પુલવામા હુમલો : શહીદ જવાનોના પરિવારોને 2 BHK ફ્લેટ આપવાની જાહેરાત!

News18 Gujarati
Updated: February 19, 2019, 7:53 AM IST
પુલવામા હુમલો : શહીદ જવાનોના પરિવારોને 2 BHK ફ્લેટ આપવાની જાહેરાત!
ફિલ્મી કલાકારો અને રાજનેતાઓથી લઈ સામાન્ય માણસ દરેક લોકો શહીદ જવાનોના પરિવારના મદદ માટે આગળ આવી રહ્યા છે.

ફિલ્મી કલાકારો અને રાજનેતાઓથી લઈ સામાન્ય માણસ દરેક લોકો શહીદ જવાનોના પરિવારના મદદ માટે આગળ આવી રહ્યા છે.

  • Share this:
14 ફેબ્રુઆરીએ પુલવામામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાયતા માટે દરેક બાજુથી મદદનો હાથ લંબાવવામાં આવી રહ્યો છે. ફિલ્મી કલાકારો અને રાજનેતાઓથી લઈ સામાન્ય માણસ દરેક લોકો શહીદ જવાનોના પરિવારના મદદ માટે આગળ આવી રહ્યા છે. આ કડીમાં એક રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન ક્રેડાઈએ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવાર જનોને 2 BHK ફ્લેટ આપવાની જાહેરાત કરી છે.

મળશે 2 BHK ફ્લેટ - ક્રેડાઈએ પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને 2 BHK ફ્લેટ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય ક્રેડાઈ જવાનોને તેમના ગામ અથવા જ્યાં તેમનો પરિવાર સ્થાઈ હોય ત્યાં મકાન આપશે.

ક્રેડાઈના અધ્યક્ષ જે શાહે નિવેદનમાં કહ્યું છે કે, શોકમાં ડૂબેલા પરિવારનું સમર્થન કરવા માટે ક્રેડાઈએ શહીદોને પોતાના રાજ્ય અથવા શહેરમાં બે રૂમનું ઘર આપવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમણે કહ્યું કે, સંગઠનના તમામ 12500 સભ્ય દુખી પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. ક્રેડાઈ, ભારતમાં પ્રાઈવેટ રીયલ એસ્ટેટ ડેવલપર્સનું મુખ્ય સંગઠન છે. આમાં દેશભરના 23 રાજ્યો અને 203 શહેરોની 12000થી વધારે કંપનીઓ સામેલ છે.

જો તમે પણ સેનાના જવાનોની મદદ કરવા માંગો છો તો, સરકારની વેબસાઈટ અને એપ Bharat Ke Veer દ્વારા ડોનેશન આપી શકો છો. સેનાની મદદ માટે ગૃહ મંત્રાલય તરફથી વર્ષ 2017માં Bharat Ke Veer વેબસાઈટ અને એપને લોન્ચ કરવામાં આવી હતી. આ દ્વારા તમે એક શહિદ પરિવારને 15 લાખ રૂપિયા સુધીનો ફાળો આપી શકો છો. આ વેબસાઈટ અને એપને લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે, દેશની પ્રજા ફાળો કરી જવાનોના પરિવારોની મદદ કરી શકે.

ભારતીય સ્ટેટ બેન્કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ સૈનિકો માટે વિશેષ પહેલની જાહેરાત કરી છે. તમામ સીઆરપીએફ સૈનિક ડિફેન્સ સેલરી પેકેજ હેઠળ બેન્કના ગ્રાહક હતા, જ્યાં બેન્ક દરેક રક્ષા કર્મીઓને 30 લાખ રૂપિયાનો વીમો ઉપલબ્ધ કરાવે છે.

બેન્ક શહીદ સૈનિકોના પરિવારજનોને વીમાની રકમ જાહેર કરવામાં ઝડપી પ્રક્રિયા કરી રહી છે. પુલવામા હુમલામાં શહીદ 23 સૈનિકોએ બેન્કમાંથી લોન લીધી હતી, જે બેન્કે તત્કાલ પ્રભાવથી તમામ દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે.એસબીઆઈ કર્મચારીઓએ આ પહેલા પણ કોઈ પણ આપદા સ્થિતિમાં પ્રજાની મદદ માટે પ્રશંસાપૂર્ણ કામ કર્યું છે. આ વખતે પણ બેન્કે પોતાના તમામ કર્મચારીઓને સ્વેચ્છાએ ગૃહ મંત્રાલયની વેબસાઈટ Bharat Ke Veer અને એપ દ્વારા પૈસા મોકલવાની અપીલ કરી છે.
Published by: kiran mehta
First published: February 18, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading