Home /News /business /રોકાણકારોની બલ્લેબલ્લે, આ કંપની 1 શેર પર આપશે 45 રૂપિયાનું ડિવિડન્ડ

રોકાણકારોની બલ્લેબલ્લે, આ કંપની 1 શેર પર આપશે 45 રૂપિયાનું ડિવિડન્ડ

રોકાણકારોની બલ્લેબલ્લે, આ કંપની 1 શેર પર આપશે 45 રૂપિયાનું ડિવિડન્ડ

Dividend Stock: ફાર્મા સેક્ટરની કંપની Procter & Gamble Helath Limitedમાં રોકાણકર્તાઓ માટે એક ખુશ ખબર છે. કંપનીએ દરેક શેર પર રુ. 45નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે સાથે સાથે આ માટે રેકોર્ડ ડેટ 13 જાહેર કરી છે.

    કંપનીઓ ચાલુ નાણાકિય વર્ષના ત્રિમાસિક ગાળા માટે પરીણામ (Result) જાહેર કરી રહી છે. આ ત્રિમાસિક ગાળાના પરીણામ સાથે ઘણી કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ (Dividend), બોનસ શેર (Bonus Stocks) વગેરે ભેટો પોતોના આપી રહી છે. ફાર્મા સેક્ટરની કંપની Procter & Gamble Health Limitedના રોકાણકારો (Procter & Gamble Health Limited Investors) માટે સારી ખબર છે. કંપનીએ દરેક શેર પર 45 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે.

    આ પણ વાંચોઃ ઘર ખરીદવાનું વિચારો છો? આ બાબતોનું ધ્યાન રાખો, રિસેલ કરતી વખતે મળશે બંપર રિટર્ન

    ક્યારે છે રેકોર્ડ ડેટ?


    શેર બજારને Procter & Gamble Health Limited કંપનીએ જણાવ્યું કે, અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ફાઇનાન્સિયલ યર 2022-23 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરો પર 45 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 13 ફેબ્રુઆરી, 2023 નક્કી કરી છે. તો, આ ડિવિડન્ડની ચૂકવણી 5 માર્ચ 2023 કે તેની પહેલા કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચોઃ SBIની સ્કિમ તમને દર મહિને કરાવશે કમાણી, અહિં જાણો સંપૂર્ણ માહિતી

    બહિખાતા કઇ બાજુ કરે છે ઇશારો?


    ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીનું રેવેન્યૂ 309.97 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે ગત નાણાકિય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની રેવન્યૂ 277.90 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના હિસાબે જોઇએ તો રેવન્યૂમાં 11.54 ટકાનો નફો જોવા મળ્યો છે. Procter & Gamble Health Limitedનો નેટ પ્રોફિટ ડિસેમ્બર ત્રિમાસિકમાં 76.80 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત નાણાકિય વર્ષના ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ 44.84 કરોડ રૂપિયા હતો.

    શેર બજારમાં કેવું છે કંપનીનું પ્રદર્શન?


    શુક્રવાર Procter & Gamble Health Limitedના શેર 0.15 ટકાની તેજી સાથે 4094.35 રૂપિયાના લેવલ પર પહોંચીને બંધ થયો હતો. ગત એક મહીના દરમિયાન કંપનીના શેરોમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ તેજી છતા કંપનીના શેરોમાં છેલ્લા 6 મહીના દરમિયાન 7 ટકા ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરનો 52 વીક હાઇ 5171.95 રૂપિયાના અને 52 વીક લો 3870.10 રૂપિયા છે.

    આ પણ વાંચોઃ માર્કેટની ઉથલપાથલ વચ્ચે આજે SBI-Paytm સહિત આ 5 શેર્સમાં મોકો

    કંપનીનું આ બીજું ડિવિડન્ડ


    ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2022-23 માટે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેર લિમિટેડ (Procter & Gamble Health Limited) તરફથી આ બીજું ડિવિડન્ડ છે. આ પહેલા કંપનીએ નવેમ્બર મહિનામાં 65 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરો પર 45 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
    First published:

    Tags: Business news, Share market, Stock market Tips

    विज्ञापन