EPFO ટૂંકમાં જ આપશે ખુશખબર! નોકરીયાત વર્ગને થશે મોટો ફાયદો

  • Share this:
    નવી દિલ્હી: જો તમે પણ ઈપીએફઓના મેમ્બર છો તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (EPFO)એ EPF કાયદા અંતર્ગત વર્તમાન વેજ સીલિંગને વધારવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલી આપ્યો છે. આ મામલા સાથે જોડાયેલ નજીકના સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે, વેજ લિમિટને વધારવાના પ્રસ્તાવને કેટલાક ફેરફાર સાથે લેબર મિનિસ્ટ્રીને ફરીથી મોકલી આપવામાં આવ્યો છે. આ પ્રપોઝલમાં વેજ લિમિટને 15 હજારથી વધારીને 21 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. આ ફેરફારનો ફાયદો ઈપીએફઓના લગભગ 5 કરોડ સભ્યોને મળશે.

    ટૂંક સમયમાં જ મળી શકે છે મંજૂરી

    સૂત્રોનું કહેવું છે કે, સંબંધિત ફેરફારોથી નાણા મંત્રાલય સંતુષ્ટ છે અને ટૂંક સમયમાં જ આને મંજરી આપી શકે છે. હવે પ્રપોઝલને એક વાર ફરીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) પાસે મોકલવામાં આવશે. વેજ લિમિટ વધીને 21 હજાર થવાથી ઈપીએફઓ સભ્યોની સંખ્યામાં વધારો થશે. આવું થવાથી ઈપીએફઓ દાયરામાં પહેલાથી વધારે લોકો આવી જશે.

    પેન્શન પર પડશે અસર

    વેજ લિમિટ વધારવાની સીધી અસર કર્મચારીઓની પેન્શન પર પડશે. આનાથી એમ્પલાઈ પેન્શન સ્કીમ હેઠળ સરકાર કોન્ટ્રીબ્યૂશન વધી જશે. આનાથી પહેલા વેજ સીલિંગ વધારવાના પ્રસ્તાવને નાણા મંત્રાલય તરફથી કોઈ કારણસર કચરાપેટીમાં નાંખી દીધો હતો.

    સરકાર ઈપીએફઓના પ્રસ્તાવને પાસ કરી દે છે તો અધિકતમ પેન્શનની રાશિમાં વધારો થઈ જશે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2014માં એક સંશોધન પછી નક્કી કરવામાં આવ્યું હતુ કે 15 હજાર રૂપિયાની વેજ સીલિંગ પર મેમ્બરના પેન્શન ખાતામાં મહત્તમ કંટ્રીબ્યૂશન 1250 રૂપિયા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઈપીએફઓના લગભગ 5 કરોડ સભ્ય છે.
    Published by:Mujahid Tunvar
    First published: