ફરી એકવખત સામાન્ય પ્રજાને ઝાટકો : રાંધણગેસના ભાવમાં રૂ.6 નો વધારો

લોકસભા ચૂંટણી દરમિયાન આમઆદમીના ખિસ્સા ઉપર લાગ્યો ઝાટકો

News18 Gujarati
Updated: May 1, 2019, 1:10 PM IST
ફરી એકવખત સામાન્ય પ્રજાને ઝાટકો : રાંધણગેસના ભાવમાં રૂ.6 નો વધારો
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 1, 2019, 1:10 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. જાહેર સંસ્થાની ગેસ-તેલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવોમાં વધારો કરી દીધો છે. બહુ સીધી અને સ્પષ્ટ વાત કરીએ તો ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો થઇ ગયો છે. જયારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5 ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે 1 મૅ થી જ લાગુ થશે.

આ વધારા બાદ દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકારોને સિલિન્ડરની કિંમત રૂ.496થી વધીને રૂ.502 પહોંચી ગઈ છે, જયારે અમદાવાદમાંમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂ 700.70ને બદલે રૂ.706.70 ચૂકવવી પડશે. સાથે કોમર્શિયલ સિલિન્ડર રૂ.730માં કંપનીઓ વેંચશે.

ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ તે સમયે રૂ.5 વધાર્યો હતો, જયારે સબસીડી વાળા સિલિન્ડરની કિંમત 25 પૈસા વધારી હતી. દિલ્હીમાં ઇન્ડેનના 14.2 કિલોના સબસીડી વાળા સિલિન્ડરની કિંમત રૂ. 706.50 છે.
First published: May 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...