Home /News /business /Bank Property Auction: શું બેંક હરાજીમાં મિલકત ખરીદવી જોઇએ? જાણો કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન

Bank Property Auction: શું બેંક હરાજીમાં મિલકત ખરીદવી જોઇએ? જાણો કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન

પ્રોપર્ટી માટેના નિયમો

Bank Auction: હરાજી પરની મોટાભાગની પ્રોપર્ટીઝ રેડી-ટુ-મૂવ-ઇન પ્રોપર્ટી છે, જે પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચમાં વધારો થવાના જોખમને દૂર કરે છે. જો તમે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાની યોજના ઘડી રહ્યા હોવ, તો પણ તમે રેડી-ટુ-ઓક્યુપાય અથવા લેટ-આઉટ પ્રોપર્ટી મેળવી શકો છો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: જ્યારે લોન લેનારા ડિફોલ્ટ (borrowers default) થાય છે, ત્યારે બેંકો લોન લેણાની વસૂલાત માટે તેની મિલકતની હરાજી (property auctions by Banks) કરતી રહે છે. દાખલા તરીકે, બેંક ઓફ ઈન્ડિયા (BOI) તરફથી 25 માર્ચે મેગા ઈ-ઓક્શન (E-Auction)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં 250થી વધુ રહેણાક, વેપારી અને અન્ય મિલકતો કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) જેવી અન્ય બેંકો પણ ભૂતકાળમાં આ બેંકો પાસેથી લીધેલી લોનમાંથી ખરીદવામાં આવેલી હજારો મિલકતોની હરાજી (Bank property auction) કરી રહી છે.

શરૂઆતમાં બેંકો રિકવરી નોટિસ મોકલે છે. ત્યારબાદ આ મિલકતોને સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (સરફેસી એક્ટ), 2002 હેઠળ હરાજી માટે મૂકવામાં આવે છે. જ્યારે આ મિલકતો હરાજી માટે મૂકવામાં આવે છે, ત્યારે દેશના કોઈપણ ભાગમાં કોઈપણ ભારતીય નાગરિક બીડ કરીને તે ખરીદી શકે છે.

શું ઓપન માર્કેટ કરતા ઓક્શનમાં ખરીદી કરવી જોઇએ?


રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતો કહે છે કે, હરાજી ક્યારેક બમ્પર ડિસ્કાઉન્ટ ઑફર કરી શકે છે, જે તમને બીજે ક્યાંય નહીં મળે. મેજિકબ્રિક્સના સીઈઓ સુધીર પાઈ કહે છે, "તે પ્રવર્તમાન બજાર દર કરતાં ઘણી વખત 10-20 ટકા ઓછું હોય છે."

કુશમેન એન્ડ વેકફિલ્ડ, રેસિડેન્શિયલ સર્વિસિઝના એમડી શાલિન રૈના કહે છે કે, “ડિસ્કાઉન્ટ 20થી 30 ટકા જેટલું પણ હોઈ શકે છે, જેથી રોકાણકારો આકર્ષાય છે. આવી અસ્કયામતો શહેરોમાં મુખ્ય સ્થળોએ હોવાની પણ શક્યતા છે." ઉદાહરણ તરીકે, એર ઈન્ડિયા એ રાજ્યની માલિકીની એન્ટિટી હોવાને કારણે સમગ્ર ભારતમાં મુખ્ય સ્થળોએ મિલકતો ધરાવે છે અને તેમાંથી ઘણી સામાન્ય રીતે સારી રીતે જાળવવામાં આવેલી હાઉસિંગ કોલોનીઓ છે. તેણે જે મિલકતો વેચાણ માટે મૂકી છે, તેમાં લોનાવાલામાં તેનું હોલિડે હોમ અને મુંબઈમાં ચાર માર્ક પ્રોપર્ટી છે.

રેડી-ટુ-મૂવ-ઇન પ્રોપર્ટીઝ


હરાજી પરની મોટાભાગની પ્રોપર્ટીઝ રેડી-ટુ-મૂવ-ઇન પ્રોપર્ટી છે, જે પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચમાં વધારો થવાના જોખમને દૂર કરે છે. જો તમે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાની યોજના ઘડી રહ્યા હોવ, તો પણ તમે રેડી-ટુ-ઓક્યુપાય અથવા લેટ-આઉટ પ્રોપર્ટી મેળવી શકો છો.

પ્રોપર્ટીની ફિઝિકલ સ્થિતિ


મિલકતોની હરાજી સામાન્ય રીતે તેમની હાલની સ્થિતિમાં ફિઝિકલી અને કાયદેસર રીતે કરવામાં આવે છે. Housing.com, Makaan.com અને Proptiger.comના ગૃપ સીઓઓ મણિ રંગરાજન જણાવે છે કે, પ્રોપર્ટીની મુલાકાત લેવી, તેની સ્થિતિનું નિરીક્ષણ કરવું, કબજા પછીના વધારાના ખર્ચનો નકશો બનાવવો વધુ સલાહ ભર્યુ છે. બીડર પાસે બીડ દસ્તાવેજની વિગતવાર સમિક્ષા કરવા માટે પૂરતો સમય હોવો જરૂરી છે, જેથી મિલકતના સંપાદનની કિંમતમાં કોઈ ચોંકાવનારી વાતો સામે ન આવે.”

પ્રોપર્ટી ટાઇટલ


સામાન્ય રીતે જો બેંક કોઇ પ્રોપર્ટીની હરાજી કરે છે તો તેનું ટાઇટલ પ્રામાણિક જ હશે. જોકે, હરાજીની નોટિસમાં સામાન્ય રીતે એવી કલમનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જ્યાં બેંક પોતાને કોઈ પણ નવી અને ચોંકાવનારી બાબતોથી બાકાત રાખે છે. જેમાં થર્ડ પાર્ટીનો દાવો અથવા તો માલિકના લેણાં સામેલ હોઇ શકે છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો, જાણો આજે ભાવમાં કેટલો વધારો ઝીંકાયો

આ સિવાય પ્રોપર્ટી સંબંધિત વિવાદો હોઈ શકે છે અને જો તમે મુશ્કેલીમાં પડો છો, તો બેંક તેના માટે કોઈ જવાબદારી લેતી નથી. તેથી બિડિંગ પહેલાં અગાઉના માલિક અથવા અન્ય કોઈપણ એન્ટિટીના વિક્ષેપો, દાવાઓ અને અધિકારો અને કોઈપણ નાણાંકીય જવાબદારીઓ અંગે પૂછપરછ કરી લેવી જોઇએ.

પ્રોપર્ટીની માલિકી


કોઇ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા તે જાણી લેવું કે તેનો માલિકી અધિકાર કોની પાસે છે. ઘણા કિસ્સાઓમાં, પ્લોટ, ઘર અથવા એપાર્ટમેન્ટ જેવી સ્થાવર મિલકતની હરાજી કરતી વખતે, બેંકો પાસે માત્ર કાનૂની દસ્તાવેજો હોય છે અથવા મિલકતનો સિમ્બોલિક કબજો હોય છે. બેંક કબજેદારોને બહાર કાઢતી નથી અને તે નવા ખરીદદારોની જવાબદારી બને છે કે તેઓ ભાડૂતોને બહાર કાઢે અને કબજો મેળવવાનો દાવો કરે. જે ખૂબ મુશ્કેલ બાબત છે. તેથી બિડિંગ પહેલાં એ સુનિશ્ચિત કરવું વધુ સારું છે કે ત્યાં કોઈ અગાઉ કબજાવાળી મિલકતો નથી અને મિલકતની હરાજી કરતી બેંકને સામાન અથવા સેવાઓના સપ્લાયર તરીકે ગણવામાં આવતી નથી. જો ભવિષ્યમાં કોઇ સમસ્યા આવે તો તમે બેંકને કોર્ટમાં લઇ જઇ શકતા નથી.

આ પણ વાંચો: આજે (28 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

તમારું ફંડ તૈયાર રાખો


હરાજીમાં પ્રોપર્ટી ખરીદતા પહેલા તમારું નાણાકીય ફંડ તૈયાર રાખો. બેંકો સામાન્ય રીતે બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા ડિપોઝિટ મની તરીકે કિંમતના 10 ટકા માંગે છે. જો બિડ અસફળ રહે છે, તો તમને પૈસાની ભરપાઈ કરવામાં આવશે. જો કે, જો બિડ જીતવામાં આવે છે, તો ચૂકવણી સખત રીતે નિર્ધારિત સમયમર્યાદામાં કરવાની રહેશે. SBI માટે વેચાણ કિંમતના 25 ટકા બિડ જીતનાર દ્વારા આગામી કાર્યકારી દિવસ સુધીમાં જમા કરાવવાના રહેશે. બાકીની 75 ટકા રકમ બિડ જીત્યાના 15 દિવસમાં ચૂકવવાની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Property, આરબીઆઇ, હોમ લોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन