મોટા સમાચારઃ આ બેન્કો અને કંપનીઓને વેચવાની તૈયારીમાં સરકાર! જાણો શું છે પ્લાન

News18 Gujarati
Updated: July 21, 2020, 1:48 PM IST
મોટા સમાચારઃ આ બેન્કો અને કંપનીઓને વેચવાની તૈયારીમાં સરકાર! જાણો શું છે પ્લાન
આ પ્રસ્તાવ મુજબ, LIC અને એક Non Life Insurance કં૫ની સરકાર પોતાની પાસે રાખશે. (પ્રતીકાત્મક તસવીર)

બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો હિસ્સો સરકાર વેચી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર, સરકારી કંપનીઓ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ- PSU)ની સાથોસાથ સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણની તૈયારી કરી રહી છે. CNBC આવાજના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, LIC અને એક નૉન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને બાદ કરતાં બાકી તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં સરકાર પોતાની હિસ્સેદારી સમયાંતરે વેચી શકે છે. બીજી તરફ, બેન્કોના પ્રાઇવેટાઇઝેશનનો પણ પ્લાન કરી રહી છે. તેની પર PMO, નાણા મંત્રાલય અને નીતિ આયોગની વચ્ચે સહમતિ સધાઈ છે, સાથોસાથ કેબિનેટ ડ્રાફ્ટ નોટ પણ તૈયાર થઈ ચૂકી છે.

આ પ્રસ્તાવ મુજબ, LIC અને એક Non Life Insurance કં૫ની સરકાર પોતાની પાસે રાખશે. નોંધનીય છે કે, હાલ કુલ 8 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. LIC ઉપરાંત 6 જનરલ ઇન્સ્યોરન્સ અને એક National Reinsurer કંપની છે.

આ પણ વાંચો, 78 ટનના મશીનમાં એવું શું ખાસ હતું કે તેને મહારાષ્ટ્રથી કેરળ પહોંચાડવામાં 1 વર્ષનો સમય લાગ્યો?

બેંકોનું પણ ખાનગીકરણ થશે- મની કન્ટ્રોલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 6 સરકારી બેન્કોને બાદ કરતાં બાકી તમામ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી શકે છે. પહેણા ચરણમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (Indian Overseas Bank)માં સરકાર હિસ્સેદારી વેચી શકે છે.

આ પણ વાંચો, જાણો એ કામોની સંપૂર્ણ યાદી, જેનાથી તમને કોરોના વાયરસ સંક્રમણનો સૌથી વધુ ખતરો

6 બેન્કોને બાદ કરતાં બાકી તમામ બેન્કોની ખાનગીકરણની યોજના હેઠળ બેન્કોમાં સરકારી હિસ્સેદારી ચરણોમાં વેચવાનો પ્રસ્તાવ છે. પહેલા ચરણમાં 5 સરકારી બેન્કોનો હિસ્સો વેચવામાં આવી શકે છે. સૌથી પહેલા બેન્ક ઓફ મહારાષ્ર્ન, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં સરકાર હિસ્સો વેચી શકે છે. Bank of India, Central Bank of Indiaનું પણ ખાનગીકરણ શક્ય છે. UCO Bankમાં પણ સરકાર હિસ્સેદારી વેચી શકે છે. (લક્ષ્મણ રૉય, CNBC આવાજ)
Published by: Mrunal Bhojak
First published: July 21, 2020, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading