સામાન્ય માણસને ઝટકો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ફરી વધારો

તમને જણાવી દઈએ કે, આ પહેલા 1 મે અને 1 એપ્રિલે પણ પણ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

News18 Gujarati
Updated: June 1, 2019, 8:46 PM IST
સામાન્ય માણસને ઝટકો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ફરી વધારો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 1, 2019, 8:46 PM IST
જૂન મહિનાના શરૂઆતમાં ડ સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. સબસીડી વગરના ગેસ સિલિન્ડરમાં 1 જૂનથી 25 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સબસીડીવાળા ગેસ સિલિન્ડરમાં 1.23 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ જણાવ્યું કે, દિલ્હીમાં એક જૂનથી સબસીડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 497.37 રૂપિયા હશે. જેની કિંમત મે મહિના સુધી 496.14 હતી. એક્સપર્ટ બતાવે છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચું તેલ મોંઘુ થવાના કારણે અને રૂપિયામાં આવેલી નબળાઈના કારણે ગેસની કિંમતોમાં વધારો નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા 1 મેના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સબસીડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 28 પૈસા વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં સબસીડી યુક્ત ગેસ સિલિન્ડરની કિંમત 495.86 રૂપિયાથી વધી 496.14 થઈ ગઈ હતી.IOCની વેબસાઈટ અનુસાર, 1 જૂનથી દિલ્હીમાં સબસીડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 497 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં આ 495.09 રૂપિયા, કોલકાતામાં 500.52 રૂપિયા અને ચેવ્વાઈમાં 485.25 રૂપિયા છે.

1 એપ્રિલે પણ રસોઈ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (IOC, BPCL, HPCL)એ સબસીડી વગરના ગેસ સિલિન્ડના ભાવમાં 5 રૂપિયા વધારો કર્યો હતો. જ્યારે, સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 25 પૈસાનો વધારો કર્યો હતો.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...