પીપીએફમાં રોકાણ કરો છો? તો આ તારીખ યાદ રાખો, બમ્પર વ્યાજ મળશે

પીપીએફમાં રોકાણ કરો છો? તો આ તારીખ યાદ રાખો, બમ્પર વ્યાજ મળશે
લાખો પરિવારો નાની બચત યોજનામાં રોકાણ કરે છે. નાની બચત યોજના લાંબા ગાળા માટે ફાયદાકારક નીવડે છે

લાખો પરિવારો નાની બચત યોજનામાં રોકાણ કરે છે. નાની બચત યોજના લાંબા ગાળા માટે ફાયદાકારક નીવડે છે

  • Share this:
નવી દિલ્હી : લાખો પરિવારો નાની બચત યોજનામાં રોકાણ કરે છે. નાની બચત યોજના લાંબા ગાળા માટે ફાયદાકારક નીવડે છે. આવી યોજના ટેક્સ બચત માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આવી જ એક યોજના પીપીએફ પણ છે. જેમાં લોકોનો વિશ્વાસ વધુ છે. જો પીપીએફ યોજનામાં તમારું એકાઉન્ટ હોય તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. પીપીએફ એકાઉન્ટમાં દર પાંચ તારીખે રોકાણ કરતા હોવ તો હવે વધુ વ્યાજ મળશે. આ વ્યાજની ગણતરી કરવાની પદ્ધતિ આવી છે.

વર્તમાન સમયે પીપીએફમાં વ્યાજની ગણતરી માસિક ધોરણે થાય છે. અલબત્ત વ્યાજ નાણાકીય વર્ષના અંતે ક્રેડિટ થતું હોય છે. પીપીએફ ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ હોય તો પણ મહિનાની પાંચમી તારીખે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. જો તમે પીપીએફમાં પાંચમી તારીખે અથવા પહેલા રોકાણ કરો છો તો તે પૈસા ઉપર પણ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. અલબત્ત જો પાંચ તારીખ બાદ રોકાણ કરો તો પાછળના મહિના સુધીનું જ વ્યાજ મળે છે. એકંદરે તમને એક મહિનાના વ્યાજની નુકસાની જાય છે.આ પણ વાંચો - Ram Navami 2021: આ દિવસે મનાવાશે રામ નવમી, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

આવી રીતે થાય છે ફાયદો

જો તમે પીપીએફમાં રૂ. 50,000નું રોકાણ કરો અને વ્યાજ 7.01 ટકા હોય 28 તારીખ સુધીમાં ખાતામાં બેલેન્સ રૂ. 3 લાખનું હોય તો આવી સ્થિતિમાં 31 માર્ચ સુધીમાં ખાતાનું લઘુતમ બેલેન્સ 3.5 લાખ રૂપિયા માનવામાં આવશે. વ્યાજની ગણતરી 7.1%/12*3.5 લાખ = રૂ. 2071ની રીતે થશે. અલબત્ત જો તમે છ માર્ચે રૂ. 50,000 જમા કરો અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમારું બેલેન્સ રૂપિયા 3 લાખ હોય તો માર્ચ માટે તમારા ખાતામાં બેલેન્સ ત્રણ લાખ જ ગણવામાં આવશે. આવી સ્થિતિમાં વ્યાજની ગણતરી 7.1%/12*3 લાખ = રૂ. 1775 લેખે થશે. એટલે કે એક દિવસ મોડું થવાના કારણે રૂ. 296નું નુકસાન થશે.

પીપીએફ ખાતામાં મળે છે 7.1 ટકા વ્યાજ

પીપીએફમાં રોકાણ પર વર્તમાન સમયે 7.1 ટકાનું વ્યાજ મળે છે. ગત 30 માર્ચ 2020માં સરકારે નાની બચત યોજનામાં મળનારા વ્યાજ પર કાપ મૂક્યો હતો. થોડા સમય પહેલાં પણ સરકારે આવો જ એક નિર્ણય લઈને વ્યાજ 6.4 ટકા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બીજા દિવસે ફેરવી તોળ્યું હતું અને ભૂલ થઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો.
Published by:News18 Gujarati
First published:April 07, 2021, 22:00 pm

ટૉપ ન્યૂઝ