PPF દ્વારા પણ તમે બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ

News18 Gujarati
Updated: March 9, 2020, 2:19 PM IST
PPF દ્વારા પણ તમે બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ
ભારત અને ચીન વેપારની વાત કરીએ તો આ વર્ષે 2000 થી 2018ની વચ્ચે મોટો વધારો જોવા મળ્યો છે. જ્યાં વર્ષ 2000માં ભારત ચીનની સાથે તીન બિલિયન ડૉલરનો વેપાર કર્યા હતો. ત્યાં જ આંકડા 2018માં 95 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. જો ભારતના નજરે જોઇએ તેમાં વેપારમાં ખોટ વધુ છે. આમ કહેવાની વાત એ છે કે તે ક્ષેત્ર જેમાં ચીન પર ભારતની નિર્ભરતા વધુ છે. તેને ઓછી કરવી પડશે અને પોતાની નિર્મામ ક્ષમતા વધારવી પડશે.

પીપીએફમાં તમે એક વર્ષમાં દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

  • Share this:
નવી દિલ્હી : દરેક જણને પગારમાંથી બચત કરીને કરોડપતિ બનવુ હોય છે. તો આજે આપણે એવી ટ્રિક જોઇશું જેનાથી તમારી માસિક આવકમાંથી (Monthly Income) જ તમે કરોડપતિ બની શકો છો. જોકે, તમારે આ માટે લાંબા સમય માટે રોકાણ કરવાની જરૂર છે. પબ્લિક પ્રોવિડંડ ફંડ (Public Provident Fund) દ્રારા આપ કરોડપતિ બની શકો છો. પીપીએફમાં તમે એક વર્ષમાં દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

રોકાણ કરવાનાં વિકલ્પમાં PPF સૌથી લોકપ્રિય છે કારણ કે આમા તમને સરકારી ગેરંટી મળે છે. ફિક્સ્ડ આવક વિકલ્પોમાં સૌથી લોકપ્રિય પીપીએફ (PPF) છે. આમાં તમને ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. ઇન્કમ ટેક્સ એક્ટનાં (Income Tax Act, 1961) સેક્શન 80 C અંતર્ગત તમે ટેક્સ છૂટને ક્લેમ કરી શકો છો.

પીપીએફમાં ઓછામાં ઓછા 15 વર્ષનું રોકાણ કરી શકાય છે. 15 વર્ષનાં લોકઇન પિરીયડ બાદ પણ તમે આને 5-5 વર્ષની અવધિ માટે વધારી શકો છો. આપ ઇચ્છો તો તેમાં 15, 20, 25 કે 30 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો : YES Bank crisis: રાણા કપૂરની પુત્રી રોશનીને મુંબઈ એરપોર્ટ ઉપર લંડન જવાથી રોકી

કરોડપતિ કઇ રીતે બની શકો છો?

જો તમે પીપીએફ ખાતુ અત્યારે જ ખોલાવ્યું છે તો દર મહિને 4,585 રૂપિયા સુધીનું રોકાણ કરીને 35 વર્ષમાં કરોડપતિ બની શકો છો. આ વર્ષોમાં તમને 7.9 ટકા વ્યાજ મળતું રહે છે તો આપ કરોડપતિ બની શકો છો. જો તમે 30 વર્ષમાં કરોડપતિ બનવા માંગો છો તો આ માટે તમે દર મહિને 6945 રૂપિયાનું રોકાણ કરો. જો આપ 25 વર્ષમાં આ ટાર્ગેટ પુરો કરવા માંગો છો તો આપ દર મહિને 10,720 રૂપિયાનું રોકાણ પીપીએફમાં કરી શકો છો. વર્ષમાં દોઢ લાખની લિમિટમાં તમે દર મહિને મહત્તમ 12,500 રૂપિયા ખાતામાં જમા કરાવી શકો છો અને 7.9 ટકા વ્યાજ દર મળે છે તો તમે 23 વર્ષમાં કરોડપતિ બની શકો છો. પરંતુ જો તમે 5-5 વર્ષમાં રોકાણ કરો છો તો તમે 25 વર્ષ પહેલા રૂપિયા લઇ નથી શકતા.આ પણ વાંચો : Yes Bankના ગ્રાહકો માટે મોડી રાત્રે આવ્યા રાહતના સમાચાર! હવે ATMથી રૂપિયા ઉપાડી શકાશે

15 વર્ષ પછી રોકાણ બંધ કરો તો?

તમારી પાસે એક અન્ય વિકલ્પ પણ છે કે, આપ 15 વર્ષનાં લોગઇન પીરિયડ પછી પીપીએફમાં રોકાણ કરવાનું બંધ કરી દો. આ બાદ જો તમે રકમમાં કંઇપણ ઉમેરતા નથી તો પણ તમે 35 વર્ષમાં એક કરોડ રૂપિયા મેળવી શકો છો. જો 15 વર્ષ સુધી તમે 6,270 રુપિયા દર મહિને રોકાણ કરો છો તો 15 વર્ષ પછી તમારી પાસે 21.87 લાખ રૂપિયા હશે. જે પછી પણ તમે આમાં રોકાણ નથી કરતા તો 35 વર્ષ સુધી 1 કરોડ રૂપિયાનાં માલિક બની શકો છો.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 9, 2020, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading