છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સરકારી બેન્કોએ સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેન કરવા અને એટીએમથી ફ્રી ટ્રાન્જેક્શનથી વધારે ટ્રાજેક્શન કરવા પર 10 હજાર કરોડ રુપિયાની મોટી રકમ ભેગી કરી લીધી છે. ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ(SBI) વર્ષ 2012 સુધી બેન્કમાં મિનિમન બેલેન્સ ના રાખવા પર ચાર્જ લેતું હતું. જોકે 2012થી 31 માર્ચ 2016 સુધી બેન્કે આ ચાર્જ બંધ કરી દીધો હતો. જ્યારે અન્ય પ્રાઇવેટ બેન્કે પોતાનો ચાર્જ યથાવત્ રાખ્યો છે.
1 એપ્રિલ 2017થી એસબીઆઈએ રકમ કાપવાનું ફરી શરુ કરી દીધું છે. 1 ઓક્ટોબર 2017થી એસબીઆઈએ મિનિમન બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. બેસિક સેવિંગ ડિપોઝીટ એકાઉન્ટ અને જનધન એકાઉન્ટમાં મિનિમન બેલેન્સની કોઈ મર્યાદા નથી. સરકારી બેન્કો દ્વારા ભેગા કરવામાં આવેલા 10 હજાર કરોડ રુપિયા સિવાય પ્રાઇવેટ બેન્કોએ પણ મોટી રકમ ભેગી કરી છે. રિપોર્ટ પ્રમાણે સેવિંગ એકાઉન્ટમાં મિનિમન બેલેન્સ ના રાખવા પર 6246 કરોડ રુપિયા વધારાના ભેગા કર્યા છે. જ્યારે એટીએમથી ફ્રી ટ્રાન્જેકશનથી વધારે ટ્રાન્જેક્શન કરવા માટે 4145 કરોડ રુપિયા ભેગા કર્યા છે. તેમાં સૌથી વધારે રકમ એસબીઆઈએ ભેગી કરી છે.
આ વાતની જાણકારી સરકારે સંસદમાં આપેલા ડેટામાં બતાવી છે. આ રિપોર્ટમાં પ્રાઇવેટ બેન્કોની જાણકારી આપવામાં આવી નથી. લોકસભા સદસ્ય દિબ્યેંદુ અધિકારી દ્વારા પુછેલા સવાલના જવાબમાં વિત્ત મંત્રાલયે આ રિપોર્ટ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બધી બેન્કોને પોતાની અલગ-અલગ સેવા માટે ફિક્સ ચાર્જની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈના દિશા નિર્દેશ પ્રમાણે મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં કોઈપણ બેન્કના એટીએમથી એક મહિનામાં ત્રણ ટ્રાન્જેક્શન ફ્રી છે. જ્યારે બેન્કના પોતાના એટીએમથી કોઈપણ સ્થાને 5 ટ્રાન્જેક્શન ફ્રી છે. ટ્રાન્જેક્શન લિમિટ પૂરી થયા પછી ઉપયોગ કરનાર વ્યક્તિના દરેક ટ્રાન્જેક્શન માટે 20 રુપિયા કપાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર