Home /News /business /Prudent Corporate Advisory IPO: પ્રુડેન્ટ કોર્પોરેટનો આઈપીઓ ખુલ્યો, જાણો કેટલું રોકાણ કરવું પડશે?

Prudent Corporate Advisory IPO: પ્રુડેન્ટ કોર્પોરેટનો આઈપીઓ ખુલ્યો, જાણો કેટલું રોકાણ કરવું પડશે?

9 નવેમ્બરે ખુલશે આ કંપનીઓ IPO

Prudent Corporate Advisory IPO: ઇશ્યૂમાં 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે, જ્યારે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.

મુંબઇ. Prudent Corporate Advisory IPO: રિટેલ મેનેજમેન્ટ ફર્મ Prudent Corporate Advisory Servicesનો આઈપીઓ આજે ખુલી રહ્યો છે. કંપનીએ આઈપીઓના એક દિવસ પહેલા સોમવારે એન્કર રોકાણકારો (Anchor investors) પાસેથી 159 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીનો ઇશ્યૂ 10 મેના રોજ એટલે કે આજે ખુલ્યો છે અને 12મી મેના રોજ બંધ થશે. કંપનીએ 630 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 25,30,651 શેર એન્કર રોકાણકારોને અલૉટ કર્યા છે. આ રીતે કંપનીએ આઈપીઓ ખુલતા પહેલા જ 159.43 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.

પ્રાઇસ બેન્ડ (Prudent Corporate Advisory IPO Price Band)


કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 595-630 રૂપિયા રાખી છે. કંપનીનો ઇશ્યૂ 538.6 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેનો મતલબ એવો થાય છે કે IPO અંતર્ગત કંપની કોઈ નવા શેર બહાર નહીં પાડે પરંતુ પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો પોતાનો હિસ્સો વેચશે. આથી આઈપીઓના પૈસા કંપનીના ખાતામાં જવાને બદલે રોકાણકારો અને પ્રમોટર્સના ખાતામાં જશે.

કંપનીએ હાલ 85,49,340 ઇક્વિટી શેર વેચવા માટે રાખ્યા છે. જેમાં 82,81,340 શેર કંપનીની શેર હોલ્ડર Wagner Ltd વેચાણ માટે મૂકશે. જ્યારે CEO શિરીષ પટેલ (Shirish Patel) 2,68,000 શેર વેચશે.

રોકાણ કરવું કે નહીં?


બ્રોકરેજ ફર્મ એન્જલ વન (AngelOne) તરફથી પ્રૂડેન્ટ કોર્પોરેટના આઈપીઓને ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે, "અમારું માનવું છે કે પ્રૂડેન્ટ પાસે મજબૂત રિટેલ આધારિત બિઝનેસ મોડલ છે. કોઈ અન્ય માટે આ બિઝનેસ મોડલને અનુસરનું મુશ્કેલ છે. જોકે, સમકક્ષ કંપનીઓની સરખામણીમાં આ કંપનીનું વેલ્યૂએશન થોડું મોંઘું છે, જે નિકટ ભવિષ્યમાં કોઈ લાભને સીમિત કરી શકે છે. આ માટે અમે આઈપીઓ માટે ન્યૂટ્રલ વેલ્યૂની ભલામણ કરીએ છીએ."

મહત્ત્વની તારીખો (Prudent Corporate Advisory IPO Dates)


આઈપીઓ ખુલશે10-May-22
આઈપીઓ બંધ થશે12-May-22
અલોટમેન્ટ18-May-22
રિફંડ19-May-22
શેર ડીમેટ ખાતામાં જમા થશે20-May-22
લિસ્ટિંગ તારીખ23-May-22

આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓમાં રિટેલ કેટેગરીમાં તૂટ્યો રેકોર્ડ

કેટલું રોકાણ કરવું પડશે? (Prudent Corporate Advisory IPO minimum Investment)


આઈપીઓમાં રિટેલ રોકાણકારો લોટમાં અરજી કરી શકશે. રોકાણકારોએ ઓછામાં ઓછા 23 શેરના એક લૉટ માટે અરજી કરવાની રહેશે. આ માટે 14,490 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લૉટ (299 શેર) માટે અરજી કરી શકશે. આ માટે 1,88,370 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
લૉટશેરરોકાણ
123₹14,490
13299₹188,370

આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓથી ફટાફટ નફો કમાવવા માંગતા રોકાણકારોને લાગી શકે છે ઝટકો

કોના માટે કેટલો હિસ્સો અનામત? (Prudent Corporate Advisory IPO Reserve Quota)


ઇશ્યૂમાં 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે, જ્યારે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.
નામહિસ્સો
QIB50%
Retail35%
NII15%


ગ્રે માર્કેટ પ્રીમિયમ (Prudent Corporate Advisory IPO GMP)


હાલ અનલિસ્ટેડ માર્કેટમાં એટલે કે ગ્રે માર્કેટમાં પ્રૂડેન્ટ કોર્પોરેટનો શેર પાંચ ટકાના પ્રીમિયમ પર એટલે કે 30 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરની ઇશ્યૂ કિંમત 630 રૂપિયા છે. એટલે કે હાલ એક શેર 660 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો