ગ્રાહકોને વધુ સારી બેન્કિંગ સુવિધા આપવા PSBની પહેલ, બનાવશે નવી કંપની

ગ્રાહકોને વધુ સારી બેન્કિંગ સુવિધા આપવા PSBની પહેલ, બનાવશે નવી કંપની
પ્રતીકાત્મક તસવીર

નવી કંપની આ બેંકોને ફિનટેક કંપનીઓ સાથે ટાઇ-અપ અને ડોરસ્ટેપ બેન્કિંગ (Door step banking) સોફ્ટવેર તૈયાર કરવામાં મદદ કરશે.

 • Share this:
  મુંબઈ: પબ્લિક સેક્ટર બેંકો(PSB) નવી કંપની બનાવવાની તૈયારી કરી રહી છે, જે તેમના માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે. નવી કંપનીની સહાયથી આ સરકારી બેંકો ડિજિટલ બેંકિંગ(Digital banking)ના આ યુગમાં તેમના ગ્રાહકોને સારી સુવિધાઓ આપી શકશે. આ માટે બેંકો સંસાધનો એકત્રિત કરી રહી છે, જેથી ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન તૈયાર થઈ શકે. નવી કંપની આ બેંકોને ફિનટેક કંપનીઓ સાથે ટાઇ-અપ અને ડોરસ્ટેપ બેન્કિંગ (Door step banking) સોફ્ટવેર તૈયાર કરવામાં મદદ કરશે. ગત અઠવાડિયે નાણાં મંત્રાલય (Finance ministry)ના નાણાંકીય સેવાઓ વિભાગના સચિવ સાથે પણ એક બેઠક મળી હતી. આ પહેલ પર કામ કરવા માટે ભારતીય બેંક એસોસિએશન હેઠળ એક આંતરિક કમિટીની પણ રચના કરવામાં આવી છે. બિઝનેસ અખબાર મિન્ટે તેના એક અહેવાલમાં આ વિશે માહિતી આપી છે.

  ખરેખર કોરોના વાયરસે લોકોને નવી રીતે બેંકિંગ સેવાઓનો લાભ લેવા દબાણ કર્યું છે. ડિજિટલ અને ડોરસ્ટેપ બેંકિંગના નવા યુગથી લોકોની બેંકો પ્રત્યેના વર્તનમાં મોટો ફેરફાર થયો છે. એવું માનવામાં આવે છે કે બેંકિંગ સેવાઓ સંદર્ભે આ સ્થિતિ હજી પણ આગળ વધશે. બહુ ઓછા લોકો બેંક શાખામાં જવાનું પસંદ કરશે.  બેંકો ડિજિટલ બેંકિંગના ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહી છે

  આ અહેવાલમાં એક સ્ત્રોતને  ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આજના સમયમાં તમામ બેંકિંગ ડિજિટલ ધીરાણ પ્લેટફોર્મ અપનાવી રહી છે. દરેક બેંક આ દિશામાં રોકાણ કરી રહી છે. તેમના રોકાણોનું કદ ખૂબ મોટું છે, જે બધી બેંકો માટે શક્ય નથી. જોકે, આ કામ મોટી સરકારી બેંકના નેતૃત્વ હેઠળ અથવા પીએસબી એલાયન્સ હેઠળ થઈ શકે છે. આના માધ્યમથી આઇટી પહેલ માટે લોન પ્રોડક્ટ્સ પ્રદાન કરવા માટે એક સરખા પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે.

  આ પણ વાંચો: વડતાલ મંદિર ફરી વિવાદમાં: 60 વર્ષીય સ્વામી 26 વર્ષની પરિણીતાને ભગાડી ગયાની ફરિયાદ

  ડિજિટલ બેંકિંગ સેવાઓની દિશામાં સેવા પ્રદાતાઓ અને તકનીકી ભાગીદારો માટે રાજ્ય સંચાલિત બેંકો દરખાસ્ત માટેની વિનંતી જારી કરવાનું વિચારી રહી છે. શક્ય છે કે સોફ્ટવેર શેર કરવા સિવાય આ સરકારી બેંકો હાર્ડવેરને પણ શેર કરી શકે છે. જેનો ઉપયોગ બેંકોની પાછળની ઓફિસ અને સર્વર્સમાં થાય છે.

  આ પણ વાંચો: પ્રેગનેન્ટ પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, સંબંધ બાંધવા માટે કરતો હતો મજબૂર

  જણાવી દઈએ કે હાલમાં પણ પીએસબી એલાયન્સ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર છે. આ અંતર્ગત એક પહેલ હેઠળ 12 બેંકોએ જોડાણ કર્યું છે. આમાં, યુકો બેંકની ભૂમિકા અગ્રેસર છે, જે બે તકનીકી કંપનીઓને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરે છે.

  નોંધનીય છે કે કોરોના વાયરસના યુગમાં બેંકો તેમની સેવાઓ માટે ડિજિટાઇઝેશનનો આશરો લેતી હતી. ડિજિટલ ખાતું ખોલવું એ પણ આમાંનું એક હતું. આ પહેલ હેઠળ બેંકો વિડીયો KYC દ્વારા બેંક ખાતાઓ ખોલવાની સુવિધા પૂરી પાડતી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:February 22, 2021, 12:22 pm

  ટૉપ ન્યૂઝ