Home /News /business /Profitable Business Ideas: સરકારી સહાય સાથે શરૂ કરો બિસ્કિટ મેકિંગ બિઝનેસ, થશે મોટી કમાણી

Profitable Business Ideas: સરકારી સહાય સાથે શરૂ કરો બિસ્કિટ મેકિંગ બિઝનેસ, થશે મોટી કમાણી

બિસ્કિટ મેકિંગ બિઝનેસ

Biscuit making business: આપણા દેશમાં અડધાથી વધારે લોકો રોજ સવારે કે સાંજે ચા સાથે બિસ્કિટ ખાય છે. સમય અને વધતી વેરાઈટીઓની સાથે બજારમાં હવે બિસ્કિટની માંગ (biscuit demand)માં પણ વધારો થયો છે.

મુંબઈ: જો તમે કોઈ બિઝનેસ શરૂ (How to start new business) કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આજે અમે આપને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જે તમારા ભવિષ્ય માટે એક પ્રોફિટેબલ ડીલ (Profitable Deal) સાબિત થશે. આ એક એવો બિઝનેસ છે જે મહિલા કે પુરુષ કોઈ પણ કરી શકો છે. આ બિઝનેસ છે બિસ્કિટ મેકિંગ (biscuit making business)નો. આપણા દેશમાં અડધાથી વધારે લોકો રોજ સવારે કે સાંજે ચા સાથે બિસ્કિટ ખાય છે. સમય અને વધતી વેરાઈટીઓની સાથે બજારમાં હવે બિસ્કિટની માંગ (biscuit demand)માં પણ વધારો થયો છે. એવામાં બિસ્કિટ (Biscuit making business) મેકિંગના બિઝનેસમાં તમે સરળતાથી નફો કમાવી શકો છો. તો ચાલો જાણીએ બિસ્કિટલ મેકિંગ વ્યવસાય વિશેની વધુ વિગતો.

ઈન્વેસ્ટમેન્ટ

જો કોઈ એન્ટરપ્રિન્યોર નવો અને પ્રોફિટેબલ બિઝનેસ (Profitable Business) શરૂ કરવા અંગે વિચારી રહ્યો હોય જે એકલા અથવા નોકરી સાથે પણ કરી શકાય, જેમાં કોઈ મોટા રોકાણની પણ જરૂર ન હોય અને સાથે જ સરકારનો સપોર્ટ પણ મળી રહે, તો બિસ્કિટ મેકિંગ આવા લોકો માટે એક સારો વિકલ્પ છે. તમે 4થી 5 લાખ રૂપિયા સુધીના નજીવા રોકાણથી આ બિઝનેસ શરૂ કરી શકો છો.

સરકારી સહાય

સરકાર તરફથી પણ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) અંતર્ગત બિસ્કિટ મેકિંગ બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુદ્રા યોજના અંતર્ગત બિઝનેસ શરૂ કરવા માટે તમારે 75,000થી 90,000 સુધીનું રોકાણ કરવાનું રહેશે. જણાવી દઈએ કે તમારા રોકાણના 80 ટકા સુધીની સહાયતા મુદ્રા યોજના દ્વારા મળી રહેતી હોય છે. આ બિઝનેસથી મદદથી તમે મહિને 30થી 40 હજાર સુધીનો નફો કમાઈ શકો છો.

બિસ્કિટ મેકિંગ બિઝનેસ માટેનું સંભવિત બજાર

બિસ્કિટ દરરોજ મોટાપાયે વપરાતા ખાદ્ય પદાર્થોમાનું એક છે, તેથી એક વાત સંપૂર્ણ ચોક્કસતાથી કહી શકાય છે કે બિસ્કિટનું સંભવિત માર્કેટ ખૂબ મોટું છે.

તમારા બિસ્કિટનું વેચાણ વધુ થાય તે માટે તમારે સ્ટ્રેટજી, ઈનોવેશન, પેકિંગ, પ્લાનિંગ, નવા ફ્લેવર, નવા શેપ અને અવનવા આઈડિયા માટે સતત કાર્યશીલ રહેવું જરૂરી છે. તમામ વસ્તુની સાથે હેલ્થ કોન્શીયસ લોકોની પસંદનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.

આ પણ વાંચો: Business Ideas: ભારતમાં ખાસ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આ ટોપ 10 બિઝનેસ, જાણો કઈ રીતે કરવી શરૂઆત

બિસ્કિટ મેકિંગ પ્લાન્ટની કિંમત

કોઈપણ બિસ્કિટ મેકિંગ પ્લાન્ટ સેટઅપ કરવાનો કુલ ખર્ચ અંદાજે રૂ. 4થી 5 લાખનો થાય છે. જો તમારી પાસે રૂ. 90,000 હોય તો તમે બાકી વધતી રકમ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri MUDRA Yojana)ની મદદથી બાકીની રકમ મેળવી શકો છો. પ્લાન્ટ સેટઅપ કરવા માટે તમારી પાસે 450થી 650 સ્કેવરફૂટની જગ્યા હોવી જરૂરી છે. આ જગ્યા તમે ભાડે પણ લઈ શકો છો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે આ રીતે કરો અરજી (PMMY)

તમે PMMY માટે તમારી નજીકની બેન્ક શાખામાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં તમરું નામ, એજ્યુકેશન, રહેઠાંણનું સરનામું, આવક અને લોનની રકમ જેવી વિગતો ભરવાની હોય છે. આ યોજનામાં કી ગેરંટરની જરૂર હોતી નથી. આ લોન 5 વર્ષમાં ચુકવી શકાય છે.

લોકેશન

આ બિઝનેસની શરૂઆત તમે ઘરેથી પણ કરી શકો છો. ઘરેથી બિઝનેસ કરી તમે કોસ્ટ કટિંગ કરી શકો છો. આ માટે તમારે સરકારી ફોર્માલિટી પૂરી કરવાની રહેશે. સરકારી નિયમો અનુસાર બિસ્કિટ બનાવવાના સ્થાન પર તમે અન્ય કોઈ વસ્તુ બનાવી શકશો નહી. જો તમે કોમર્શિયલ કિચનનો ઉપયોગ કરો તો તે પાણી, લાઈટ અને ડ્રેનેજ સુવિધાથી યુક્ત હોવી જોઈએ, સાથે NOC પણ લેવાનું રહેશે.

આ પણ વાંચો: Business Ideas: ખૂબ ઓછા ખર્ચમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે બે લાખ રૂપિયા સુધીની કમાણી

બિસ્કિટ મેકિંગ બિઝનેસમાં નફો

વાર્ષિક ઉત્પાદન અને વેચાણનો વાર્ષિક અંદાજ 5.75 લાખ રૂપિયા નીચે પ્રમાણે છે.

પ્રોડક્શન કોસ્ટ: ₹ 14.50 લાખ

ટર્નઓવર: ₹ 20.50 લાખ

લોન ઈન્ટરેસ્ટ : ₹ 55,000

અન્ય ખર્ચ: ₹ 75-85 હજાર

ઈન્કમ ટેક્સ: ₹ 12-18 હજાર

કુલ નફો: ₹ 6.25 લાખ

ચોખ્ખો નફો: ₹ 4.75 લાખ

માસિક આવક: ₹ 35-45 હજાર

લાઇસન્સ

તમારે તમારી કંપનીને રજીસ્ટ્રાર ઓફ કંપની (ROC) પાસે પ્રાઈવેટ લિમીટેડ અથવા લિમીટેડ કંપની તરીકે રજીસ્ટર કરવાની રહેશે. ત્યાર બાદ GST નંબર મેળવવો, મ્યુનિસિપાલિટી ઓથોરિટી પાસેથી ટ્રેડ લાયસન્સ મેળવવાનું રહેશે. બિસ્કિટ ફુડ આઈટમ હોવાથી FSSAI અંતર્ગત રજીસ્ટર કરાવવી ફરજીયાત છે.
First published:

Tags: Biscuit, Business Ideas, Investment

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો