Home /News /business /Cashew Farming: કાજુની ખેતી આપી રહી છે સારો નફો, એક વાર વાવો અને કમાઓ લખો રૂપિયા....
Cashew Farming: કાજુની ખેતી આપી રહી છે સારો નફો, એક વાર વાવો અને કમાઓ લખો રૂપિયા....
સૂકા મેવામાં કાજુને ખુબજ લોકપ્રિય માનવામાં આવે છે. કાજૂનું ઝાડ હોય છે. જેની ઉંચાઈ 15 મીટર કે તેથી વધુ હોય શકે છે.
Cashew Business: વૈશ્વિક સ્તરે ભારત કાજૂનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરતો દેશ છે. કાજૂનું વાવેતર(Cashew Farming) થોડું ખર્ચાળ જરૂર છે પરંતુ સમયાંતરે સારો નફો આપવા પણ સક્ષમ છે. સૂકા મેવામાં કાજુને અતિ લોકપ્રિય માનવામાં આવે છે. ભારતમાં ઘણા રાજ્યો કાજૂનું ઉત્પાદન કરે છે.
Business in Agriculture: જો તમે કોઈ એવા બિઝનેસની તલાશમાં છો કે જેમાં નુકસાની ઓછી અને પ્રોફિટના ચાન્સ વધુ રહે તો આજે અમે તમને કંઈક એવાજ બિઝનેસની વાત કરવાના છીએ. કે જેની માર્કેટમાં ખુબજ ડિમાન્ડ છે. આ એક એવી પ્રોડક્ટ છે જેને ત્રણેય ઋતુમાં ખાવામાં આવે છે. તેમજ નાના બાળકોથી લઈને વૃદ્ધ સહિતના તમામને ખુબજ પસંદ છે. એટલુંજ નહિ આ વસ્તુની ડિમાન્ડ નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધી રહે છે.
અમે વાત કરી રહ્યા છીએ કાજુની ખેતીની. દેશમાં છેલ્લા ઘણા સમયથી ખેતીમાં બદલાવ આવતા રહે છે. દેશના ખેડૂતો પરંપરાગત ખેતીની જગ્યાએ કંઈક નવું કરવાનો પ્રયાશ કરતા રહે છે. સરકાર પણ તેમના સ્થાનેથી ભરપૂર પ્રયાશો કરી રહી છે અને ખેડૂતોને જાગૃત કરી રહી છે. કાજુની ખેતી કરીને ખેડૂત સારા પ્રમાણમાં કમાણી કરી શકે છે.
સૂકા મેવામાં કાજુને ખુબજ લોકપ્રિય માનવામાં આવે છે. કાજૂનું ઝાડ હોય છે. જેની ઉંચાઈ 15 મીટર કે તેથી વધુ હોય શકે છે. વાવણી કર્યા બાદ આશરે 3 વર્ષ પછી પાક આવવાનું શરુ થઇ જાય છે. તેમજ કાજુની છાલનો(પાંદડા) પણ ઉપયોગ થઇ શકે છે. જેનો ઉપયોગ લુબ્રિકન્ટ બનાવવામાં થાય છે. તેથી તેને ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કેવું તાપમાન અનુકૂળ હોય છે
કાજુના વૃક્ષને ગરમ વાતાવરણમાં વધુ અનુકૂળ આવે છે. તેમાં તેનો વિકાસ સારા પ્રમાણમાં થાય છે. તાપમાનનું પ્રમાણ 20 ડિગ્રી થી 35 ડિગ્રી વધુ અનુકૂળ રહે છે. તેને મુખ્યત્વે કોઈ પણ માટીમાં ઉગાડી શકાય છે. તો પણ લાલ માટી વધુ અસરકારક રહે છે.
કાજુના કુલ ઉત્પાદનમાં 25 ટકા ફાળો ભારતનો છે. જેમાં મુખ્યત્વે ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ઓડિસા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવે છે. પરંતુ હવે તેની ખેતી ઝારખંડ એન્ડ યુપીના ઘણા જિલ્લામાં થવા લાગી છે.
કેટલી કમાણી થઇ શકે છે
કાજૂનું ઝાડ એકવાર લગાવ્યા પછી ઘણા વર્ષો સુધી તેમાં ફળ આવતું રહે છે. સૌવ પ્રથમ વાર જયારે તમે વૃક્ષ લગાવશો ત્યારે તમારે થોડો ખર્ચ ઉઠાવવો પડશે. એક હેક્ટરમાં કાજુના અંદાજિત 500 વૃક્ષ લગાવી શકાય છે. એક્સપર્ટના માનવા મુજબ એક વૃક્ષ માંથી અંદાજે 20 કિલો કાજુ મળી શકે છે. જેથી 1 હેક્ટરમાં 10 ટન કાજુ મળે છે. ત્યાર પછી પ્રોસેસિંગમાં ખર્ચ આવે છે. બજારમાં કાજુના ભાવ તેની સાઈઝ અને ક્વોલિટીના આધારે હોય છે. જે રૂ.800 થી લઈને રૂ.1400 પ્રતિ કિલો હોય છે. તો તમે પણ કાજૂનું મોટા પાયે ફાર્મિંગ કરીને લખો રૂપિયા કમાઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર