ન્યૂઝ18 ગુજરાતી: જો તમે શેર બજારમાં પૈસા રોકવા નથી માગતા અને મ્યુચુઅલ ફંડ વિશે વધુ જાણકારી નથી તો તમે આ સ્કીમમાં નાણાં રોકી શકો છો. આ સ્કીમમાં તમારા નાણાં સુરક્ષિત રહેશે. ખાસ કરીને આમાં મળનાર નફા પર કોઇ પણ પ્રકારનું ટેક્સ નહીં લાગે.
5 વર્ષમાં 9.70 લાખનું ફંડ- આ સરકારી યોજનામાં લગભગ 5 વર્ષમાં જ 9.70 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે. આ માટે તમારે માત્ર પાંચ વર્ષ માટે ઓછું ખર્ચ કરવું પડશે. આ પછી તમારા જમા નાણાં ખૂબ જ ઝડપથી વધશે. અમે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF)ની વાત કરી રહ્યાં છે. આમાં હાલ વાર્ષિક 8 ટકા વ્યાજ મળી રહ્યું છે.
તમે પ્રાઇવેટ, સરકારી નોકરી કરતાં હોવ અથવા ખેડૂત હોવ તો પણ આ યોજનામાં રોકાણ કરી શકો છો. તમે પોતાના નામે, પત્ની અથવા બાળકોના નામે આ લઇ શકો છો. આમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે.
ભારત સરકાર લે છે આ સ્કીમની ગેરન્ટી- પીપીએફ સ્મોલ સેવિંગ પ્રોડક્ટ છે. આમાં રોકેલા નાણાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કેમ કે, આની ગેરન્ટી ભારત સરકાર લે છે. આની પર એક નિશ્ચિત રિટર્ન મળે છે. સરકાર આની પર મળનાર રિટર્નની સમયાંતરે સમીક્ષા કરે છે. તમે સરકારી અથવા પ્રાઇવેટ કોઇપણ બેંકમાં PPF એકાઉન્ટ ખોલાવી શકો છો.
5 વર્ષમાં બનશે ફંડ- અમે જે કેલક્યુલેશન બતાવી રહ્યાં છે તે પ્રમાણે, 5 વર્ષ બાદ તમારા ફંડની વેલ્યુ 9.70 લાખ રૂપિયાની આસપાસ હશે. PPFમાં તમે 15 વર્ષ સુધી જ જમા કરાવી શકો છો. અત્યારે આમાં તમે વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા વાર્ષિક જમા કરાવી શકો છો.
આ સ્કીમમાં 5 વર્ષમાં તમારી પાસે 9.70 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે. જો તમે 15 વર્ષ સુધી 1.50 લાખ રૂપિયાનું રોકાણ ચાલુ રાખશો તો આ ફંડ વધીને 47 લાખ રૂપિયા થઇ જશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર