કોળાના બિજથી માત્ર 90 દિવસમાં તમે પણ કમાણી કરી શકો છો 1 લાખ રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

આજે અમે તમને એક એવી વસ્તુ વીશે જણાવીશું જે તમે તમારી જમીનમાં ઉઘાડશો તો, લાખો રૂપિયા કમાણી કરી શકો છો.

 • Share this:
  જો તમારી પાસે કેતી કરવા માટે સારી જમીન હોય અને તમે ખુબ પૈસા કમાવવા માંગતા હોય તો, આ સમાચાર તમારા માટે ફાયદાકારક છે. આમ તો તમારી જમીન પર તમે ઘણી બધી વસ્તુ વાવી શકો છો પરંતુ, આજે અમે તમને એક એવી વસ્તુ વીશે જણાવીશું જે તમે તમારી જમીનમાં ઉઘાડશો તો, લાખો રૂપિયા કમાણી કરી શકો છો. જો તમે પણ તમારી જમીનમાં લાખો રૂપિયા કમાવવા માંગતા હોય તો, તમે કોળાની ખેતી કરી શકો ચો.

  એક એકડ જમીનમાં લગભગ 2.5 ક્વિંટલ બીજ તૈયાર થઈ શકે છે
  તેના માટે તમારે એક એકર જમીનમાં પાક ઉઘાડવા માટે 1 કિલો બીજની જરૂરત પડશે. આ બીજ ખેડૂતોને લગભગ 5 હજાર રૂપિયા કિલોના હિસાબે મળી શકે છે. એક એકડ જમીનમાં લગભગ 2.5 ક્વિંટલ સુધી બીજ તૈયાર થશે. પરંતુ જો પાકનું વધારે ધ્યાન આપવામાં આવે તો વધારે પણ બીજ ઉતરી શકે છે.

  એક એકરમાં 1 લાખ રૂપિયાની કમાણી
  જો તમે બજારમાં આ બીજ 400 રૂપિયે કિલોના હિસાબે પણ વેચો છો તો, એક એકરમાં 1 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. સારી વાત એ છે કે, આ પાક માટે તમારે વધારે સમય રાહ પણ નહી જોવી પડે. આ પાક માત્ર 90 દિવસની અંદર તૈયાર તઈ જશે. જો તમે કોળાના બીજનું તેલ નીકાળી પૈસા કમાવવા માંગો છો તો, તેમાંથી 27 ટકા તેલ નીકળે છે.
  Published by:kiran mehta
  First published: