પોતાના પૈસા બરબાદ કરી દીધા, પછી લોન લઈેન ગેમ રમવા લાગ્યો. જ્યારે લોનનું ભારણ વધી ગયું અને લોન આપનારા દબાણ કરવા લાગ્યા તો કેશિયરે બેન્કના રૂપિયા ચાઉં કરી શકાવું શરૂ કર્યું.

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં પંજાબ નેશનલ બેન્કમાં કામ કરતાં કેશિયર જી. રવિ તેજાના કૃત્યની જાણે બેન્કને જાણ થઈ ત્યાં સુધીમાં તો દોઢ કરોડ રૂપિયાનો ચૂનો લાગી ચૂક્યો હતો. રવિ તેજા PNBની નુજબિટ બ્રાન્ચમાં છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યો છે. આ દરમિયાન તેને ઓનલાઇન ગેમ રમવાનો નશો ચઢી ગયો હતો.

આ પણ વાંચો, 1 લાખ ભારતીયોના Aadhaar, PAN અને પાસપોર્ટનું ઇન્ટરનેટ પર સેલ! જાણો સમગ્ર મામલો

તેને લાગ્યું કે ગેમ રમીને ઘણા બધા રૂપિયા સરળતાથી કમાઈ શકાય છે અને તે પ્રયાસમાં તે ઘણા રૂપિયા ગુમાવી બેઠો. જ્યારે દેવાનું ભારણ વધી ગયું તો તેણે બેન્કમાં લોકોના જમા રૂપિયાને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું. કેશિયરને લાગ્યું કે વધુ પૈસા કમાઈને તે બેન્કને રૂપિયા પરત કરી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે. કેશિયર રવિ તેજાના આ કૃત્યનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિજયવાડા સર્કલના ચીફ મેનેજરે એકાઉન્ટ ઓડિટ કર્યા.

ઓડિટમાં 1 કરોડ 56 લાખ 56 હજાર 897 રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે રૂપિયા કેશિયરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે અને ત્યાંથી ઓનલાઇન ગેમિંગ સાઇટ્સ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. PNB પ્રશાસને તેની ફરિયાદ પોલીસને કરી અને પોલીસે કેશિયરની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે.

આ પણ વાંચો, ઋષભ પંતની માતા અને બહેન સામે કર્મચારીનો ગંભીર આરોપ, પોલીસે શરૂ કરી તપાસPOLL

First published: June 4, 2020, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading