PPF: આગામી બજેટમાં આ વાતને મંજૂરી મળે તો માત્ર 15 વર્ષ પછી 80 લાખ રૂપિયા મળી શકે!
PPF: આગામી બજેટમાં આ વાતને મંજૂરી મળે તો માત્ર 15 વર્ષ પછી 80 લાખ રૂપિયા મળી શકે!
પીપીએફમાં રોકાણ
Public Provident Fund: તજજ્ઞોને આશા છે કે, આગામી બજેટમાં PPFની વાર્ષિક થાપણ મર્યાદામાં વધારો કરીને 3 લાખ રૂપિયા કરવામાં આવશે. તેમણે કલમ 80 સી થાપણ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવાની પણ હાકલ કરી છે.
મુંબઈ. Public Provident Fund account: મોદી સરકાર (Modi Government)ના આગામી બજેટ (Budget) પર ઉદ્યોગો અને લોકોને ઘણીબધી અપેક્ષાઓ છે. રોકાણકારો અને ટેક્સ એક્સપર્ટ આગામી બજેટ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (Public Provident Fund account) હેઠળ નિર્ધારિત મહત્તમ ડિપોઝિટ મર્યાદામાં વધારાનો માર્ગ મોકળો કરશે તેવી આશા રાખે છે. વર્તમાન સમયે PPF એકાઉન્ટમાં વ્યક્તિ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ થાપણ આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર કપાત માટે લાયક છે. તજજ્ઞોને આશા છે કે, આગામી બજેટમાં PPFની વાર્ષિક થાપણ મર્યાદામાં વધારો કરીને 3 લાખ રૂપિયા કરવામાં આવશે. તેમણે કલમ 80 સી થાપણ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવાની પણ હાકલ કરી છે.
2014થી મર્યાદામાં કોઈ ફેરફાર નહીં
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી રૂ. 1.5 લાખની ડિપોઝિટ મર્યાદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. તેથી તેના પર પુન:ર્વિચારણાની જરૂર હોવાનું તજજ્ઞો માને છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અનુસાર, વર્તમાન સમયમાં PPF ડિપોઝિટ મર્યાદા વધારવી જરૂરી છે કારણ કે, તે સેલ્ફ-એમ્પ્લોયડ કરદાતાઓ માટે એકમાત્ર સલામત અને કર બચત યોજના છે.
મર્યાદા ત્રણ લાખ રૂપિયા કરવાનું સૂચન
પગારદાર કર્મચારીઓ પાસે પ્રોવિડન્ટ ફંડની વિવિધ સ્કીમમાં રોકાણ કરવાનો વિકલ્પ છે, પણ બિન-પગારદાર અને સેલ્ફ-એમ્પ્લોયડ કરદાતાઓ પાસે કરમુક્ત વળતરની બાંયધરી આપતી લાંબા ગાળાની રોકાણ માટેની યોજના તરીકે માત્ર PPF છે. ICAIએ તેના પ્રી-બજેટ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, સેલ્ફ-એમ્પ્લોયડ કરદાતાઓ માટે ઉપલબ્ધ એકમાત્ર સલામત અને કર બચત વિકલ્પ PPF છે. તેથી PPF કન્ટ્રીબ્યુશનની ટોચમર્યાદા વધારીને રૂ. 3 લાખ કરવાનું સૂચન છે.
PPF ડિપોઝિટ પર હાલના 7.1 ટકા વ્યાજના દરને ધ્યાનમાં લેતા 15 વર્ષમાં લોકોને લગભગ 40 લાખ રૂપિયા મળી શકે છે. રોકાણકારોને ફરજિયાત 15 વર્ષના પરિપક્વતા સમયગાળા પછી દરેક 5 વર્ષના બ્લોક્સમાં તેમના PPF ખાતાનો વ્યાપ વધારવાની મંજૂરી છે. આવી સ્થિતિમાં જો ડિપોઝિટની મર્યાદા વધારીને 3,00,000 રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવે છે, તો રોકાણકારોને 15 વર્ષ પછી PPFમાંથી 80 લાખ રૂપિયાથી વધુ મળી શકે છે. જોકે, આવું કરવા માટે આવકવેરાના નિયમો સહિત ઘણા નિયમોમાં ફેરફારો કરવાની જરૂર પડશે.
હવે આગામી બજેટ PPF રોકાણકારો અને ટેક્સ નિષ્ણાતોની લાંબા સમયથી ચાલી આવતી આ માંગને પૂરી કરશે કે નહીં એ જોવાનું રહેશે. ICAIએ વધુમાં કહ્યું કે, ફુગાવાને ધ્યાનમાં લેતા અને વૃદ્ધ થતા લોકોની સામાજિક સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં લેતા મર્યાદાને યોગ્ય માનવામાં આવે તે રીતે વધુ વધારી શકાય. રૂ.1.50 લાખની આ મર્યાદા 2014માં નક્કી કરવામાં આવી હતી. ત્યારે હવે ફુગાવા અને વૃદ્ધ થતા લોકોની સામાજિક સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ મર્યાદા વધારીને વધુ કરવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર