Home /News /business /Small Business Idea: એડવર્ટાઈઝિંગ એજન્સી શરૂ કરી સરળતાથી કરો મોટી કમાણી, જાણો A to Z

Small Business Idea: એડવર્ટાઈઝિંગ એજન્સી શરૂ કરી સરળતાથી કરો મોટી કમાણી, જાણો A to Z

એડ એજન્સી બિઝનેસ આઇડિયા

Advertising Agency Business Idea: કઈ રીતે તમે આ બિઝનેસ શરૂ કરી શકો? તેનું માર્કેટ કેવું છે? લાઇસન્સ કઈ રીતે મેળવી શકાય અને કેટલો નફો મેળવી શકાય?

મુંબઈ: Advertising Agency Business Ideas: આધુનિક યુગમાં સમયની સાથે જાહેરાતોનો પ્રચાર પણ ઘણો જ વધ્યો છે અને દિવસ રાત સતત વધારો થઈ રહ્યો છે. કહેવામાં આવે છે કે 'જો દિખતા હે વો બિકતા હૈ'. કોઈપણ વસ્તુની સફળતા પાછળ સૌથી મોટો ફાળો સારી જાહેરાતનો હોય છે. જાહેરાતો બનાવવાનું કામ એડ એજન્સી (Advertisement Agency) કરે છે. આજના આ આર્ટિકલમાં અમે આપને એડ એજન્સી (Advertising Agency)ના બિઝનેસ આઈડિયાથી માહિતગાર કરીશું. કઈ રીતે તમે આ બિઝનેસ શરૂ કરી શકો? તેનું માર્કેટ કેવું છે? લાઇસન્સ કઈ રીતે મેળવી શકાય અને કેટલો નફો મેળવી શકાય? વગેરે તમામ બાબતો આ આર્ટિકલમાં તમને જાણવા મળશે. તમામ માહિતી માટે આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો.

મૂડી રોકાણ

આ બિઝનેસ કરવામાં તમારે વધુ રોકાણ કે ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડશે નહીં. જે લોકો એડવર્ટાઈઝમેન્ટ અને ગ્રાફિક્સનું જ્ઞાન ધરાવતા હોય તે લોકો સરળતાથી આ બિઝનેસ શરૂ કરી શકે છે. શરૂઆતમાં તમારે ખૂબ ઓછું રોકાણ કરવાની જરૂર રહે છે. એક નાની ઓફિસ અથવા ઘરના એક રૂમથી પણ તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. તમારે ગ્રાફિક્સ માટે હાઈ સ્પીડ કોમ્પ્યૂટર ખરીદવાની જરૂર રહે છે.

ઘણી કંપનીઓ આ પ્રકારના હાઈરિઝોલ્યુશન ગ્રાફિક્સ ધરાવતા કોમ્પ્યૂટર બનાવે છે. માર્કેટમાં તમે તે સરળતાથી મેળવી શકો છો. સારા કોમ્પ્યૂટરની સાથે તમારે એક સારા પ્રિન્ટરની પણ જરૂર પડશે. આ માટે તમે લાર્જ ડાઈ સબ્લિમેશન પ્રિન્ટર (large dye-sublimation printer)નો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ એક સ્કેનર અને સારા રિઝોલ્યુશનનનો કેમેરો પણ જરૂરી છે.

માર્કેટ રિસર્ચ

કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા માર્કેટમાં તે બિઝનેસની સ્થિતિ શું છે તે અંગે જાણી લેવું જરૂરી છે. બિઝનેસ એજન્સી શરૂ કરતા પહેલા પણ આવું કરવું જરૂરી છે.

શું બિઝનેસ એજન્સીઓ સારી ચાલી રહી છે? કેવા પ્રકારની સ્ટ્રેટેજી વાપરવી પડશે? તમારા ગ્રાહકોને શું જોઈ છે? હાલ વિવિધ પ્રકારની જાહેરાતો માટે શું ભાવ ચાલી રહ્યાં છે? વગેરે બાબતો અંગે જાણકારી મેળવીને જ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કરવો જોઈએ.

એડવર્ટાઈઝિંગ એજન્સીમાં તમારે બાબતનું નિરિક્ષણ કરવું જરૂરી છે કે તમારા સ્પર્ધક કઈ રીતે પોતાના ગ્રાહકોને આકર્ષે છે? કેવા પ્રકારના ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપે છે? તે તમામ બાબતો જાણવી જરૂરી છે. આ તમામ બાબતો અંગે જાણકારી મેળવી લેવાથી તમે પણ તમારા બિઝનેસમાં ગ્રાહકોને આકર્ષવામાં સક્ષમ રહેશો.

વ્યાજબી કિંમત

એજન્સીની શરૂઆત કરતા પહેલા બિઝનેસને લગતી તમામ મહત્વની જાણકારી મેળવી લેવી જરૂરી છે. તમારા કોમ્પિટીટર્સ દ્વારા તેમના ગ્રાહકોને કેવા પ્રકારની ડીલ્સ આપવામાં આવી રહી છે? તે કઈ રીતે ભાવ વધારો કરે છે? કેટલા ભાવમાં કેટલી વસ્તુ આપવામાં આવે છે? વગેરે બાબતોની જાણકારી મેળવી પછી જ તમારા ભાવ નક્કી કરવા. આવું કરવાથી તમે તમારા ગ્રાહકોને આકર્ષક પેકેજ આપી શકશો.

ઈન્સ્ટન્ટ ફીડબેક

કોઈપણ ડિઝાઈન બનાવ્યા પછી તેના માટે ઈન્સટન્ટ ફીડબેક લો. આવું કરવાથી તમે ક્યાં ખોટા છો અથવા તમારા કામમાં ક્યા ખામી રહી જાય છે તો અંગે તમને જાણકારી મળશે. આ સાથે જ જો કામમાં કોઈ ખામી છે તેને કઈ રીતે પૂરી કરી શકાય તે અંગે પણ વિચાર વિમર્શ કરવા જરૂરી છે. આ તમામ બાબતોથી તમારા કામની ગુણવત્તા સુધરશે. જો ગ્રાહકને તમારુ કામ પસંદ આવશે તો તે વારંવાર તમારો સંપર્ક કરશે.

ઈન્સ્ટન્ટ ફીડબેક માટે તમે વેબસાઈટ પર એક ફીડબેક કોલમ અથવા ક્વેશન પેજ પણ બનાવી શકો છો. આવું કરવાથી તમને સારા રિવ્યૂ અને સુચનાઓ મળશે જે તમારા બિઝનેસના ગ્રોથમાં મદદરૂપ થશે.

સર્વિસ

ગ્રાહકોને કેવા પ્રકારની સર્વિસ અને કામ જોઈએ છે? તે અંગે જાણકારી મેલવવા માટે તમે માર્કેટ રિસર્ચ કરી શકો છો. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે, ગ્રાહકો હંમેશા સસ્તુ અને સારું શોધે છે અને તેના તરફ જ આકર્ષિત થાય છે. તેથી બજેટ અને સર્વિસને બરાબર ગોઠવી તમે ગ્રાહકોને આકર્ષી શકો છો.

લેટેસ્ટ સોફ્ટવેર

સોફ્ટવેર એડવર્ટાઈઝિંગ એજન્સી માટે મહત્વની વસ્તુ છે. તેના માટે બજારમાં વિવિધ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે. photoshop, Pixlr, GIMP, ProofHub, DesignBold, CorelDraw, Aftereffect, 3dmax, Indesign વગેરે જેવા સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. જો તમે એજન્સી શરૂ કરો છો તો તમારે આ સોફ્ટવેર ખરીદવું જ પડશે.

આ પણ વાંચો: Business Idea: ફક્ત 10 હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો લાખોની કમાણી

લાઇસન્સ અને રજીસ્ટ્રેશન

લાઇસન્સ અને રજીસ્ટ્રેશન કરાવતા પહેલા તમારે તમારી કંપનીને એક નામ આપવું પડશે. ત્યાર બાદ આ કંપની પ્રાઈવેટ લિમિટેડ હશે કે પબ્લિક લિમિટેડ એ નક્કી કરવાનું રહેશે. ત્યારબાદ કંપની રજીસ્ટર કરાવવાની રહેશે. તમે ટ્રેડિશનલ અને સ્માર્ટ બન્ને રીતે કંપની રજીસ્ટર કરાવી શકો છો.

સીએ સાથે સંપર્ક કરી તમામ પેપરવર્ક પૂર્ણ કરી તમે તમારી કંપની રજીસ્ટર કરાવી શકો છો. આ પ્રોસેસ પત્યા પછી તમે 15 દિવસમાં કંપની શરૂ કરી શકો છો. આ પેપરવર્ક અને રજીસ્ટ્રેશનમાં તમારે 10000 જેટલો ખર્ચ કરવો પડી શકે છે.

સ્ટાફ

આ બિઝનેસ શરૂ કરવામાં માત્ર 2થી 3 વ્યક્તિઓના નાના સ્ટાફની જરૂર પડશે. પછીથી બિઝનેસનો વ્યાપ વધે તો તમે વધુ વ્યક્તિઓને અપોઈન્ટ કરી શકો છો.

આ પણ વાંચો: Money tips: job છોડીને શરુ કરો આ સુપરહિટ Business, મહિને 2 લાખ સુધીની કમાણી, સરકાર આપશે 90 ટકા મદદ

માર્કેટિંગ

સોશિયલ મીડિયા, વેબસાઈટ, બેનર, પોસ્ટર વગેરેની મદદથી તમે તમારી કંપનીનું માર્કેટિંગ કરી શકો છો. આ માટે તમારે તમારી એજન્સીનું નામ અને લોગો પણ આકર્ષક રાખવાના રહેશે. તમારી ટેગલાઈન, લોગો અને નામ જેટલા આકર્ષક હશે તેટલો જ તમને વધુ લાભ મળશે.

નફો

આ બિઝનેસમાં નફો એ બાબત પર આધાર રાખે છે કે તમે કેવા પ્રકારની અને કેટલી સર્વિસ પ્રોવાઈડ કરો છો. જે પ્રકારની સર્વિસ તે પ્રકારનો નફો મેળવી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Advertisement, Business, Business Ideas, Media

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन