સાર્વજનિક બેન્કની (પીએસબી) આર્થિક પરિસ્થિતિ મજબૂત કરવાના ઈરાદા સાથે લગભગ 70 વિદેશી શાખાઓવા કાર્યાલયને બંધ કરવા અથવા તર્કસંગત બનાવવામાં લાગી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અવ્યવહારિક વિદેશી ઓપરેશન્સને બંધ કરવામાં આવી રહ્યા છે, જ્યારે કાર્યકુશળતા મેળવવા માટે એક જ શહેર અથવા આસ-પાસના વિસ્તારમાં વધુ શાખાઓને તર્કસંગત બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
સૂત્રોએ કહ્યું કે, આ ક્રમમાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કની ચાલુ નાણાકીય વર્ષમાં 70 વિદેશી શાખાઓને બંધ કરવાનું અથવા તર્કસંગત બનાવવાની યોજના છે. ગત વર્ષે સરકારી બેન્કોએ 35 વિદેશી શાખાઓ બંધ કરી હતી. આંકડા અનુસાર, સાર્વજનિક બેન્કોની વિદેશમાં 159 શાખાઓ ચાલી રહી છે, જેમાંથી 41 શાખાઓ 2016-17માં નુકશાનીમાં હતી.
ભારતીય સ્ટેટ બેન્કની 9 વિદેશી શાખા નુકશાનમાં છે, જ્યારે બેન્ક ઓફ ઈન્ડીયાની 8 અને બેન્ક ઓપ બરોડાની 7 શાખાઓ નુકશાનમાં છે. સરકારી બેન્કોની 31 જાન્યુઆરી 2018 સુધી, લગભગ 165 વિદેશી શાખાઓ સિવાય સબસિડીયર, સંયુક્ત સાહસ અને પ્રતિનિધિ કચેરીઓ છે. એસબીઆઈની સૌથી વધારે વિદેશી શાખા(52) છે, ત્યારબાદ બેન્ક ઓફ બરોડા(50) અને બેન્ક ઓફ ઈન્ડીયા(29) શાખા છે.
સરકારી બેન્કોની સૌથી વધારે શાખાઓ બ્રિટન(32) અને ત્યારબાદ હોન્ગ કોન્ગ(13) અને સિંગાપોર(120)માં છે. ગત 7 નવેમ્બરમાં થયેલા પીએસબી મંથનમાં બેન્કીંગ ક્ષેત્રના એજન્ડા અનુસાર, બેન્કોને ખર્ચની દ્રષ્ટીએ કુશળ બનાવવા માટે વિદેશી પરિચાલનને તર્કસંગત બનાવવાની દીશામાં પગલું ભરવાનું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર