Home /News /business /

PPF: દરરોજ 250 રૂપિયા જમા કરવા પર પાકતી મુદતે મળશે 62 લાખ રૂપિયા, રોકાણ ડૂબવાનું પણ જોખમ નહીં

PPF: દરરોજ 250 રૂપિયા જમા કરવા પર પાકતી મુદતે મળશે 62 લાખ રૂપિયા, રોકાણ ડૂબવાનું પણ જોખમ નહીં

પીપીએફમાં રોકાણ

Public provident Fund update : પીપીએફની શરૂઆત 1968માં રાષ્ટ્રીય બચત સંગઠને એક નાની બચતના રૂપમાં કરી હતી. જેમાં સતત 15 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. જો તમારે પૈસાની જરૂર હોય તો 15 વર્ષ પછી તમે પૈસા ઉપાડી શકો છો.

    મુંબઇ. PPF Update : જો તમે રોકાણ (Investment) માટેના એવા વિકલ્પની શોધમાં છો જેમાં બિલકુલ જોખમ ન હોય તો તમારા માટે પીપીએફ (Public provident Fund) ખૂબ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. પીપીએફમાં રોકાણ કરવા પર બિલકુલ જોખમ નથી. આનું કારણ એવું છે કે આ રોકાણને સરકારની સુરક્ષા (Government guarantee) મળેલી છે. પીપીએફમાં રોકાણ કરવાથી તમને ખૂબ સારો નફો મળી શકે છે. બસ આ માટે સાવધાનીપૂર્વક અને સમજદારી પૂર્વક રોકાણ કરવાની જરૂર છે. પીપીએફમાં દરરોજ 250 રૂપિયા જમા કરવા પર પાકતી મુદતે 62 લાખ રૂપિયા મળી શકે છે. તો આ સ્કીમ વિશે જાણીએ.

    મળે છે મહત્તમ લાભ

    પીપીએફની શરૂઆત 1968માં રાષ્ટ્રીય બચત સંગઠને એક નાની બચતના રૂપમાં કરી હતી. જેમાં સતત 15 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. જો તમારે પૈસાની જરૂર હોય તો 15 વર્ષ પછી તમે પૈસા ઉપાડી શકો છો. જોકે, આ સ્કીમમાં 15 વર્ષ પછી રોકાણનો સમય વધારવાનો વિકલ્પ મળે છે. 15 વર્ષ બાદ તેને પાંચ વર્ષ માટે વધારી શકાય છે. આ માટે તમારે એક ફોર્મ જ ભરવાની રહેશે. જો તમે રકમ નથી વધારતા તો પણ તમને વ્યાજનો ફાયદો મળે છે.

    આ પણ વાંચો: દરરોજ માત્ર રૂ. 20ની બચત તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઇ રીતે

    પાકતી મુદતે કેટલી રકમ મળશે?

    કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને પીપીએફ એકાઉન્ટ પર મળતા વ્યાજના દરમાં ફેરફાર કરે છે. સામાન્ય રીતે વ્યાજ દર 7થી 8 ટકાની વચ્ચે રહે છે. આર્થિત સ્થિતિ જોઈને વ્યાજ દર વધુ કે ઓછો હોઈ શકે છે. વર્તમાન વ્યાજદર 7.1 ટકા છે. આ વ્યાજ દર અનેક બેંકોના એફડી દર કરતા વધારે છે. પીપીએફ એકાઉન્ટમાં તમે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

    આ એકાઉન્ટની મેચ્યોરિટી એટલે કે પાકતી મુદત 15 વર્ષ છે. 15 વર્ષ પછી તમે પૈસા ઉપાડી શકો છો અથવા મુદતને વધુ પાંચ વર્ષ માટે બે વખત એટલે કે 10 વર્ષ સુધી વધારી શકો છો. જો તમે વર્ષે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષ બાદ તમને 41 લાખ રૂપિયા મળશે.

    આ પણ વાંચો: ટાટા ગ્રુપનો આ ઓટો શેર કરાવશે બમ્પર કમાણી, બિગ બુલે પણ કર્યુ છે રોકાણ

    દરરોજ 250 રૂપિયા જમા કરવા પર મળશે 62 લાખ રૂપિયા

    જો તમે દરરોજ 250 રૂપિયા પીપીએફ એકાઉન્ટમાં જમા કરશો તો મહિને 7,500 રૂપિયા જમા થશે. એટલે કે વાર્ષિક ધોરણે તમે પીપીએફમાં 9,000 રૂપિયાથી વધારે રકમ જમા કરશો. આ રકમ તમે 15 વર્ષ સુધી જમા કરશો. જો તમે 25 વર્ષની વયે રોકાણની શરૂઆત કરો છો અને 25 વર્ષ સુધી રોકાણ કરો છો તો તમને 50 વર્ષની વયે 62.5 લાખ રૂપિયા મળશે. આ રકમ પર કોઈ ટેક્સ પણ નહીં લાગે. વ્યાજની રકમ 40 લાખ રૂપિયા જેટલી થશે. જ્યારે 25 વર્ષ સુધી તમારે 22.75 લાખ જેટલું રોકાણ કરવું પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Post office, PPF, Savings

    આગામી સમાચાર