15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 4 લાખની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરાય?

Lemon Grass Farming

લેમનગ્રાસ ફાર્મિંગ (Lemon Grass Farming)ની. આ ખેતીમાંથી શાનદાર કમાણી (Earn money) કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ખેતી કરવા માટે તમને 15 હજારથી 20 હજાર રૂપિયા ખર્ચ થાય છે

  • Share this:
    નવી દિલ્હી : જો તમે ઓછા પૈસાનું રોકાણ કરીને તમારો પોતાનો બિઝનેસ (Starting own business) શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા (Business Idea) લાવ્યા છીએ. તમે ન્યૂનતમ નાણાંનું રોકાણ કરીને તેની શરૂઆત કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ - લેમનગ્રાસ ફાર્મિંગ (Lemon Grass Farming)ની. આ ખેતીમાંથી શાનદાર કમાણી (Earn money) કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ખેતી કરવા માટે તમને 15 હજારથી 20 હજાર રૂપિયા ખર્ચ થાય છે અને તમે તેમાંથી દર મહિને લાખોની કમાણી કરી શકો છો.

    બજારમાં ઘણી માંગ છે

    લેમન ગ્રાસ (Lemon Grass)માંથી નીકળતા તેલની બજારમાં ઘણી માંગ છે. લેમન ગ્રાસમાંથી કાઢવામાં આવતા તેલનો ઉપયોગ કોસ્મેટિક્સ, સાબુ, તેલ અને દવાઓ બનાવતી કંપનીઓ દ્વારા થાય છે. આ જ કારણ છે કે તેને બજારમાં સારો ભાવ મળે છે. આ વાવેતરની સૌથી મહત્વની બાબત એ છે કે, તે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ વાવેતર કરી શકાય છે. લેમનગ્રાસની ખેતી સાથે, તમે માત્ર એક હેક્ટરમાંથી વર્ષમાં 4 લાખ રૂપિયાનો નફો મેળવી શકો છો.

    લેમન ગ્રાસની ખેતી કેવી રીતે કરવી? (How do I start lemongrass farming?)

    લેમન ગ્રાસ રોપવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી અને જુલાઈ વચ્ચેનો છે. એકવાર વાવેતર પછી, તેને છથી સાત વખત કાપવામાં આવે છે. વર્ષમાં ત્રણથી ચાર વખત લણણી કરવામાં આવે છે. લેમન ગ્રાસમાંથી તેલ (Lemon Grass Oil) કાઢવામાં આવે છે. એક વર્ષમાં એક ગુંઠા જમીનમાંથી આશરે 3 થી 5 લિટર તેલ નીકળે છે. તેની વેચાણ કિંમત 1,000 થી 1500 રૂપિયા લીટર છે. લેમન ગ્રાસ રોપ્યાના 3 થી 5 મહિના પછી તેની પ્રથમ લણણી કરવામાં આવે છે. એક એકર જમીન પર લેમન ગ્રાસની ખેતીમાંથી 5 ટન સુધી પત્તા થાય છે. જો કે તમે તેની ખેતી 15-20 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો, પરંતુ જો તમારી પાસે થોડું વધારે બજેટ હોય તો તમે શરૂઆતમાં જ તેલ પ્રોસેસિંગ મશીન પણ લગાવી શકો છો. મશીનનું સેટઅપ 2 થી 2.5 લાખ રૂપિયામાં થઈ શકે છે.

    આ પણ વાંચો - મોદી સરકાર ઘરે બેઠા રૂ. 15 લાખ કમાવાની તક આપી રહી, 15 ઓગસ્ટ છેલ્લી તારીખ, જાણો શું કરવું?

    તમે કેવી રીતે કમાશો? (Is lemon grass cultivation profitable?)

    તમે લેમન ઘાસની ખેતીથી ખૂબ જલ્દી કમાણી શરૂ કરશો. તમને જણાવી દઈએ કે એક ક્વિન્ટલ લેમન ગ્રાસમાંથી એક લિટર તેલ નીકળે છે. બજારમાં તેની કિંમત 1 હજારથી 1500 રૂપિયા સુધીની છે. એટલે કે, તમે પાંચ ટન લીંબુ ઘાસમાંથી ઓછામાં ઓછા 3 લાખ રૂપિયાનો નફો મેળવી શકો છો, તમે લેમન ઘાસના પાંદડા વેચીને પણ સારી કમાણી કરી શકો છો. જણાવી દઈએ કે બિહારના બે ભાઈઓ રૌનક કુમાર અને રમણ કુમાર ભેગા મળીને લેમન ઘાસની ખેતી કરે છે અને તેમાંથી ચા બનાવે છે અને દેશભરમાં સપ્લાય કરે છે. તેઓ આમાંથી દર મહિને 4 થી 5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: